ઘણા લોકોને મોં માં ખરાબ વાસ આવવાની સમસ્યા થતી હોય છે, જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણાં મોં માં ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, જેના કારણે આપણે જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે મોં માં થી ખરાબ વાસ આવતી હોય છે.
મોં માં ખરાબ વાસ આવવાના કારણે ઘરેલુ વ્યવહારિક જીવનમાં પાર્ટનરને પણ હિચકીચાટ પણ થતી હોય છે. માટે મોં માં આવતી દુર્ગઘ ને દૂર કરવી જોઈએ, જેથી વ્યવહારિક જીવનમાં પાર્ટનર સાથે હિચકિચાટ ના રહે તે માટે કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ.
મોં માં આવતી દુર્ગઘ આપણી ખાવાની ખરાબ ટેવના કારણે તે ખોરાક પચતો નથી જેથી તે ખોરાક સડવા લાગે છે જેથી આપણે જયારે પણ શ્વાસ બહાર નીકળીએ છીએ કે કયારેક કોઈ સામે બોલીએ ત્યારે મોં માં થી વાસ આવતી હોય છે, જે સમસ્યા કબજિયાત થવાના કારણે થતી હોય છે.
મોં માં વાસ આવવાથી આપણી આસપાસ રહેતા વ્યક્તિ પણ ઘણા પરેશાન રહેતા હોય છે જેથી તે પણ ઘણી વખત તમારાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે મોં ની દુર્ગઘ દૂર કરવા માટે બઝારમાં માઉથફ્રેશનર પણ આવે છે. પરંતુ મોં માં આવતી ખરાબ વાસ ઘરે જ બેઠા આસાનીથી દૂર કરી શકાય છે, તો ચાલો જાણીએ મોં માં આવતી દુર્ગઘ કઈ રીતે દૂર કરવી.
મીઠા પાણીથી કોગળા કરવા: મોં માં આવતી વાસને દૂર કરવામાં મીઠું ખુબ જ ફાયદાકારક છે, માટે સવારે અને સાંજે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાના છે જેથી મોં માં રહેલ બેક્ટેરિયાનો નાશ થશે. અને ખરાબ વાસ દૂર થશે.
પાણી પીવું: પાણી આપણા શરીર માં હોવું ખુબ જરૂરી છે, આ માટે આપણે રોજે વધારે માં વધારે પાણી પીવાની આદત રાખવી જોઈએ જેથી વધારે પાણી પીવાથી મોં માં રહેલ બેક્ટેરિયા અને શરીરમ રહેલ હાનિકારક જેરી બેકટેરિયા બહાર આવી જશે.
લીંબુ પાણી પીવું: મોં માં વાસ વધુ આવતી હોય તો લીંબુ ખુબ જ ફાયદાકારક છે, માટે સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પી જવું જોઈએ જેથી આપણી ડાયજેશન સિસ્ટમ મજબૂત થાય છે, જેથી કબજિયાત ને દૂર કરી પેટને સાફ રાખે છે અને તાજગીવાન રાખે છે, માટે રોજે એક ગ્લાસ લીંબુનો રસ પીવાથી મોં માં આવતી ખરાબ વાસ દૂર થઈ જાય છે.
લવીંગ ખાવું: લવીંગ ઔષધીય ગુણોથી ભરપૂર છે, માટે તેને રાત્રે સુતા પહેલ મોં માં એક લવિંગ મૂકીને સુઈ જવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને મોં માં આવતી ખરાબ વાસ દૂર થઈ જાય છે. માટે વ્યાહારિક જીવનમાં ખલેલ ના પહોંચે તે માટે રોજે એક લવિંગ ખાઈ લેવું જોઈએ. જે રાજગી ભર્યું જીવન બનાવશે.
ઈલાયચી પાણી: ઈલાયચીમાં બેક્ટેરિયા વિરોઘી ગુણધર્મો મળી આવે છે, માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ઈલાયચી નાખીને પાણી ઉકાળીને તે પાણીને એક ગ્લાસમાં ગાળીને પછી પી જવાનું છે આમ કરવાથી મોં માં આવતી ખરાબ વાસ દૂર થઈ જશે.
મોં માં આવતી નીકળતી ખરાબ દુર્ગઘને દૂર કરવા માટે ઉપર જણાવેલ ઉપાયનો ઉપયોગ કરીને દૂર કરી શકો છો જો કોઈ વ્યકતિ લગ્ન સંબંઘમાં બંધાઈ ગયું હોય અને મોં માંથી વાસ આવતી હોય તો આ ઉપાય તેમના માટે ખુબ જ ફાયદાકરાક સાબીત થશે.