હાલમાં દરેક વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવન માંથી પસાર થઈ રહ્યો છે. તેવામાં મોટાભાગે લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય છે. જેમ કે, ગેસ, કબજિયાત અને એસીડીટીની સમસ્યા રહેતી હોય છે. આ બધી સમસ્યા આપણી અનિયમિત ખાન પાનના કારણકે થતી હોય છે.
આ સમસ્યા આમ તો હાલના સમયમાં દરેક વ્યકતિમાં જોવા મળતી સમસ્યા છે. જે એક બીજા સાથે મોડાયેલી સમસ્યા છે. જેમને ગેસની સમસ્યા રહેતી હોય તેમને કબજિયાત અને એસીડીટીની સમસ્યા પણ રહેતી હોય છે.
આપણા શરીરમાં વાત, કફ અને પિત્ત આ ત્રણ પ્રકૃતિનું નિર્માણ થયેલ છે. જયારે આપણા શરીરમાં પીરનો વઘારો થાય છે ત્યારે પેટને લગતી બીમારી ગેસ, કબજિયાત, એસીડીટીની સમસ્યા થઈ જાય છે. પેટની સમસ્યા થવાનું મુખ્ય કારણ ખોરાક લેવાની ખોટી રીત છે.
અત્યારના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિ બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન વઘારે પ્રમાણમાં કરી લેતા હોય છે. જેમ કે વધારે મસાલા વાળું, તીખું, તળેલું, વઘારે પ્રમાણમાં ખાઈ લેવું, મેંદા વાળી વસ્તુનું સેવન કરવાથી ખોરાક ઝડપથી પચતો નથી.
જમ્યા પછી ની આપણી ઘણી આદતો એવી હોય છે જેના કારણે પણ પેટની સમસ્યા થઈ શકે છે. જેમ કે જમ્યા પછી તરત જ સુઈ જવાની આદત હોય છે. આ ઉપરાંત જમ્યા પછી ઠંડુ પાણી અને ઠંડા પીણું સેવન કરવાથી પણ પેટની સમસ્યા થતી હોય છે. આ સિવાય ઘણા લોકોને જમતા જમતા પાણી પીવાની આદત હોય છે જેના કારણે પણ સમસ્યા થઈ શકે છે.
આ બઘી આપણી ખરાબ આદતો હોવાના કારણે આપણે પેટને લગતી અનેક સમસ્યા થઈ શકે છે. જયારે એસીડીટી થાય છે ત્યારે છાતીમાં અને પેટમાં વઘારે પ્રમાણમાં બળતરા થઈ શકે છે. જયારે ગેસ વઘારે ભરાઈ જાય છે ત્યારે તે ઉપર આવવા લાગે જેને અવરો ગેસ પણ કહીએ છીએ.
આપણી ખરાબ ખોરાક લેવાની ટેવના કારણે થતી ગેસ, કબજિયાત અને એસીડીટી ને દૂર કરવા માટે આજે અમે તમને દેશી ઘરગથ્થુ ઉપાય જણાવીશું જે ખુબ જ સરળ અને અસરકારક સાબિત થશે.
પીણું બનાવવા માટેની સામગ્રી: એક ચમચી અજમો, એક ચમચી વરિયાળી, 1/4 ચમચી સીંઘાલું મીઠું, એક ચમચી લીંબુનો રસ આ બઘી વસ્તુની જરૂર પડશે. પીણું બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણીમાં ઉમેરો અને ધીમા ગેસે પાણીને થોડું ઉકળવા દો,
હવે તેમાં એક ચમચી અજમો અને એક ચમચી વરિયાળી મિક્સ કરી લો, હવે 5 મિનિટ સુઘી પાણીને ઉકાળી લો ત્યાર પછી ગેસ ને બંઘ કરીને નીચે ઉતારીને એક ગ્લાસમાં ગાળી લો, હવે તેમાં 1/4 ચમચી સિંઘાલુ મીઠું ઉમેરો, ટાયર પછી તેમાં એક ચમચી લંબુનો રસ મિક્સ કરીને બરાબર હલાવીને રાત્રે જમ્યાના 60 મિનિટ પછી લઈ શકાય અને રાતે સુવાના એક કલાક પહેલા પી જવું.
આ પીણામાં રહેલ અજમો અને વરિયાળી આપણી પાચન ક્રિયાને સુઘારીને પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. ખાઘેલ ખોરાકને સરળતાથી પચાવામાં મદદ કરે છે અને પેટને લગતી દરેક સમસ્યાને મૂળમાંથી દૂર કરે છે.
આ પીણાંનું નિયમિત સેવન કરવાથી ગેસ, કબજિયાત, એસીડીટી જેવી આ ત્રણ સમસ્યા દૂર થઈ જશે. આ પીણું પીવાથી પેટ અને આંતરડામાં જામેલ મળ છૂટો થશે અને પેટ સાફ થઈ જશે. પેટની સમસ્યાને દૂર કરવામાં આ પીણું ખુબ જ અસરકારક સાબિત થશે.