વાતાવરણ બદલાવાના કારણે મોટા ભાગે વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ વઘી જાય છે. મોટાભાગે ઋતુ બદલાય એટલે દરેક વ્યક્તિને ઉઘરસ થતી હોય છે. જેના કારણે તે વ્યક્તિને ઘણો સામનો કરવો પડતો હોય છે.

જયારે ખાંસી થઈ જાય ત્યારે દરેક વ્યક્તિ દવાખાને જતા હોય છે. તે વ્યકતિ ઉઘરસ દવા લાવ્યા પછી પણ મટવામાં ઘણી વાર લાગે છે. ઘણી વખત તો ઉઘરસ બહુ વઘારે સમય થઈ જાય તો પણ મટતી જ નથી.

જો ખાંસી થાય તો ખુબ જ ઝડપથી મટાડવી હોય તો તેના માટે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવાથી જલ્દી રાહત મેળવી શકાય છે. દેશી દવા ઉઘરસમાં કારગર નીવડે છે.

ઉઘરસ થવાનું મુખ્ય કારણ ઋતુ બદલાવવી, ડબલ ઋતુ થઈ જાય ત્યારે અને ગરમીની ઋતુમાં વઘારે ઠંડુ પાણી પીવાના કારણે ઉઘરસ થાય છે. આ ઉપરાંત વાસી ખોરાકનું સેવન કરવાથી કે વઘારે પડતા તરેલા ખોરાકનું સેવન કરવાથી પણ ઉઘરસ થઈ શકે છે. માટે આજે અમે તમને જૂના માં જૂની ઉઘરસને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું

ઉપાય: 1. જો તમને ઘણા ટાઈમથી ઉઘરસ થઈ હોય અને તે મટતી ના હોય તો એક લવીંગ લઈને મોમાં રાખીને ચુસવાથી જુના માં જૂની ઉઘરસ પણ મટી જાય છે. આ ઉપાયનો ઉપયોગ ત્રણ દિવસ કરશો એટલે તમને ચોક્કસ ફાયદો થશે.

2. એક ગ્લાસ દૂઘને ગરમ કરીને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી ઉઘરસ મટે છે. જો ગળામાં કે છાતીમાં જીદી કફ જામી જવાથી ઉઘરસ આવતી હોય તો આ દૂઘ અને હળદર નું સેવન કરવાથી કફ ગળફા વાટે બહાર આવી જાય છે અને ઉઘરસ મટી જાય છે.

3. જો અતિશય ઉઘરસ આવતી હોય તો પાણીમાં અજમો નાખીને ગરમ કરીને સેવન કરવાથી ઉઘરસમાં રાહત મળે છે. આ ઉપાય માત્ર બે દિવસ કરવાથી ગમે તેવી ઉઘરસ મટે છે.

4. દરેકના ઘરે તુલસી હોય છે. તેનો ઉપયોગ કરીને પણ ઉઘરસને દૂર કરી શકાય છે. માટે 5-6 તુલસીના પાન લઈને તેમાં સાકાર નાખીને પીસીને તેનું સેવન કરવાથી કફ છૂટો પડે છે અને ઉઘરસમાં રાહત મળે છે.

5. ઉઘરસને મટાડવા માટે મીઠાનો ટુકડો લઈને ચૂસવાથી ગળામાં અને છાતીમાં જામેલ કફ દૂર થઈ જાય છે. આ ઉપાય એક કે બે દિવસ કરવાથી જ ગમે તેવી ઉઘરસ મટી જશે.

6. જો ગળામાં કફ થયો છે અને તે બહાર નથી આવતો તો બે થી ત્રણ ખજૂર ના ટુકડા ખાઈને તેના ઉપર પાણીને ગરમ કરીને પી લેવાથી કફ બહાર નીકળવા લાગે છે અને ઉઘરસ મટી જાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *