આપણા શરીરમાં પોષક તત્વોના અભાવના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, આપણી ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલીમાં ખાણી પીની અનિયમિત હોવાના કારણે આપણે પૂરતા વિટામિન, મિનરલ્સ મળતા નથી. જેના કારણે આપણા શરીરના ઘણા અંગોમાં વીકનેશ આવી જતી હોય છે.
આજના સમયમાં નાની ઉંમર માં જ બાળકોને આંખોના ચશ્માં આવી જતા હોય છે જે આપણા શરીરમાં વિટામિન- એ ની કમીના કારણે હોઈ શકે છે. જેથી આંખોની રોશની ઓછી થઈ જાય છે, પરિણામે આંખોના ચશ્માં પહેરવા પડતા હોય છે.
આંખોના ચશ્મા પહેરવાથી આપણા ચહેરાનો લુક જ કંઈક અલગ થઈ જાય છે. આંખો પર ચશ્મા લાંબા સમય સુધી પહેરી રાખવાથી નાક અને આંખો નીચે કાળા કુંડાળા પડી જતા હોય છે અને જયારે આપણે આંખોના ચશ્માં ઉતારીએ ત્યારે તે દેખાવાથી આપણા ચહેરાની સુંદરતા ખુબ જ ઓછી થઈ જાય છે.
આ માટે આપણે નાક અને આંખોના નીચે કાળા કુંડાળાને દૂર કરવા માટે આપણે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ જેની મદદ થી ખુબ જ આસાનીથી નાક પર પડેલ નિશાન અને આંખો નીચે પડેલ કાળા કુંડાળાને દૂર કરી દેશે.
સતત ચશ્માં પહેરી રાખવામાં આ સમસ્યા થવી ખુબ જ સામાન્ય છે, પરિણામે આને દૂર કરવી પણ ખુબ જ જરૂરી બની જાય છે. આ માટે ઘણા લોકો લોશન અને ઘણી ક્રીમ લગાવતા હોય છે. પરંતુ આપણે એવી કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનો જોઈએ જેની મદદથી આપણે ખુબ જ આસાનીથી ડાઘ દૂર કરી શકીશું.
નાક પર પડેલ નિશાન અને આંખો નીચે પડેલ કાળા કુંડાળા દૂર કરવાનો ઘરેલુ ઉપાય:
પહેલો ઉપાય: આ માટે આપણે કુંવારપાઠો લેવાનો છે, ત્યાર પછી તેમાંથી જેલ નીકાળીને એક બાઉલમાં લેવાની છે, હવે આ જેલનો ઉપયોગ રાતે સુતા પહેલા કરવાનો છે. આ માટે સૌથી પહેલા ચશ્માં નીકાળીને જેલને નાક પર પડેલ નિશાન પર લગાવાનું છે અને આંખોના નીચે પડેલ કાળા કુંડાળા પર લગાવી દો.
ત્યાર પછી 5 મિનિટ સુધી આંગળી વડે હળવી માલિશ કરવાની છે અને આંખી રાત માટે રહેવા દેવાનું છે, ત્યાર પછી સવારે ઉઠીને સાદા પાણી વડે ધોઈ દેવાનું છે. આ રીતે કુંવારપાઠા ની જેલનો ઉપયોગ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા અને લાંબા સમય સુધી પહેરવાથી નાક પર પડેલ નિશાન દૂર થઈ જશે.
બીજો ઉપાય: સૌથી પહેલા એક કાકડી લઈ લો, ત્યાર પછી કાકડીના ત્રણથી ચાર ટુકડા કરીને તેમાંથી રસ નીકાળી લો, ત્યાર પછી તે રસને નાક પર પડેલ નિશાન પર અને આંખો નીચે પડેલ કાળા કુંડાળા પર લગાવી 5 મિનિટ માલિશ કરી ત્યાર પછી તેને 30 મિનિટ પછી ધોઈ દેવું.
આ ઉપરાંત કાકડીના ટુકડા કરી તેને પીસી લો, ત્યાર પછી તેમાંથી રસ નીકાળીયા વગર જ આંખો નીચેના કાળા કુંડાળા અને નાક પર પડેલ ચશ્માંના નિશાન પર લગાવી 25-30 મિનિટ સુધી મૂકી રાખો, આ રીતે કાકડીનો ઉપયોગ કરવામાં આવે તો પણ નાક પર પડેલ નિશાન અને કાળા કુંડાળા પણ દૂર થઈ જશે.