આજે તમને એક એવી વસ્તુ જણાવીશું જે દરેકના ઘરે સરળતાથી મળી આવે છે અને દરેક લોકો તેનો ઉપયોગ ભોજનમાં ક્યાંકને ક્યાંક કરે છે. આ વસ્તુ ટેસ્ટી હોવાની સાથે સાથે અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે એટલા માટે તેનો ઉપયોગ શરીમાં થતા રોગોને મટાડવા માટે કરવામાં આવે છે.
આ વસ્તુ એટલે કે લસણ. લસણ જેનો ઉપયોગ શાક્ભાજીને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં કરીએ છીએ એટલા માટે તે દરેક ના રસોડામાં મળી રહે છે. ઘણા લોકો લસણ નો ઉપયોગ બિલકુલ કરતા નથી પરંતુ તમને જણાવીએ કે લસણ નો ઉપયોગ કરીને શરીને ઘણી બધી બીમારીઓથી બચાવી શકાય છે.
હ્રદયની બીમારી: લસણ હ્રદયની બીમારી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમને જણાવીએ કે લસણમાં આવેલું એલીસીન હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ સામે લડે છે. એલીસીન શરીરમાં કોલેસ્ટેરોલની માત્રાને ઓછી કરે છે અને ખરાબ કોલેસ્ટેરોલના ઓક્સિકરણને પણ રોકે છે એટલા માટે દરરોજ શેકેલા લસણનું સેવન કરવાથી પ્લેટલેટ્સના એકત્રીકરણને ઓછુ કરીને લોહીના કણોને જામી જતા રોકે છે. જો તળેલું લસણનું સેવન કરવામાં આવે તો હાઈબ્લડપ્રેસરની બીમારીથી રાહત મેળવી શકાય છે.
અસ્થમા: તમારી આસપાસ ઘણા અસ્થમાના દર્દીઓ જોવા મળતા હશે. તળેલું લસણ અસ્થમાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. દરરોજ શેકેલા લસણની બે થી ત્રણ કળીઓને દૂધ સાથે લેવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. આ સાથે લસણ તમને કફ અને ઉધરસ જેવી બીમારી દુર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
કેન્સર: શેકેલા લસણનું સેવન કરીને બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. લસણમાં એન્ટી કાર્સીનોજિનક એલીમેન્ટ મળી આવે છે. કેન્સરની સમસ્યાથી બચાવવા માટે એલિમેન્ટ પ્રોસ્ટેટ ખુબ જ મદદ કરે છે.
મોઢાની દુર્ગંધ: લસણમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. જે લોકોના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેવા લોકો લસણ ખાઈને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. લસણ મોઢામાં સડો કે પાયોરિયા જેવા રોગના જીવાણુંઓને અને બેકટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે.
દાંતનો દુખાવો: જે લોકોને દાંતમાં સતત દુખાવા થયા કરે છે તેવા લોકો લસણની કળીને દાંત વચ્ચે રાખીને દાંતના દુખાવામાંથી રાહત મેળવી શકે છે. લસણમાં બેક્ટેરિયા નાશક ગુણ રહેલો હોય છે જેના કારણે જીવાણું નાશ પામે છે અને તમને દાંતના દુખાવામાંથી રાહત આપે છે.
ગાંઠિયો વા: લસણમાં આવેલા સોજો દુર કરવાના અને દુખાવો દુર કરવાના ગુણો રહેલ છે. લસણની કળીઓ તળીને વા થયેલા દુખાવા અને ગાંઠ પર લગાવવાથી સોજો ધીરે ધીરે ઉતરે છે અને દુખાવો મટે છે.
વજન ઘટાડવા: સૌથી ખાવાની વધુ મજા શિયાળામાં આવે છે. શિયાળામાં લોકો વધુ ખાય છે પરંતુ તે વધુ આળસુ શિયાળામાં જ બની જાય છે એટલા માટે ઘણા લોકોનું વજન શિયાળામાં વધી જાય છે. તળેલું લસણ શરીરમાં થર્મોજેનેસીસને વધારે છે એટલા માટે તેનું સેવન વજનને ઘટાડવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.