આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શિયાળાની ઋતુમાં રૂમ હીટરનો ઉપયોગ કરવો ખૂબ જ સામાન્ય બાબત છે. જોકે, ઠંડી સામે રક્ષણ આપતું આ ઉપકરણ હવે જીવલેણ પણ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલમાં એક દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. પતિ-પત્ની રૂમ હીટર ચાલુ રાખીને સૂતા હતા. તો આવો જાણીએ, રૂમ હીટરના જોખમો શું છે, કેવી રીતે રૂમ હીટર ચાલુ કરીને સૂવાથી જીવનલેણ સાબિત થઇ શકે છે.

કેવી રીતે કામ કરે છે રૂમ હીટર? : બજારમાં ઘણા પ્રકારના રૂમ હીટર ઉપલબ્ધ છે, જેમ કે ઇન્ફ્રારેડ હીટર, ફેન હીટર અને ઓઇલ હીટર. દરેક જુદી જુદી રીતે કામ કરે છે. ઓઇલ હીટર થોડું સારું માનવામાં આવે છે. જોકે બધાનો હેતુ એક જ છે કે રૂમમાં હાજર હવાને ગરમ કરવી.

રૂમમાં હવા ગરમ કરતી વખતે, હીટર હવાને ડ્રાય પણ કરે છે. આ રૂમ હીટરની હાનિકારકતાની શરૂઆત છે. રૂમ હીટર સતત ચાલવાથી રૂમમાં ઓક્સિજન ઓછો થવા લાગે છે અને ભેજ પણ ઓછો થવા લાગે છે. આનાથી સૂકી આંખ અને નાક બ્લોકે જ જેવી સમસ્યાઓ થાય છે.

કેવી રીતે રૂમ હીટર ઓક્સિજનનું સ્તર ઘટાડે છે?: જ્યારે બંધ રૂમમાં ઇલેક્ટ્રિક રૂમ હીટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે. કાર્બન મોનોક્સાઇડ એક ઝેરી ગેસ છે. તે ગેસોલિન, કેરોસીન, તેલ, કોલસો અથવા લાકડાને બાળવાથી ઉત્પન્ન થાય છે. કાર્બન મોનોક્સાઇડના સતત લિકેજને કારણે, ઓરડામાં ઓક્સિજનનો અભાવ થવા લાગે છે.

જો રૂમમાં વેન્ટિલેશન ન હોય, તો ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી જાય છે. હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઈડ ગેસ વ્યક્તિના શરીરમાં લોહીનો પુરવઠો અટકાવી દે છે જેના કારણે મગજ સુધી લોહી પહોંચી શકતું નથી અને આ સ્થિતિમાં બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે. તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે અને ગંભીર કિસ્સાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે?: ઓક્સિજન ઘટવાથી અને કાર્બન મોનોક્સાઇડ વધવાથી રૂમમાં રહેલા વ્યક્તિને માથાનો દુખાવો, ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઉલ્ટી શરૂ થઈ શકે છે. હીટરના સતત ઉપયોગથી શુષ્ક ત્વચા, એલર્જી અને નેત્રસ્તર દાહની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે.

રૂમ હીટરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ ગેસથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે જ્યારે રૂમમાં કોઈ ન હોય ત્યારે હીટર ચલાવવું. જ્યારે રમ પૂરતો ગરમ હોય, ત્યારે હીટર બંધ કરો અને રૂમનો દરવાજો ખોલો. ફેન હીટર, ઇન્ફ્રારેડ હીટર અને સ્ટોવને બદલે ઓઇલ હીટરનો ઉપયોગ કરવો વધુ સલામત છે.

જયારે પણ રૂમમાં રૂમ હીટરનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે હીટરની આસપાસ કાગળ, ધાબળો કે ફર્નિચર વગેરે રાખવાનું ટાળવું જોઈએ. આ બધી વસ્તુઓને હીટરથી બે થી ત્રણ ફૂટ દૂર રાખો. આ સાથે જ હીટરને કાર્પેટ, લાકડા અથવા પ્લાસ્ટિક પર ન રાખવું જોઈએ.

કેવી રીતે બચવું : આ સમસ્યાથી બચવા માટે હીટર ચાલુ રાખીને તેની પાસે પાણીની એક ડોલ રાખવી વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. જેના કારણે રૂમમાં ભેજ અકબંધ રહે.

રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરવાના સંકેતો: વ્યક્તિને માથાનો દુખાવો થવાનું શરુ થવું, ચક્કર આવવા, પેટ દુખાવો થવો, અસ્વસ્થતા અનુભવો, ઉલટી, નબળાઈ

નોંધ: અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *