આજના આધુનિક સમયમાં ઘણા લોકોનું જીવન બેઠાળુ થઈ ગયું છે તેવામાં ઘણા લોકો ઘણી નાની મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. તેવી એક સમસ્યા આજે નાની ઉંમર માં જ ઘણા લોકોમાં જોવા મળી છે, તે સમસ્યા સાંધા ના દુખાવા ની છે.
સાંધા ના દુખાવા થાય તો તે ખુબ જ અસહ્ય હોય છે, જયારે હાડકા કમજોર પડી જતા હોય છે ત્યારે સાંધા ના દુખાવા થતા હોય છે. આજે વ્યક્તિ બહારના ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે જેના કારણે શરીરને જરૂરી પોષણ મળતું નથી,આ જ કારણોથી હાડકાને પોષણ ના મળવાના કારણે સાંઘામાં દુખાવાની સમસ્યા થતી હોય છે.
આ માટે શરીરના અંગોને જરૂરી પોષણ મળી રહે તેવા ખોરાક ખાવા જોઈએ. જે હાડકાને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય ની સાથે એવા કેટલાક ફળો વિષે જણાવીશું જેને ખાવાથી ઘણી રાહત મળે છે.
મોસંબી: આ ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ફળને રોજે ખાવાથી સાંધા ના દુખાવાની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. આ ફળમાં વિટામિન-સી પુષ્કર પ્રમાણમાં હોય છે, આ સાથે કેલ્શિયમ નો પણ સારો સ્ત્રોત મળી રહે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે જે બળતરાને ને ઓછી કરવામાં મદદ રૂપ થાય છે, આ માટે સાંધા ના દુખાવામાં મોસંબી ને સમાવેશ કરી શકાય છે.
કેળું: કેળા માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ નો સ્ત્રોત હોય છે, જે હાડકાને જરૂરી પોષણ આપે છે. અને હાડકાને અંદરથી મજબૂત બનાવે છે, આ માટે જો તમે પણ હાડકાને મજબૂત કરવા અને સાંધા ના દુખાવામાં રાહત મેળવવા માંગતા હોય તો રોજે એક કેળું ખાવું જોઈએ.
લવિંગ નું તેલ: લવિંગમાં બળતરા વિરોઘી ગુણ મળી આવે છે જે આ માટે સાંધા ના દુખાવામાં ખુબ જ કારગર સાબિત થાય છે, જો તમે સાંધા ના દુખાવાથી પરેશાન હોય તો દિવસ માં બે વખત લવિંગના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
અજમાનું તેલ: સાંધા ના દુખાવામાં રાહત મેળવવા માટે અજમો ખુબ જ કારગર છે. આ માટે અજમાનું તેલ લગાવતા પહેલા તેમાં કપૂર મિક્સ કરીને ગરમ કરી લો અને ત્યાર પછી તેને એક બોટલમાં ભરી માલિશ કરો, આ અજમાના તેલની માલિશ કરવાથી ઘણી રાહત મળે છે.
જો તમે હાડકાના દુખાવાથી વધુ પરેશાન હોય ઓ એરંડિયાના તેલને ગરમ કરીને દિવસમાં બે વખત સાંધા ના દુખાવામાં માલિશ કરવાથી ઘણી રાહત મળે છે.