આજના સમયમાં સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યા થવા પાછળ સૌથી મોટું કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે છે. આપણી અત્યારની આ ખોટી આદતોના કારણે આપણે લાંબા સમયે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.
સાંધાના દુખાવાના થવાના ઘણા કારણો હોય શકે છે, પરંતુ જો નિયમિત રૂપથી માલીશ કરવામાં આવે તો તેનાથી આરામ મળી શકે છે. તો આજે અમે તમને 2 તેલ વિશે જણાવશું જેને તમે આસાનીથી ઘરે જ બનાવી શકો છો. આ દર્દ નિવારક તેલ બનાવવા માટે વધુ સામગ્રીની પણ જરૂર નહિ પડે.
આ દર્દ નિવારક તેલ બનાવવા માટે જે પણ સામગ્રીની જરૂર પડશે એ બધી જ સામગ્રી તમને તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. તો ચાલો જાણીએ દર્દ નિવારક તેલ બનાવવાની રીત.
દર્દ નિવારક તેલ 1: પહેલું દર્દ નિવારક તેલ બનાવવા માટે તમારે તલ અને આદુનિયુ જરુર પડશે. તલનું તેલ સાંધાના દુખાવાને શાંત કરવામાં ખુબ જ કારગર માનવામાં આવે છે. આ તેલ તાસીરમાં ગરમ હોય છે, જે વાત્તને ઓછો કરે છે અને દુખાવામાં રાહત આપે છે.
આ તેલને બનાવવા માટે 40 મિલી તલનું તેલ, 4 ગ્રામ આદુ, 2 ગ્રામ કપૂર અને 10 ગ્રામ અડદની દાળ લેવાની છે.
દર્દ નિવારક તેલ બનાવવાની રીત: તલ અને આદુનું દર્દ નિવારક તેલ બનાવવા માટે સૌથી પહેલા તમે અડદની દાળ, આદુ અને કપૂરને સારી રીતે પીસી લો. ત્યાર બાદ આ બધી જ વસ્તુઓને તલના તેલમાં મિક્સ કરી અને બધી જ સામગ્રીને લગભગ 4 થી 5 મિનીટ સુધી ગરમ કરો અને ત્યારબાદ ગાળી લો.
દર્દ નિવારક તેલ 2: અહીંયા તમને એક બીજા તેલ વિષે જણાવીશું જે તેલ સાંધાના દુખાવામાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. દરેક લોકો જાણે છે કે રસોડામાં જોવા મળતું આદુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ તેલ બનાવવા માટે થોડું આદુ અને એક ચમચી ઓલિવ ઓઈલની જરૂર પડશે.
ઓલિવ અને આદુનું તેલ બનાવવાની રીત: આદુનું તેલ બનાવવા માટે સૌ પ્રથમ તાજા આદુને સારી રીતે છીણી લો. ત્યારબાદ છીણેલા આદુમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો. ત્યારપછી આ પેસ્ટને ઉકાળી અને પછી પેસ્ટને ઠંડી કરો અને કાચની શીશીમાં ભરી લો.
મોટેભાગે આપણે આદુનો ઉપયોગ ચા બનાવવા માટે કરીએ છીએ પરંતુ તેના તેલથી પણ તમને ફાયદો થાય છે. તો ચાલો જાણીએ કે આદુનું તેલ સાંધાના દુખાવાને કેવી રીતે દૂર કરશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આદુમાં બળતરા વિરોધી સંયોજન જોવા મળે છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે.
ઓલિવ અને આદુનું તેલ આ બંને રોગોને પણ દૂર કરે છે : તમને જણાવી દઈએ કે આદુના તેલથી હૃદયનો ખતરો પણ ઓછો થાય છે. આદુના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.
એટલે કે હૃદયને ફિટ રાખવા માટે તમારે આદુનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત આદુનો ઉપયોગ આહારમાં પણ કરવામાં આવે તો ખુબજ ફાયદો મેળવી શકાય છે.
દર્દ નિવારક તેલનો ઉપયોગ કરવાની રીત: ઉંમર વધવાની સાથે મોટાભાગના દરેક લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે તેવામાં જો ઉપર જણાવેલ દર્દ નિવારક તેલનો ઉપયોગ કરવામાં આવે તો તમને અસહ્ય દુખાવાથી આરામ મળી શકે છે. આ તેલોના ઉપયોગથી તમને ગંભીરમાં ગંભીર દુખાવાથી પણ છુટકારો મળી જશે.
જો તમે આ તેલને શીશીમાં સ્ટોર કરીને રાખ્યું હોય તો આ તેલનો ઉપયોગ કરતા પહેલા હળવું એવું ગરમ કરી લો. હળવું ગરમ કરીને આ તેલ દુખાવા વાળી જગ્યા પર અથવા સાંધાના દુખાવા વાળી જગ્યા પર લગાવવું.
જો દુખાવાથી જલ્દી છુટકારો મેળવવો હોય તો દિવસમાં 2 વાર આ તેલનો ઉપયોગ કરો. આ બંને તેલથી માલીશ કરવાથી અર્થરાઈટીસમાં પણ આરામ મળે છે.
જો તમને વધુ સમસ્યા હોય તો એકવાર ડોક્ટરની મુલાકાત જરૂરથી લો. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. આવી જ ઉપયોગી માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.