સરગવામાં ઘણા બઘા ઔષઘીય ગુણ મળી આવે છે. જે સ્વાદ માં કડવો અને તૂરો હોય છે. જે શરીરના મોટાભાગના રોગોનો નાશ કરવામાં મદદ કરે છે, માટે આજે અમે તમને સરગવાના ચૂરણ પાવડરના ફાયદા વિષે જણાવીશું, જે પગની પાણીથી લઈને માથાની ચોંટી સુધીના બઘા જ રોગોનો નાશ કરવામાં મદદ કરે છે.
ઘણા લોકો સરગવાનું શાક બનાવીને પણ ખાતા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. માટે ઘણા લોકોને સરગવો ખાવાનું ગમે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તેમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે.
જેમકે, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-સી, પોટેશિયમ જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં એમિનો એસિડ અને બીટા કેરોટીન પણ મળી આવે છે, જે કેન્સર થી ફેલાતા કોષોને અટકાવી કેન્સર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ સરગવાનો પાવડર બનાવવાની રીતે અને તેનાથી થતા ફાયદા વિષે જણાવીશું.
સગવનો પાવડર બનાવવાની રીત: સૌથી પહેલા થોડી સરગવાની શિંગ લઇ લો, ત્યાર પછી તેને ઘોઈ ને સાફ કરી લો, ત્યાર પછી તેના ટુકડા કરી લો અને સુકાવવા મૂકી દો, સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને ક્રશ કરીને પાવડર બનાવી લો, હવે આ પાવડરને એક કાચની બરણીમાં ભરી લો, હવે આ ચૂરણ પાવડરનો ઉપયોગ કરીને કઈ બીમારીમાં રાહત મળે છે તે જણાવીશું.
સરગવાના ચૂરણ પાવડરના ફાયદા:
રોગપ્રિકારક શક્તિ વઘારે: શરીરમાં કમજોરી અને થાકના કારણે ઈમ્યુનિટી ઓછી થઇ જાય છે, જેથી આપણા શરીરમાં ઘણા વાયરલ રોગો પ્રેવશ કરે છે, માટે રોગી બચવા માટે વિટામિન-સીથી ભરપૂર સરગવાને આહારમાં સમાવેશ કરવો જોઈએ, આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને પીવાથી પણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.
માથાનો દુખાવા માટે: આમ તો માથાનો દુખાવો કોઈ પણ સમયે થતો હોય છે, માટે વારે વારે માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો આ સરગવાના પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને તેનેય પેસ્ટ તૈયાર કરો અને તે પેસ્ટને કપાર પર લગાવી રહેવા દો, 10-15 મિનિટમાં જ માથાના દુખાવામાં રાહત મળશે.
શારીરિક કમજોરી દૂર કરે: શરીરમાં થયેલ શારીરિક કમજોરીને દૂર કરવામાં માટે સરગવો ખુબ જ લાભદાયક છે, માટે સરગવાને નિયમિત આહારમાં લેવાથી શારીરિક શક્તિમાં વઘારો થાય છે, આ ઉપરાંત તેના પાવડરનું ચૂરણ દૂઘ સાથે લેવાથી શુક્રાણુઓની સંખ્યામાં વઘારો થાય છે.
બ્લડ પેશર કંટ્રોલમાં રાખે: આ ઔષઘીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મિનલ્સ મળી આવે છે. જેમાં પોટેશિયમ કેળા કરતા સૌથી વધુ જોવા મળે છે, જેથી તેને આહારમાં સમાવેશ કરીને હાઈ બ્લડ પ્રેશર ઘરાવતા વ્યક્તિએ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
આંખો માટે: ઘણી વખત આંખો માંથી પાણી આવવાની સમસ્યા રહેતી હોય તેમને એક ચમચી સરગવાના પાવડરમાં એક ચમચી દેશી મદહ મિક્સ કરીને ચાટી જવાથી આંખોમાંથી આવતું પાણી બંઘ થઈ જશે અને આંખો દુખતી હોય તો તે દુખાવો પણ બંઘ થઈ જશે.
પેટના રોગો: આપણી કેટલીક આચર કુચર ખરાબ ખાવાની ટેવના કારણે પેટને લગતા રોગો થઈ શકે છે, માટે પેટને લગતા રોગીઓને દૂર કરવા માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી સરગવાનો પાવડર, એક ચમચી આદુનો રસ મિક્સ કરીને પી જવાથી પેટનો દુખાવો, પેટમાં જમા થયેલ વધારો કચરો દૂર કરી પેટને સાફ રાખશે જેથી પેટને લગતી અનેક સમસ્યા દૂર થઈ જશે અને પાચનશક્તિને મજબૂત બનાવશે.
વજન ઘટાડવા માટે ચૂરણ પાવડરને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટની ચરબીમાં ઘટાડો થાય છે જેથી વજન ઓછું થવા લાગે છે. સરગવામાં મળી આવતા બીટા કેરોટીન અને એન્ટી ઓક્સીડેન્ટ નામનું તત્વ કેન્સર ના ફેલાતા કોષને વધતા અટકાવે છે, જેથી કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે, માટે કેન્સર ના દર્દીએ સરગવાનું સેવન કરવું જોઈએ.
સરગવો કડવો હોય છે જે ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ લાભદાયક છે તેનું નિયમિત સેવન કરવાથી લોહીમાં રહેલ સુગરને ઓછું કરે છે, જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. સરગવો લોહત્વવ માટે પણ ખાવમાં આવે છે, તેમાં મળી આવતું આયર્ન લોહીની માત્રામાં વઘારો કરે છે અને લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરે છે.
સરગવો હાડકાને મજબૂત બનવાનું કામ કરે છે. વધતી ઉંમરે શરીરમાં ઘણી વધી હાડકાને લગતી સમસ્યા થતી હોય છે, જેને દૂર કરવામાં માટે કેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર સરગવો ખાવાથી હાડકાને જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી હાડકા મજબૂત રહે છે અને હાડકાને લગતી અનેક સમસ્યા દૂર થઈ જાય છે.
રોજે એક ચમચીને હૂંફાળા પાણી સાથે સરગવાનો પાવડર મિક્સ કરીને પીવાથી શરીરમાં મોટાભાગના રોગોને દૂર કરવામાં મદદ મળશે. માટે ઔષધીય ગુણોથી ભરપૂર સરગવાનો પાવડર ખાવાથી દવાખાન નું પગથિયું ચડવાની જરૂર પણ નહીં પડે.