આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન શૈલી ખુબ જ ભાગદોડ વાળી થઈ ગઈ છે. તેવા ઘણા લોકો તેમના રોજિંદા આહારમાં પૂરતો ઘ્યાન પણ આપી શકતા નથી. જેના કારણે તેમની ખાણી પીણી અનિયમિત થઈ જાય છે.

તેવામાં ઘણા લોકો બીમારીના શિકાર પણ થઈ જતા હોય છે. આપણા શરીરમાં મોટાભાગની બીમારી પોષક તત્વોના અભાવના કારણે પણ થઈ શકે છે. તેવા માં આપણે પૌષ્ટિક અને પોષક તત્વોથી ભરપૂર હોય તેવા આહારને રોજિંદા જીવનમાં ખાવો જોઈએ.

આમ, તો આપણા શરીરને મજબૂત રાખવા માટે રોજે દેશી ગોળનું સેવન કરવામાં આવે તો આપણું શરીર એકદમ સ્વસ્થ અને નિરોગી રહે છે. પરંતુ જો દેશી ગોળ સાથે શેકેલા ચણાનું સેવન કરવામાં આવે તો તેના અદભુત ફાયદા પણ જોવા મળે છે.

મોટાભાગના દરેક વ્યક્તિએ શેકેલા ચણાનું સેવન કર્યું જ હશે. પરંતુ જેમને નથી કર્યું તેમને અવશ્ય શેકેલા ચણા અને દેશી ગોળનું સેવન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેનું સેવન રોજ કરવાથી આપણા શરીરના મશલ્સ એકદમ મજબૂત બની જાય છે.

શેકેલા ચણા અને દેશી ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, સોડિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન-સી, ફાયબર, ઝીંક, વિટામિન-બી-6 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આજે અમે તમને શેકેલા ચણા અને દેશી ગોળ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિશે જણાવીશું.

મશલ્સ બનાવવા: શેકેલા ચણા અને દેશી ગોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીનનો સ્ત્રોત મળી આવે છે. દરેક ઉંમરના વ્યક્તિએ આ બંને વસ્તુનું સાથે સેવન કરવું જોઈએ જેથી ઉંમર વઘે તો પણ આપણા મશલ્સ મજબૂત રહે. માટે દિવસમાં એક વખત શકેલા ચણા અને દેશી ગોળનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

વજન ઘટાડવા: શેકેલા ચણા અને દેશી ગોળને સાથે સેવન કરવાથી મેટાબોલિઝમમાં વધારો કરે છે. જેથી વજન કંટ્રોલમાં રહે છે. માટે વજન ઘટડાવા માટે શેકેલા ચણા અને દેશી ગોળને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

પેટની સમસ્યા દૂર કરવા: આપણા શરીરના મોટાભાગના રોગો પેટ સાફ ના થવાના કારણે થતા હોય છે. શેકેલા ચણા અને દેશી ગોળમાં ફાયબરમાં સારી માત્રામાં સ્ત્રોત મળી આવે છે. જે આપણા પેટને સાફ કરીને કબજીયાત અને અપચાની સમસ્યાથી છુટકાળો મેળવામાં મદદ કરે છે.

દાંત અને પેઢા મજબૂત કરે: શેકેલા ચણા અને દેશી ગોળમાં સારી માત્ર ફોસ્ફરસ મળી આવે છે. જે આપણા દાંત અને પેઢા ને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. નિયમિત પણે શેકેલા ચણા અને દેશી ગોળનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જેથી હદય ને લગતી સમસ્યા થતી નથી અને હૃદય સ્વસ્થ રહે છે.

હાડકાને મજબૂત કરે: શેકેલા ચણા અને દેશી ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમનો ખજાનો મળી આવે છે. જે આપણા હાડકાને મજબૂત બનાવી રાખવામાં ખુબ જ મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી 60 વર્ષની ઉંમરે પણ હાડકામાં કેલ્શિયમની ઉણપ સર્જાશે નહીં. માટે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત રહેશે. જેથી સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવાથી છુટકાળો મળશે.

ચહેરાની ચમક લાવવા: મહિલાઓ અને પુરુષો માટે આ બંને વસ્તુ ખુબ જ ઉપયોગી છે. તેમાં ભરપૂર માત્રામાં ઝીંક નો સ્ત્રોત મળી આવે છે. તેનું નિયમિત પણે સેવન કરવાથી ચહેરાનો ગ્લો વઘે અને ચહેરા પરની કરચલીને દૂર કરવામાં ઉપયોગી છે. જેથી વઘતી ઉંમરે પણ જવાન બનાવી રાખવાંમાં મદદ કરે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *