હાલમાં ભરપૂર માત્રામાં ઉનાળાની ગરમી પડી રહી છે તેવામાં દરેક વ્યક્તિને ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. તેવામાં આપણે ઘણા બઘા પીણા પીતા હોઈએ છીએ. જેમ કે, લસ્સી, છાશ, બદામ શેક, કોલ્ડ્રિક જેવા અનેક ડ્રિન્કનું સેવન કરતા હોઈએ છીએ.
આજે અમે તમને એક એવા કુદરતી પીણા વિષે જણાવીશું જેનું સેવન કરવાથી આપણા શરીરને ભરપૂર ઠંડક મળી રહે છે. તે પીણાંનું નામ શેરડીનો રસ છે. જે ઉનાળામાં મોટાભાગે ઘણી જગ્યાએ મળી આવે છે. જેને પીવાથી આપણા શરીરને ઘણા બઘા ફાયદાઓ પણ થાય છે
શેરડીના રસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જેમકે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, વિટમિન-સી, ઝીંક, ફાયબર જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. ઉનાળામાં આ પીણું અમૃત સમાન છે.
શેરડીની તાસીર ઠંડી છે જેથી આપણે જયારે પણ સેહરીનો રસ પીએ ત્યારે તેમાં બરફ નાખીયા વગર જ પીવો જોઈએ, જેથી તેમાં રહેલ પોષક તત્વો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે. શેરડીનો રસ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ઉનાળામાં ઘણા લોકો થોડું કામ કરે અને થાકી જતા હોય છે જેથી તેમના શરીરમાં એનર્જી ઓછી થઈ જાય છે. તેવામાં એક ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે તો શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. જે થાકને દૂર કરી મૂડ સુઘારીને તાજગી વાન રાખે છે.
ઘણા લોકોને હીમોગ્લોબિનની ટકાવાળી ઓછી હોય અને એનિમિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિ માટે શેરડીના રસનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણકે તેમાં રહેલ આયર્ન લોહીને વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે.
કુદરતી રીતે મળી આવતું આ પીણાંની તાસીર ઠંડી છે જેનું સેવન કરવાથી પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પિત્ત પ્રકૃતિમાં એસીડીટી, પેટની બળતરા, પગના તળિયામાં બળતરા, મગજમાં ગરમી ચડી જવી, શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિએ આ પીણું પીવું જોઈએ.
જેથી શરીરમાં કોઈ પણ પ્રકારની ત્વચા ગરમી હોય તો તેને દૂર કરીને શરીરને ઠંડક આપે છે. જેથી એસિડિટીમાં પણ રાહત મળે છે. આ રસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે આપણા હાડકા માટે ખુબ જ આ આવશ્યક તત્વ છે માટે આ રસ સેવન કરીને હાડકાને મજબૂત બનાવી શકાય છે.
આ કુદરતી રીતે મળી આવતા રસમાં સારી માત્રામાં ગ્લુકોઝ મળી આવે છે, જે આપણા શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. શેરડીના રસનું સેવન નિયમિત કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. જે આપણા હૃદયની કાર્ય ક્ષમતામાં વઘારો કરે છે. જેથી આપણું હૃદય પણ સ્વસ્થ રહે છે.
લીવર માટે શેરડીનો રસ સૌથી બેસ્ટ છે. માટે લીવર સંબંધિત સમસ્યા હોય તેમના માટે શેરડો રસ અમૃત સમાન છે. ઉનાળામાં દરરોજ એક ગ્લાસ શેરડીના રસનું સેવન કરવાથી લીવરમાં જામેલ બઘો જ કચરો દૂર થઈ જાય છે, જેથી લીવર ચોખ્ખું, સ્વસ્થ અને મજબૂત બને છે.
ગરમીમાં ઘણા લોકો પેશાબ કરવા જાય જયારે બળતરા થતી હોય છે. તેવા વ્યક્તિએ આ રસનું સેવન કરીને પેશાબને લગતી સમસ્યામાં રાહત મેળવી શકાય છે. આ રસમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે જે આપણી પેટને લગતી ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.