ઉનાળાની ઋતુ શરુ થતા જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં ગરમીથી રક્ષણ મેળવવા બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને બજારમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ઉનાળાના સૌથી વધારે લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તરબૂચ ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે. આ ઉપરાંત તરબૂચમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે કીડની, બ્લડપ્રેશર અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
તરબૂચ નું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તરબૂચ ની સાથે ઉનાળામાં લોકો શકરટેટી વધુ પસંદ કરતા હોય છે. શકરટેટી માં GI લેવલ ઓછું હોય છે, જેના કારણે બ્લડ શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. શકરટેટી માં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતની તકલીફને દૂર કરે છે.
એટલે કે શક્કરટેટી કબજિયાતની તકલીફમાં રામબાણ સાબિત થાય છે. શકરટેટી વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો ભરપૂર સ્ત્રોત છે આથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે હૃદયની બીમારીઓ અને કેન્સરથી બચવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. શક્કર ટેટી ખાવાથી ખુબજ ફાયદા થાય છે. તો ચાલો જાણીએ આ ફાયદા વિષે.
શકરટેટી ખાવાના ફાયદા: યુટીઆઈ (યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન)ની સમસ્યાથી પીડિત લોકો માટે શકરટેટી ખૂબ જ ફાયદાકારક છે. શક્કરટેટી ખાવાથી શરીરમાં જમા થયેલા બધા જ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. આ સાથે તેને ખાવાથી પેટ પણ સારી રીતે સાફ થાય છે.
ઉનાળામાં ત્વચાની સમસ્યા ખુબજ વધી જાય છે પરંતુ શકરટેટીનું સેવન કરવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે. શક્કરટેટી ઉનાળામાં તમને હાઈડ્રેટ રાખવા ઉપરાંત તે કબજિયાતમાં પણ રાહત અપાવે છે.
હવે જાણીએ શકરટેટીને કેવી રીતે આહારમાં સામેલ કરી શકો છો: શકરટેટીનો રસ: સૌ પ્રથમ શકરટેટીના બીજ કાઢીને તેના ચપ્પાની મદદથી નાના ટુકડા કરી લો. ત્યારબાદ બે કપ શકરટેટીને મિક્સરમાં બ્લેન્ડ કરો. પછી તેને સારી રીતે ગાળીને જ્યુસ અલગ કરી લો. આ જ્યૂસને છ મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
શકરટેટી મિલ્કશેક: શકરટેટીને ક્યુબ્સમાં કાપો. ત્યારબાદ મિક્સરમાં દૂધ, ક્રીમ અને બરફ નાખીને બ્લેન્ડ કરો. તો તૈયાર છે તમારું મસ્કમેલન મિલ્કશેક.
શકરટેટીની ખીર: જો તમે પણ ઉનાળામાં હેલ્ધી ડેઝર્ટ વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે શકરટેટીની ખીર લઈ શકો છો. આ માટે શકરટેટીને દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ સાથે પકાવી શકો.