આપણે દરેક વ્યક્તિ ઉનાળામા અગરમીથી બચવા માટે અનેક પ્રકારના પીણાં, ફળો, લસ્સી, જ્યુસ જેવી વસ્તુનું સેવન કરતા હોઈએ છીએ જેથી આપણું શરીર ઠંડક રહે અને કાળઝાળ ગરમીથી બચી શકીએ. ગરમીમાં આપણા શરીરમાં એનર્જી બની રહે તે જરૂરી છે.
ઉનાળામાં આપણા શરીરમાં કમજોરી થવાના પણ ઘણા બધા કારણો છે તેમાંનું એક કારણ પાણી છે. પાણી આપણા શરીરનો મહત્વનો ભાગ ભજવે છે. પાણી શરીરમાં ઓછું થઈ જવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે, જેથી આપણા શરીરમાં કમજોરી આવી જતી હોય છે.
આ માટે આપણે બને તેટલું વધારે પાણીનું સેવન કરવું જોઈએ જેથી આપણું શરીર હાઈડ્રેટ રહે. આ માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર લીટર પાણી તો પિવાઉં જોઈએ. તેન થી વધારે પીવાય તો પણ ખુબ જ સારું છે કારણે પાણી વઘારે પીવાથી શરીરનો બઘો જ કચરો બહાર નીકળી જાય છે.
આપણા શરીરને ઠંકડ મળી આવે અને ગરમીથી બચવા માટે આપણે એક પીણાંનું સેવન કરવાનું જેના વિષે આજે જણાવીશું, જેના સેવન થી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો સાથે શરીરને ભરપૂર એનર્જી પણ આપશે.
આ માટે આપણે સિકંજીનું સેવન કરવાનું છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી નો સારો સ્ત્રોત મળી આવે છે. જે આપણા શરીરમાં ઈમ્યુનિટીને બુસ્ટ કરવાનું કામ કરે છે. જેથી ગરમીમાં તેને પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે સાથે સ્ફૂર્તિવાન રાખશે છે. આ માટે ગરમીમાં સિકંજી પી શકાય છે.
સિકંજી પીવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો બહાર આવે છે, જેથી શરીરને સ્વસ્થ રાખવા માં પણ મદદ કરે છે, સાથે કબજિયાત અને એસીડીટીની સમસ્યામાં પણ રાહત મેળવી શકાય છે. આ માટે એક ગ્લાસ સિકંજી પેટની સમસ્યા દૂર કરશે.
સિકંજીમાં મળી આવતું વિટામિન-સી ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ એક પીણું પીવાથી લોહીમાં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય છે જેથી ત્વચા ના ખીલ અને ડાઘ દૂર થાય છે જેથી ત્વચાને લગતી સમસ્યા રહેતી નથી અને ત્વચામાં નિખાર લાવે છે.
ઉનાળામાં ગરમીના કારણે કોઈ પણ કામ કરતા હોય અને કામ પૂર્ણ ના થાય તો તેનું બહુ બધું ટેન્સન રહેતું હોય છે જેના કારણે આપણે ડિપ્રેશન અને તણાવ માં રહેતા હોઈએ છીએ આ બધી સમસ્યા ને દૂર કરવા માટે આપણે શિકંજી પીવી જોઈએ જે તણાવને દૂર કરે છે અને રિલેક્સ રાખે છે.
મોં માં અવતી ખરાબ વાસ ને દૂર કરવા માટે પણ આ પીણું ખુબ જ ઉપયોગી છે, આ અંતે ભોજન પછી એક ગ્લાસ સિકંજી પીવાથી બોલવામાં નીકળતા શ્વાસની દુર્ગઘ દૂર થાય છે. આ પીણું દાંત અને પેઠાંની સમસ્યા દૂર થાય છે.
સિકંજીમાં રહેલ પોટેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેલ રહે છે. માટે બ્લડપ્રેશરની સમસ્યા ઘરાવતા દર્દી માટે સિકંજી પી શકાય છે. આ પીણાંનું સેવન કરવાથી આંતડામાં જામેલ મળને પણ છૂટો કરે છે. આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.