આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

જેવી રીતે આપણા શરીરના બધા અંગો મહત્વના છે અને જેવી રીતે આપણે તેની સંભાળ લઈએ છીએ તેવી જ રીતે માથાના વાળની પણ સમયસર સાર સંભાળ લેવી જોઈએ કારણે માથાના વાળ પણ આપણું એક અભિન્ન અંગ છે. ખાસ કરીને વાળ યુવાનો માટે પોતાના શરીરની અને ચહેરાની સુંદરતામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ખાસ કરીને યુવતીઓ પોતાના વાળને લઈને ખુબ. વધારે ચિંતિત હોય છે. યુવાનીના સમયમાં વાળની પૂરતી દેખરેખ રાખવી ખુબજ જરૂરી છે. તમે જોયું હશે કે ફિલ્મમાં હીરો કે હીરોઇન અથવા કોઈ સેલિબ્રિટી હોય એમના વાળ એકદમ રેશમી અને મુલાયમ હોય છે.

તમે પણ તેમના વાળ જોઈને વિચારતા હશો કે મારા વાળ પણ તેમના જેવા રેશમી અને મુલાયમ બને. તો આ માહિતીમાં તમને એક એવી દેશી ટ્રીક વિષે જણાવીશું જે ટ્રિકનો ઉપયોગ કરીને તમે તમારા વાળ રેશમી અને મુલાયમ બનાવી શકો છો.

મોટા ભાગે આપણે બધા શેમ્પૂથી વાળ ધોતા હોઈએ છીએ. દરેક લોકો જુદા જુદા શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. આજના સમયમાં ઘણા બધા શેમ્પુ બજારમાં મળત હોય છે. શેમ્પુમાં એક વસ્તુ મિક્સ કરીને માથાના વાળ ધોવાથી વાળ એકદમ રેશમી અને સિલ્કી બની જશે. તમારા વાળ એકદમ સેલિબ્રિટી જેવા રેશમી, સિલ્કી અને ચમકદાર જોવા મળશે.

આ ઉપાય માટે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો છે. જયારે પણ તમે સ્નાન કરવા જાઓ છો અને વાળ ધોવા માટે જેટલા શેમ્પુનો ઉપયોગ કરો છો તેટલુંજ એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો છે. આ એલોવેરાનો છોડ તમારા ઘરની આજુબાજુ હોય તો તેનો ઉપયોગ કરવો અથવા તમે કોઈ આયુર્વેદિક દુકાને જઈને એલોવેરા જેલ લાવીને ઉપયોગ કરી શકો છો.

શેમ્પુ અને એલોવેરા જેલ ને સમાન પ્રમાણમાં લઇ માથામાં શેમ્પુ કરવાનું છે. માથામાં આ શેમ્પુ લગાવવાથી માથામાં જે ફીણ થાય છે તેને પાણીથી સાફ કરી લો. ત્યારબાદ તમારે તેમાં અડધી ચમચી દહીં લઇ ને હાથની મદદથી માથામાં લગાવવાનું છે. માથામાં દહીં દરેક વાળ સુધી પહોંચે તે રીતે દહીં લગાવી લો.

દહીં લગાવ્યાના 5 મિનિટ પછી તેને પાણીથી સાફ કરી લો. દહીં કંડિશનર જેવું કામ કરે છે. આ રીતે જો તમે તમારા માથાના વાળ ધોવો છો તો તમારા વાળ એકદમ સિલ્કી અને રેશમી સાથે ચકદાર બની જશે. તમે આ ઉપાય અઠવાડિયામાં એક કે બે વાર કરો છો યો પણ તમારા વાળ ચમકદાર, સિલ્કી અને રેશમી થઇ જશે.

આ એકદમ ઘરેલુ અને સરળ ઉપાય છે જે દરેક લોકો કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે અને તમે આ ઉપાય તમારા વાળ રેશમી, સિલ્કી અને ચમકદાર બનાવવા માટે કરશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *