આજની ભાગદોડભરી જિંદગીમાં કોઈ માણસ પાસે પોતાના શરીરની કાળજી લેવાનો સમય નથી. આજનું જીવન પહેલાના જીવન કરતા સુખ સગવડવાળું અને ખુબજ ઝડપી બની ગયું છે. આજના સમય કરતા પહેલાના સમયમાં લોકો ઓછા બીમાર પડતા હતા અને આરામથી 70 થી 100 વર્ષ સુધી કોઈપણ રોગ વગર જીવી શકતા હતા.
જ્યારે આજના સમયમાં બધા લોકોનું જીવન માંડ 50 થી 65 વર્ષનું થઇ ગયું છે. આ 50 થી 65 વર્ષના સમયગાળામાં પણ આપણે કોઈના કોઈ બીમારી કે રોગોથી પીડાઈ રહ્યા હોઈએ છીએ. આવું થવાનું કારણ અત્યારનો માણસ ખુબજ ચિંતા અને તણાવ માં જોવા મળે છે સાથે સાથે ચહેરા પરની ખુશી ખુબજ ઓછા લોકોમાં જોવા મળે છે.
તો અહીંયા તમને કેટલીક ટિપ્સ કે વસ્તુઓ વિષે જણાવીશું જેને અનુસરીને તમે અને તમારો પરિવાર આરામથી 70 વર્ષ જીવી શકશે અને કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓથી બચી શકશે. આ ટિપ્સ એકદમ નાની નાની છે પરંતુ ખુબજ અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ.
1) દરરોજ સવારે ઉઠીને 20 થી 30 મિનિટ કસરત કે વ્યાયામ કરો. બની શકે તો તમારી આજુબાજુ કોઈ ખુલ્લી જગ્યા કે ગાર્ડન હોય ત્યાં એકાંતમાં જાઓ.
2) સવારે ઉઠવાની સાથે એક ગ્લાસ પાણી પીવો અને સવારનું વાસી થુંક ગળે ઉતારો. સવારે નરણાકાંઠે પાણી પીવાથી નાની મોટી બીમારીથી દૂર રહે છે.
3) આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવો. ઠંડા પાણીથી આંખો ધોવાથી આંખમાં રહેલો કચરો અને ધૂળ દૂર થાય છે અને આંખો તેજવાળી રહે છે. ઠંડા પાણીથી આંખો ધોવાથી ચશ્મા હોય તો તેમાં રાહત થાય છે. 4) વાળમાં હંમેશા તેલ નાખો. વાળમાં તેલ નાખવાથી વાળ ખરવા, તૂટવા, બે ભાગ થવા, સફેદ થવા, વાળમાં ખોડો થવી વગેરે સમસ્યાથી દૂર રહી શકાય છે.
5) ઉતાવળે શ્વાસ ન લેવો. ફેફસાં અને હૃદય નિરોગી રેહશે. હંમેશા શ્વાસ લેતી વખતે ધ્યાન રાખવું, ખુબ જ ઉતાવરે શ્વાસ લેવાથી શરીરમાં તકલીફ થઇ શકે છે. 6) સમય વગર ખાવાનું બંધ કરો, હોજરી સારી રીતે કામ કરશે. જયારે પણ ખાવાનો સમય થાય ત્યારેજ ખાવાનું રાખો. સમય વગર ખાવાથી પેટની સમસ્યાઓ થઇ શકે છે.
7) બપોરના સમયે તીવ્ર પ્રકાશ સામે ક્યારેય પણ ન જોશો, આંખો સારી રહેશે. બપોરે સૂર્ય પ્રકાશ ખુબજ વધુ હોય છે એટલા માટે જયારે આપણે સૂર્ય સામે જોઈએ છીએ ત્યારે આપણી આંખો અંજાઈ શકે છે અને આંખને નુકશાન થઇ શકે છે.
8) ઘોંઘાટવાળા સ્થળોથી દૂર રહો, મન અને કાન બંને સ્વસ્થ રહેશે. ઘોંઘાટવાળા સ્થળે રહેવાથી તમારૂ મન સારી રીતે કામ કરી શકતું નથી અને તમારા કાનને પણ ખુબજ નુકશાન થાય છે. 9) કાચબાની ગતિએ કામ કરો, મન શાંત રહેશે અને પ્રગતિ થશે. કોઈ પણ કામ કરો ત્યારે ખુબજ વધુ ઉતારવા કરવાથી તમને નુકશાન થઇ શકે છે.
10) મીઠી, તાજી ઘરેલુ છાશ પીવાનું રાખો. ઝાડા, ઉલટી અને મૂત્ર રોગ નહીં થાય. બની શકે તો દરરોજ બપોરે એક ગ્લાસ છાશ પીવો. છાશ ખોરાકને પાચન કરાવવામાં મદદ કરે છે જેથી પેટની સમસ્યાઓ થતી નથી. અહીંયા જણાવેલી ટિપ્સનું જો તમે પાલન કરશો તો તમે પણ 70 વર્ષ સુધી નિરોગી અને તંદુરસ્ત રહી શકો છો.