આજના યુગમાં જમવાનું બરાબર ના હોવાના કારણે અથવા અન્ય કોઈ કારણો સર ચામડીના રોગો થવાનું પ્રમાણ વધી ગયું છે. જેમ ખુબ જ ઝટીલ અને ખુબ જ સરળતાથી દૂર ના થાય તેવી બીમારી એટલે કે ખંજવાળ અને ખરજવું.
ચામડીના રોગોમાં ઘણી બધી અલગ અલગ દવાઓ કરવાથી ફેર પડતો હોય છે પરંતુ. તેના પડેલ ડાધને જતા ખુબ જ વાર લાગતી હોય છે. તેવામાં ચામડીના રોગને દૂર કરવામાં ઘણી બધી દવાઓ, ક્રીમ વગેરેમાં ઘણો બધો ખર્ચ પણ કરવો પડતો હોય છે.
માટે આજે અમે તમને ખંજવાળ, ખરજવું દૂર કરવાનો ખુબ જ સરળ ઉપાય જણાવીશું, જે ખૂબ જ અસરકારક સાબિત થશે, જેમાં ખુબ જ ઓછા ખર્ચ માં ખુબ જ સારું રિજલ્ટ જોવા મળશે. જે ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવા માટે ખુબ જ કારગર સાબિત થાય છે.
ચામડીના રોગને દૂર કરવા માટે આ ઉપાય ના રોજે માત્ર બે જ ટીપાનો ઉપયોગ કરવાનો રહેશે. જેથી ચામડીના રોગ વખતે ચામડી પર આવતી ખંજવાળને દૂર કરીને તેના ડાધને સંપૂર્ણ રીતે દૂર કરવામાં મદદ કરશે. જેથી પહેલા હતી તેવી જ સ્કિન થઈ જશે.
આપણે બધા જાણીએ છીએ કે પેહલાંના સમયમાં દવાઓ નહતી તેવા સમયે દરેક વ્યક્તિ કોઈ પણ બીમારી માટે આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજના સમયમાં આયુર્વેદિક પદ્ધતિઓ લોકો ભૂલવા લાગ્યા છે. પરંતુ આયુર્વેદિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે તો તેનો ચોક્કસ ફાયદો થાય છે.
ખંજવાળ અને ખરજવુંને દૂર કરવા માટેનો ઘરેલુ ઉપચાર: આ ઉપચાર માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે, આ માટે સૌથી પહેલા એક બાઉલ લઇ લો, હવે તેમાં બે ચમચી લીમડાનું તેલ લેવાનું છે, ત્યાર પછી તેમાં બે કપૂરની ગોટીને પીસીને ભૂકો કરી તેલમાં નાખો, હવે તેમાં અડધી ચમચી હળદર મિક્સ કરવાની છે.
હવે બધા ને બરાબર હલાવીને મિક્સ કરી લો, હવે ચામડીના રોગને દૂર કરવા માટેની આયુર્વેદિક દવા તૈયાર થઈ ગઈ છે. હવે આ નો ઉપયોગ અસરગ્રસ્ત જગ્યાએ લાગવાનું છે. આ માટે આપણે હાથનો ઉપયોગ કરવાનો નથી. હાથનો ઉપયોગ કરવાથી ચામડીના રોગમાં ઈન્ફેક્શન થાય છે જેના કારણે એ વધી શકે છે, આ માટે હંમેશા ચામડીના રોગમાં દવા કે તેલ લગાવો તો રૂ નો ઉપયોગ કરવો જોઈએ.
હવે તેલમાં રૂ ડબોળીને બે ટીપા અસરગ્રસ્ત જગ્યાએ પાડીને ઋણી મદદથી તે ભાગ પર ફેરવી દો. આ રીતે દિવસમાં બે વખત કરવાથી માત્ર 2 દિવસમાં જ ગમે તેવું ખરજવું, ખંજવાળ,ડાધ જેવા ચામડીના રોગને દૂર કરશે. આ ઉપચારનો ઉપયોગ કરવાથી વર્ષો જૂનું ખરજવું હોય તો તે પણ દૂર કરી દેશે.
આ ઉપચારમાં ઉપયોગ કરવામાં આવતા લીમડાના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે, કપૂર ચામડીના થયેલ રોગને વધતા અટકાવી તેનો નાશ કરે છે.આ ઉપરાંત હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે જે ચામડીના રોગને દૂર કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે.