દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની ત્વચા ચમકદાર બને અને તે બીજા કરતા વધુ સુંદર દેખાય. આ માટે દરેક લોકો પ્રયાસ કરતા હોય છે. તમે સુંદર અને ત્વચા પર ચમક લાવી શકો છો. આ માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમારે કંઈ અલગ કરવાની જરૂર નથી.

બસ, તમારી જાતનું ધ્યાન રાખી અને કેટલીક બ્યુટી ટિપ્સ રોજિંદા જીવનમાં અપનાવવાની છે. બજારમાં ત્વચા ચમકદાર બનાવવા અને ચહેરાને સુંદર બનાવવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ તે દરેક ટ્રીટમેન્ટ ત્વચાને સૂટ કરતી નથી. તેથી ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે આપણે ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકીએ છીએ. ચાલો જાણીએ કે ચહેરાને ચમકદાર બનાવવા માટે શું કરવું જોઈએ.

ગ્લોઇંગ સ્કિન મેળવવાના ઉપાયો: ચહેરો ચમકે છે અને સુંદરતા દેખાય એ આજની દરેક છોકરીની ઈચ્છા હોય છે, પછી ભલે તેની ઉંમર કોઈ પણ હોય. ઘર અને રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જેની મદદથી તમારા આપણા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તમારી કેટલીક સારી આદતો ચમકદાર ત્વચા મેળવવામાં પણ મદદ કરે છે.

સારી ઊંઘ લો: આખો દિવસ કામ કરવું અને રાત્રે મોડે સુધી જાગવું અને સારી રીતે 8 કલાક પૂરતી ઊંઘ ન લેવી એ તમારી ત્વચા માટે સારું નુકશાનકારક છે. તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર કરે છે. પૂરતી ઊંઘ ન લેવાથી સવારે તમારી આંખો ફૂલી અને લાલ થઇ જાય છે.

જો આ ચક્ર ઘણા દિવસો સુધી ચાલુ રહે છે, તો તે દિવસ દૂર નથી જ્યારે તમારી આંખ નીચે કાળા કુંડાળા દેખાશે. આ સાથે તમે થાકનો અનુભવ કરશો અને તમારી ત્વચા પણ નિસ્તેજ દેખાશે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે તમારી ત્વચાના કોષો તે જ સમયે બૂસ્ટ થાય છે. પરંતુ જો તમને પૂરતી ઊંઘ ન મળે, તો રાત્રે તમારી ત્વચા દ્વારા આ બુસ્ટિંગ ઘટશે અને ચહેરો થાકેલા અને બિનઆરોગ્યપ્રદ દેખાશે.

પુષ્કળ પાણી પીવો: વધુ પાણી પીવું એ આપણી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આપણા શરીરની અંદરની ગંદકી દૂર કરે છે અને શરીરના નવા કોષો બનાવે છે. જો તમે ઈચ્છો તો તમારા પાણીમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ઉમેરીને પણ પી શકો છો જેથી તમને તે પાણી પીવાના ફાયદા ડબલ મળશે.

આ માટે તમે સવારે ઉઠીને તમે એક ચપટી તજ મિક્સ કરીને ઉકાળેલું પાણી પી શકો છો. આનાથી વજન ઘટાડવામાં મદદ મળશે સાથે સાથે જ તમને ગ્લોઈંગ સ્કિન પણ મળશે.આ સિવાય તમે ઇચ્છો તો સ્ટ્રોબેરીનો જ્યૂસ પણ પાણીમાં મિક્સ કરીને પી શકો છો. તેના નિયમિત સેવનથી ચહેરા પરના દાગ ગાયબ થઈ જાય છે અને ચહેરો ચમકવા લાગશે.

નિયમિત વ્યાયામ કરો: નિયમિત વ્યાયામનો અર્થ માત્ર વજન ઘટાડવાનો નથી, પરંતુ શરીરને આકારમાં લાવવા અને ચહેરા પર ચમક લાવવાનો છે. નિયમિત વ્યાયામથી ચહેરા પર ચમક વધે છે અને મન પણ પ્રસન્ન રહે છે. આટલું જ નહીં, તમારો મૂડ પણ સારો રહે છે, વ્યાયામ કરવાથી શરીરમાં થોડો થાક લાગે છે અને ગાઢ ઊંઘ પણ આવે છે, જે ચહેરાની ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે વ્યાયામ કરવાથી કુદરતી રીતે ચહેરો સુંદર દેખાવા લાગે છે.

સૂર્ય નમસ્કાર, વૉકિંગ, સાઇકલિંગ, જોગિંગ, ડાન્સિંગ જેવી એક્સરસાઇઝ ત્વચાને ચમકદાર બનાવવા માટે ઉત્તમ છે. તો તમે આ બધું ના કરી શકતા હોય તો તમે ઝડપથી ચાલી શકો છો. જો તમે દરરોજ માત્ર 10 મિનિટ કસરત કરો છો, તો એક મહિના પછી તમે જાતે જ અનુભવ કરશો અથવા તો તમારો ચહેરો બદલતા જોશો. આ એવો ઘરગથ્થુ ઉપાય છે જે જેમાં તમારે વધારે કંઈપણ કરવાની જરૂર નથી

યોગાભ્યાસ: તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે યોગ મહત્વનો ભાગ ભજવે છે. યોગ તમારી ત્વચાના સ્નાયુઓને કડક બનાવે છે અને તેને નિખારે છે. શારીરિક કસરતની સાથે તે તમને માનસિક રીતે પણ શાંત કરે છે. જ્યાં સુધી તમે અંદરથી સ્વસ્થ નથી હોતા ત્યાં સુધી તેનાથી તમને સંતોષ અને શાંતિ મળતી નથી જે ચહેરા પર જોઈએ શકાય છે.

ચહેરા પર ચમક લાવવા માટેના મુખ્ય યોગ માં ચક્રાસન, સર્વાંગાસન, હલાસન, શીર્ષાસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. આ આસનો શરીરમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ વધારે છે, જેનાથી ચહેરા પર ચમક આવે છે. આ યોગાસનથી કરચલીઓ ઓછી થાય છે. તે ત્વચાની સુસ્તી ઘટાડે છે અને ચમકતી ત્વચા મેળવવા માટે જરૂરી છે.

સાબુનો ઉપયોગ કરશો નહીં: સાબુનો ઉપયોગ કર્યા વિના, તમે તમારી ત્વચાને સ્વચ્છ નથી અનુભવતા. પરંતુ શું તમે જાણો છો કે સાબુનો વધુ પડતો ઉપયોગ તમારા ચહેરાની ત્વચા માટે સારું નથી? સાબુમાં કેટલાક રસાયણો હોય છે જે ત્વચાને નિર્જીવ બનાવે છે.

આટલું જ નહીં, તમારી ત્વચાને શુષ્ક બનાવે છે, ત્વચામાંથી કુદરતી તેલ અને સીબમ દૂર કરે છે અને ભેજને દૂર કરે છે. સાબુના ઉપયોગ થી ત્વચાનું પીએચ સ્તર અસંતુલિત થઈ જાય છે અને ત્વચા નીરસ થવા લાગે છે.

જો તમે ઈચ્છો તો સાબુને બદલે ઘરગથ્થુ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તમારા ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. બજારમાં કેટલાક નેચરલ ફેસ વોશ પણ ઉપલબ્ધ છે, જે તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ કરતા નથી.તમે જે પણ ફેસ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, તેની ખાતરી કરો. તે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ છે.

તણાવમાં ન રહો: તણાવ એ એક એવો રોગ છે, જે ઉપરથી દેખાતો નથી, પણ તમને અંદરથી ખાઈ જાય છે. તણાવ માનસિક સ્તરે તમને પરેશાન કરવા ઉપરાંત, તે તમારા સ્વાસ્થ્ય પર પણ હુમલો કરે છે. તણાવથી આપણા શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન બને છે જેથી ત્વચા વધુ પડતી સીબુમ છોડે છે, જેના કારણે છિદ્રો ભરાઈ જાય છે. સતત તણાવ ચહેરા પર ખીલ થવાનું એક કારણ પણ છે.

તણાવની સ્થિતિમાં તમારા શરીરને શાંત કરવા માટે તમારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ.જો તમે ઈચ્છો તો સ્નાન કરતી વખતે સુગંધી દ્રવ્યનો ઉપયોગ કરો, તેનાથી તમારા તણાવયુક્ત મનને શાંતિ મળશે. સ્નાન કરવું ઘણી હદ સુધી તણાવને દૂર કરવામાં અસરકારક છે. તમારા ચહેરાની ત્વચાના જ્ઞાનતંતુઓને હળવાશ અનુભવવા માટે તમે તમારા ચહેરા પર બરફ ઘસી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *