એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આબોહવા પરિવર્તનને કારણે આસપાસના તાપમાનમાં વધારો થવાથી દુનિયાભરના લોકો પર ઊંઘની રીત પર નકારાત્મક અસર પડી શકે છે. વન અર્થ જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં એવું જાણવા મળ્યું વર્ષ 2099 સુધી પ્રતિ વ્યક્તિ દીઠ 50 થી 58 કલાકની ઊંઘ ઓછી થઇ શકે છે.
આ સિવાય, એવું જાણવા મળ્યું હતું કે ઓછી આવક ધરાવતા દેશોના રહેવાસીઓની સાથે સાથે મોટી ઉંમરના લોકો અને સ્ત્રીઓમાં ઊંઘ ના આવવી, તેના પર તાપમાનની અસર જોવા મળી હતી.
માનવ સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી એ ખુબજ જરૂરી છે. પરંતુ ગરમ તાપમાનના કારણે ઘણા લોકો પૂરતી ઊંઘ લઇ શકતા નથી. પૂરતી ઊંઘ ન લેવાથી ઘણા લોકોને લાંબા સમયે જુદી જુદી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આ આર્ટિકલમાં તમને એવા સરળ ઉપાય જણાવીશું જે ઉપાય કરીને તમે માત્ર 5 મિનિટમાંજ ઘસઘસાટ ઊંઘ મેળવી શકો છો.
1) પગના તળિયાની માલિશ : રાત્રે સુતા પહેલા સરસવના તેલથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો તો દરરોજ રાત્રે સૂતી વખતે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી થાક દૂર થાય છે, તણાવ ઓછો થશે અને સારી ઊંઘ આવશે. પગના તળિયાની માલિશ કરવાથી શરીરને આરામ મળે છે અને મન શાંત થઇ જાય છે.
આ સિવાય, તળિયાની માલિશ કરવાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. ભોપાલના આયુર્વેદિક નિષ્ણાત અબરાર મુલતાની અને જેમણે ઘણા સ્વાસ્થ્ય વિષયો પર પુસ્તકો લખ્યા છે, તેઓ કહે છે કે આ તેલમાં બીટાકેરોટીન, આયર્ન, ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જેનાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે.
2) હળદરવાળું દૂધ : જો તમે રિલેક્સ થવા માંગતા હોય અને સાથે જ સારી ઉંઘ લેવા ઈચ્છો છો અને સાંધાના સોજાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવો. હળદરમાં એમિનો એસિડ હોય છે, જેના કારણે દૂધ સાથે તેનું સેવન કરવાથી સારી ઉંઘ આવે છે.
સારી ઊંઘ માટે તમે રાત્રે સૂવાના 30 મિનિટ પહેલાં હળદરનું દૂધ પીવો. તેમાં એમિનો એસિડ્સ, મિનરલ્સ અને બીજા મહત્વપૂર્ણ સંયોજનોથી ભરપૂર છે જે વધુ ગાઢ ઊંઘને પ્રોત્સાહન આપવા માટે વૈજ્ઞાનિક રીતે દર્શાવવામાં આવેલું છે.
રોગપ્રતિકારક શક્તિ-બુસ્ટિંગ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાથી રોગ અને ઇન્ફેક્સન સામે લડવામાં મદદ કરી શકે છે. તેમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ ધરાવતા તત્વો છે જે સાંધાનો દુખાવો અને જકડનને ઘટાડી શકે છે.
3) મેડિટેશન કરો : જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો, આવા તમે એકલા નથી, દુનિયાભરમાં લગભગ 35 થી 50 ટકા પુખ્ત વયના લોકો નિયમિતપણે અનિદ્રાના લક્ષણોનો અનુભવ કરે છે. ઘણા લોકોને તણાવના કારણે ઊંઘમાં મુશ્કેલી પડે છે.
આ એટલા માટે છે કારણ કે તણાવ ચિંતાનું કારણ બની શકે છે, જેના કારણે સારી ઊંઘ લેવામાં મુશ્કેલી પડે છે. મેડિટેશન તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરી શકે છે. આ તકનીક મન અને શરીરને શાંત કરી શકે છે. જ્યારે સૂવાનો સમય પહેલાં મેડિટેશન કરવામાં આવે છે, ત્યારે એકંદર શાંતિને પ્રોત્સાહન આપીને અનિદ્રાની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે.
તો તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી તો આ ત્રણ ઘરગથ્થુ ઉપાયોની મદદથી તમે પણ રાત્રે પૂરતી ઊંઘ મેળવી શકો છો. આવી વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.