આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે સારી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. આજના આધુનિક યુગમાં નવી નવી ટેક્નોલાજી વિકસિત થતી જાય છે તેવામાં વ્યક્તિ કામમાં ખુબ જ વ્યસ્ત રહેતો હોય છે અને એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ઘ્યાન આપતા નથી. વધુ પડતા કામના ટેન્શન ના કારણે વ્યક્તિ સારી રીતે ઊંઘ મેળવી શકતો નથી.

જયારે વ્યક્તિ ઊંઘ પુરી ના કરે ત્યારે તેમનું શરીર થાકેલું હોય તેવું જોવા મળે છે. આજે અમે તમને સારી ઊંઘ મેળવવા માટે કઈ ટિપ્સને અપનાવવી જોઈએ એના વિષે આજે અમે તમને જણાવીશું. જો તમે પણ આ ટિપ્સને અપનાવશો તો પથારીમાં પડતાની સાથે જ ધસધસાટ અને સારી ઊંઘ આવી જશે.

ઊંઘ મેળવવા માટે જે લોકો ગોળીઓ લેતા હોય તેવા લોકો માટે આ ટિપ્સ ખુબ જ ફાયદાકારક સાબિત થશે, આ ટિપ્સ દરેક વ્યક્તિ આપનાવી શકે છે જેથી વ્યક્તિ સંપૂર્ણ રીતે સારી ઊંઘ મેળવામાં સક્ષમ અને કાર્યશીલ રહેશે.

સારી ઊંઘ લાવવાની ટિપ્સ:
ભોજન કરીને ના ઊંઘવું: ઘણા લોકોની એવી ટેવ હોય છે કે તે ભોજન કર્યા પછી સુઈ જતા હોય છે. પરંતુ તેમની આ ખરાબ ટેવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ માનવામાં આવે છે, કારણકે રાત્રીના ભોજન પછી તરત સુઈ જવાથી ડાયજેશન થતું નથી અને ખોરાક પચતો નથી,

જેના કારણે પેટ ખરાબ થાય છે જેના લીધે સુવા જઈએ ત્યારે સારી ઊંઘ આવતી નથી. આ માટે તમારે ભોજન કરતી વખતે પેટ થોડું ખાલી રાખવું અને ભોજન કર્યાના 2 કલાક પછી સૂવું જોઈએ. જે સારી ઊંઘ લાવવા માટે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

સાવર લેવું: આંખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તો રાતે સુતા પહેલા સાવર લેવું જોઈએ. આખો દિવસ કામ કરીને આવ્યા પછી રાતે સુવાના પહેલા સાવર લેવામાં આવે તો એકદમ ફ્રેશ અને તાજગી ભર્યું લાગે છે, જેના કારણે સુવા જઈએ ત્યારે સારી અને ધસધસાટ ઊંઘ આવશે.આ માટે સુવાના પહેલા 10 મિનિટ સાવર લેવું જોઈએ.

ઘ્યાન કરવું : રાતે સુવા જાઓ અને ઊંઘ ના આવે અને આમતેમ પડખા ફેરવવા પડતા હોય તો એક રૂમ માં બેસીને ઘ્યાન કરવું જોઈએ, આ સમયે તમારી આસપાસ કોઈ પણ પ્રકારનો અવાજ ના આવવો જોઈએ આ માટે તમે તમારો રૂમ લોક કરીને 10 મિનિટ માટે ઘ્યાન કરવતી વખતે ભગવાન ના નામનું સ્મરણ કરવું જોઈએ,

જેના કારણે મગજમાં સારા વિચારો આવશે અને દિવસ દરમિયાન આખો દિવસ લાગેલ થાક અને ટેન્સન બધું જ દૂર થઈ જશે. આ ઉપરાંત નકારાત્મ ઉર્જાને દૂર કરી સકારત્મક ઉર્જાનો સંચાર થશે, જો તમે સુવાના પહેલા 10 ઘ્યાન કરી લેશો તો પથારીમાં પડતાની સાથે જ ધસધસાટ ઊંઘ આવી જશે.

જો તમને પણ રાતે સુવા જાઓ ત્યારે ઊંઘ આવતી નહિ અને આમતેમ પડખા ફેરવવા પડે છે તો આ ત્રણ અપનાવી લેશો તો એક પણ રૂપિયાની ઊંઘ ની ગોળીઓ લીધા વગર જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *