વસંતની ઋતુ વિષે તો બધા લોકો જાણતા હશે કે સામાન્ય રીતે વસંતની ઋતુ માર્ચ મહિનાથી શરૂ થાય છે અને જૂનમાં પૂરી થાય છે, આ ઋતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સુખદ હોય છે. આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, શરીરમાં કફ દોષના વધારાને કારણે વસંતઋતુને ‘કફ ઋતુ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ સમયગાળામાં સૂર્યની વધતી ગરમીને કારણે એલર્જી, સાઇનસાઇટિસ જેવા લક્ષણો આ ઋતુમાં વધુ જોવા મળે છે. આ સમયગાળામાં શરીરમાં બીજી પણ ઘણી બીમારીઓ થાય છે. જો તમે આ લક્ષણોથી બચવા માંગતા હોવ તો તમે આ 6 આયુર્વેદિક નુસખાઓ અનુસરી શકો છો.
દરરોજ વ્યાયામ કરો: તમારા માટે વસંતઋતુમાં કસરત કરવી ફરજિયાત બનાવો. કસરત કરવાથી શરીરમાં કફને સંતુલિત કરવામાં મદદ મળે છે. તેનાથી શરીરની પાચન શક્તિ વધે છે. દરરોજ વ્યાયામ કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. આ ઉપરાંત તમે 70 વર્ષ સુધી સ્વસ્થ્ય રહી શકો છો.
આદુની ચા પીવો: તમે ચાના શોખીન હોવ તો તમે આદુવારી ચા પીવાનું રાખો. આદુ પ્રકૃતિમાં ગરમ અને શુષ્ક છે. આદુ શરીરમાં કફને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તેથી, વસંતઋતુમાં આદુની ચા પીવી શ્રેષ્ઠ છે. આદુની ચા તણાવથી દૂર રાખે છે અને આળસને પણ દૂર રાખે છે. આદુની ચા શરદી-કફ અને ઉધરસરથી પણ રાહત આપે છે.
સવારે વહેલા ઉઠો: દિવસના કફ સમયને ટાળવા માટે સવારે વહેલા ઉઠવાનો અથવા સૂર્યોદય પહેલા ઉઠવાનો પ્રયાસ કરો. ઊંઘ અને કફમાં સમાન ગુણધર્મો હોય છે, તેથી જ્યારે આપણે સવાર સુધી સૂઈએ છીએ ત્યારે કફ સમય જે સૂર્યોદય પછીનો છે, ત્યારે આપણા શરીરમાં કફનું સ્તર આપોઆપ વધે છે.
આહાર: વધુ પડતો ભારે, ઠંડો, ખાટો અને મીઠો ખોરાક ન ખાવો જોઈએ. રાત્રે હળવો ખોરાક ખાવાનું રાખો આ ઉપરાંત માત્ર રાંધેલો અને ગરમ ખોરાક જ ખાઓ. ઉનાળામાં ખાસ કરીને વધુ બરફ અથવા ખૂબ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો. જૂના જવ, ચોખા અને ઘઉંનું સેવન કરવાનું ટાળો.
દિવસ દરમિયાન ઊંઘશો નહીં: વસંતઋતુમાં દિવસ દરમિયાન સૂવું નહીં. દિવસ દરમિયાન સૂવાથી કફનું સ્તર વધે છે અને તેનાથી અપચોની સમસ્યા થાય છે. ખાઈને તરત જ સૂવાથી ખોરાક પચવામાં ઘણી તકલીફ થાય છે અને પાચન નબળું પડી જાય છે.