આજના આધુનિક સમયમાં લોકોને બહારના મસાલેદાર અને ચટપટું ખાવાના વધારે શોખીન હોય છે જેથી વ્યક્તિ ઘરનો હેલ્ધી ખોરાક છોડીને બહારના ફાસ્ટફૂડ અને સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે. પરંતુ તે ખોરાક સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
હાલમાં ચાલી રહેલ ચોમાસાની ઋતુમાં બહારની આવી ચટપટી વસ્તુઓ ખાવાથી ઘણી બીમારીના શિકાર બની શકો છો. ચોમાસામાં બહારના સ્ટ્રીટ ફૂડ ખાવાની સ્વાસ્થ્ય ને સૌથી વધુ જોખમ રહે છે. આ ઋતુમાં તે ખોરાક ખાવાથી ઘણા બેક્ટેરિયા શરીરમાં જવાના કારણે વાયરલ ફેવર, કોલેરા, ડાયેરિયા જેવી બીમારી થઈ શકે છે.
આ ઋતુ એવી ઋતુ છે જેમાં સૌથી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું મન થતું હોય છે. પરંતુ આ ઋતુમાં બહારના ખોરાક ખાવાથી ઘણું દૂર રહેવું જોઈએ જેથી શરીરને અનેક પ્રકારના વાયરલ બીમારી અને ઈન્ફેક્શનના શિકાર થી બચાવે છે. આ માટે લાળી માં મળતા અને ઘાબામાં મળતા ફૂડ થી દૂર રહેવું જોઈએ.
આ સીઝનમાં ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. તેવામાં ઝાડાની સમસ્યા અને ફૂડ પોઈઝનીંગ થવાની શક્યતા રહે છે. કારણકે આ ઋતુમાં તાપમાન ઘટે છે જેના પરિણામે જીવાણુઓ અને બેક્ટરિયાઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે ઝડપથી ફેલાય અને ચેપ ગ્રસ્ત બનાવે છે.
જયારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે તેવામાં બેક્ટેરિયા વધુ ઉત્પન્ન થતા જોવા મળે છે, જયારે તેમાંથી કોઈ પણ એક મચ્છર કરડે કે તેના ઈન્ફેક્શનના કારણે ઘણા પ્રકારના રોગો થાય છે.
બહારના સ્ટ્રિર ફૂડ ખાવાથી થતા રોગો: રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે, સ્ટ્રીટફૂડ માં રહેલ હાનિકારક બેક્ટેરિયા શરીરમાં જવાથી સ્વાસ્થ્ય બગડી શકે, ઝાડા થવા, પેટ ખરાબ થવું, ફૂડ પોઈઝનીંગ, કોલેરા, ડાયેરિયા જેવા રોગો થવાની સંભાવના રહે છે.
ચોમાસામાં થતી વાયરલ અને ઈન્ફેક્શનને લગતી બીમારીથી બચવા માટેના આ ઉપાય કરવાથી બચી શકાય છે. આ માટે દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તમારા ઘરની આસપાસ અને ઘરમાં સાફ સફાઈ સારી રીતે કરો, જયારે પણ કોઈ વાયરલ બીમારીથી પીડાય છે ત્યારે તેના સંપર્કથી દૂર રહો.
ઠંડી અને વાસી ખોરાક ખાવાનું ટાળો, રોજે તાજો અને ગરમ આહાર ખાઓ, દિવસની શરૂઆતમાં 20-30 મિનિટ યોગા અને હળવી કસરત કરો, રોજે એક બે સીઝનમાં માલ્ટા ફળો ખાઓ, શાકભાજી વધુમાં વધુ સેવન કરો, શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજે રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂધમાં હળદર મિક્સ કરીને પીવું જોઈએ.
જો તમે આ ઋતુમાં સ્વસ્થ અને નિરોગી રહેવા માંગતા હોય તો આ ઉપાય જરૂર અપનાવજો. લાળીમાં મળતા સસ્તા સ્ટ્રીટ ફૂડનું સેવન કરીને શરીરને બગાડયા વગર તેના થી દૂર રહેવું આ સીઝનમાં ખુબ જ જરૂરી છે. જો તમે પણ બહારના સ્ટ્રીટ ફૂડ અને જંકફૂડનું સેવન કરો છો તો તેનાથી દૂર રહીને સ્વાસ્થ્યને અનુકૂળ હેલ્ધી ખોરાક ખાવો જોઈએ.