આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

Health Tips : આપણી આજ કાલ ની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આપણે જેમ બને તેમ બધું ઘરે બેઢા મેળવવા માંગીએ છીએ. ટૂંક જ ગાળા માં વધુમાં વધુ ફાયદો થાય તેવી બાબતો આપણે પસંદ કરીએ છીએ.
તો ચાલો તમને બતાવું 6 દિવસનાં ડાયેટ પ્લાન . જેની મદદથી તમે 6 દિવસની અંદર છ થી સાત કિલો વજન ઉતારી શકશો.

પ્રથમ દિવસે: પેટ ની ચરબી ઉતારવા માટે સૌથી પહેલાં તમારા રોજિંદા ફૂડ માંથી જંક ફૂડને દૂર કરો. તેના બદલે વધુ પોષક તત્વો આપતા ફળ, શાકભાજી, ઈંડા ખાવાનું રાખો . ઓછી ચરબી ની માત્ર ધરાવતા ડેરી પ્રોડક્ટ, સૂકામેવા વગેરે તમારી બોડી માં બદલાવ કરશે તથા શરીરમાંથી ચરબી દૂર કરવા માટે મદદ કરશે. દિવસમાં બને તેમ વધારે પાણી નું સેવન કરો .

દ્વિત્ય દિવસ: દ્વિત્ય દિવસે પાક્યા વગર ના શાકભાજી ખાઓ. જો તમે નોન વેંજી ખાતા હોય તો ચિકન સૂપનો ઉપયોગ કરી શકો છો. નક્કી કરો કે તમે દર બે થી ત્રણ કલાકે કંઈક ખાઈ લેશો .આવું કરવા થી તમારી પાચન શક્તિ વધશે.

ત્રીજા દિવસે: જો તમે નાસ્તો કરતા હોવ તો તમારા નાસ્તામાં અંદાજે 45 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેશો . જો તમે પેટ ની ચરબી ને ફટાફટ ઓછી કરવા માંગો ચો તો એવો ખોરાક લો, જેમાં કાર્બોહાઈડ્રેટ અંશતઃ માત્રામાં હોય. તમે શ્રીખંડ , જામ , તાજા ફળ અને શાકભાજી ખાઈ શકો છો. ફેટની માત્રા ઓછી કરવા માટે તેલનો ઉપયોગ કરી શકો છો .

ચોથા દિવસે: સવારે નાસ્તા માં ચાર ઇંડાના સફેદ ભાગથી બનેલી ભુરજી અથવા લીલા શાકભાજી લઇ શકો છો. બપોરે ભોજનમાં ફ્રૂટ અને સલાડ લઈ શકો છો. બસો ગ્રામથી વધારે ચિકન નું સેવન ના કરો. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે એક મુઠ્ઠી મગ ખાઈ લો . તેનાથી તમારી ભૂખ ઓછી થઇ જશે.

પાંચમાં દિવસે: આ દિવસે તમે ઓછા ફેટ વાળું દૂધ અને ફ્રૂટ લઇ શકો છો. જો તમે ઈચ્છો તો એક સફરજન પણ ખાઈ શકો છો. તમે પેટ ભરવા માટે બાફેલા શાકભાજી લઇ શકો છો. આ સાથે ઉઠક-બેઠકની કસરત કરો.

છઢો દિવસે: સવારે નાસ્તામાં સ્ટીમ કરેલું પાલક અથવા તેની સાથે ઈંડા ની આમલેટ ખાઈ શકો છો. તમે એરોબિક જેવી કસરત કરી શકો છો. એવો ખોરાક લો જેમાં પોષક તત્વો વધુ હોય. તમે નાસ્તામાં ઘઉંના લોટની બ્રેડ અથવા ઇંડાના સફેદ ભાગમાંથી બનતી ખાદ્ય ચીજ વસ્તુ ખાઈ શકો છો. દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને હેલ્ધી સ્નેક્સ જેમકે સોયા સ્ટીકસ સાથે ફ્રૂટ વગેરે ખાવું.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *