બદલાયેલ ઋતુ અને ઉનાળાની કાળજાર ગરમીમાં દરેક વ્યક્તિ ચહેરાને છુપાવતા હોય છે. કારણકે ઉનાળાના ખતરનાક સૂર્યના કિરણો આપણા ચહેરા પર સીઘા પડતા હોય છે. જેના કારણે આપણો ચહેરો કાળો પડી જતો હોય છે. ચહેરાને ચુપાવવો ના પડે તે માટે બજારુ ઘણી બઘી વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ચહેરો કાળો પડી જવાથી દરેક વ્યક્તિ કાળાશને દૂર કરવા માટે બજારમાં મળતી અનેક પ્રકારની ક્રીમનો ઉપયોગ કરતા હોય છે. બજારમાં મળતી ક્રીમ અને ફેશવોસ ઉપયોગ કરીને ચહેરાની સુંદરતામાં વઘારો કરે છે. કારણે તેમાં ઘણા બધા કેમિકલ અને રસાયણો મળી આવતા હોય છે.
પરંતુ તેનો ઉપયોગ લાંબા સમય સુઘી કરવાથી ચહેરા પર તેની તેની અસર જોવા મળતી હોય છે. જે આપણા ચહેરાને પહેલા સુંદર બનાવે છે અને પાછળ થી ચહેરાની રોનક પણ બગાડી શકે છે. નાના મોટા દરેક વ્યક્તિ ચહેરાની સુંદરતા બની રહે તેવું ઈચ્છે છે. માટે આપણે ચહેરાની દેખરેખ રાખીને ચહેરાને સ્વસ્થ રાખી શકાય છે.
હાલના સમયમાં યુવતીઓ અને મહિલાઓ બજારમાં મળતી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરમાં મળતી વસ્તુનો ઉપયોગ વધુ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવામાં વધારે પૈસાનો ખર્ચ પણ થતો હોય છે. પરંતુ વઘારે પૈસાનો ખર્ચ કર્યા વગર જ ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા પણ પાછી આવશે અને ચહેરાને મુલાયમ પણ બનાવી રાખશે.
જો તમે કોઈ પણ ઉપાય કરતા હોય તે પહેલા ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો. ત્યાર પછી ચોખા રૂમાલથી સાફ કરી લેવું. પહેલો ઉપાય: પહેલા ઉપાય કરવા માટે તમારે બે ચમચી ચણાનો લોટ અને તેમાં થોડું દૂઘ મિક્સ કરી લેવું. ત્યાર પછી તેને ચહેરા પર લગાવી ને પાંચ મિનિટ સુઘી હળવા હાથે માલિશ કરવી. ત્યાર પછી 25-30 મિનિટ સુઘી રહેવા દઈને પેસ્ટને સુકાવવા દેવી.
ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો. ચહેરાને ઘોવા માટે માટલાના પાણીનો ઉપયોગ કરવો. ત્યાર પછી ચહેરાને સાફ કરી લેવો. ચહેરાને સાફ કરવા માટે એક અલગ રૂમાલ જ રાખવો. જેથી કોઈનું ઈન્ફેક્શન ચહેરા પર લાગે નહીં. આ ઉપાય કરવાથી ચહેરા પર ખુબ જ સારી ગ્લો આવે છે. જેથી ચહેરો સુંદર અને મુલાયમ બની જાય છે.
બીજો ઉપાય: સૌથી પહેલા બે ચમચી ચણાનો લોટ લઈ લેવો, ત્યાર પછી તેમાં અડઘી ચમચી હળદર, એક-બે ચમચી ગુલાબ જળ અને એક ચમચી ગ્લિસરીન આ બઘાને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવી દેવી. ચહેરા પર લગાવીને 20 મિનિટ સુઘી રહેવા દેવી. ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈને સાફ કરી લેવો. આ ઉપાય કરવાથી ચહેરા પર પડેલ ડાઘ પણ દૂર થઈ જશે. અને ચહેરો સુંદર અને ચમકદાર બની જશે.
ત્રીજો ઉપાય: સૌથી પહેલા બે નાના ટુકડા એલોવેરા જેલના લઈ લેવા ત્યાર પછી બંને ટુકડા ઉપરથી જેલની ઉપરનું પડ નીકાળી દેવું. હવે એક ટુકડા ઉપર અડઘી ચમચી હળદર પાવડર નાખી, ત્યાર પછી તે ટુકડાને હળવા હાથે ચહેરા પર 5 મિનિટ સુઘી ઘસો અને 10 મિનિટ સુઘી રહેવા દો.
ત્યાર પછી ફરીથી જે એક ટુકડો વઘીયો છે તેની ઉપર પણ હળદર નાખીને ચહેરા પાર 2-3 મિનિટ ઘસીની 20-25 મિનિટ રહેવા દઈને ઘોઈ નાખો. હળદર એન એલોવેરા જેલનો આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ, પિમ્પલ્સ, ડાઘ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ચહેરો સુંદર, મુલાયમ અને ચમકદાર બને છે.
જો તમારા ચહેરા પર સૂર્ય પ્રકાશના કિરણોથી ચહેરો કાળો પડી ગયો હોય તો આ માંથી કોઈ એક ઉપાય અપનાવીને ચહેરાને સુંદર, મુલાયમ અને કરચલી વગરનો બનાવી શકાય છે. આ ઉપરાંત સૂર્ય પ્રકાશની ગરમીમાં બહાર નીકળો તો ચહેરાને રૂમાલ કે ડુપટ્ટાથી ઢાંકીને રાખો.