ઉનાળાની માજા જ કંઈક અલગ હોય છે, તમને એવું કંઈ લાગે છે? ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ હળવા, બોલ્ડ કલર્સ અને ફ્લોરલ પ્રિન્ટના કપડાંમાં જોવા મળતો હોય છે. આ તે સમય છે જ્યારે આપણે અલમારીમાંથી હળવા રંગના કપડાં પહેરવા કાઢીએ છીએ.
પરંતુ શું હળવા રંગના કપડા પહેરવાથી તમે સૂર્યની ગરમીથી બચી શકશો ખરા? તેજ ગરમીથી બચવા માટે તમારે બહારની સાથે તમારી અંદરની ગરમી સામે પણ લડવું પડશે. જી હા, તો ઉનાળો આવી રહ્યો છે અને તેની સાથે અનેક સમસ્યાઓ તમને ઘેરી લે છે જેમ કે લૂ લાગવી, તડકો, સ્કિન પ્રોબ્લમ વેગેરે.
આવી સ્થિતિમાં તમારે ઉનાળામાં આહાર પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. પરંતુ ગરમીના કારણે કંઈ ખાવાનું પણ મન થતું નથી. ખાવાની અમુક વસ્તુઓ તો આપણા શરીરમાં વધારે ગરમી પેદા કરે છે, જેના કારણે ગરમી સહન કરવી પણ મુશ્કેલ બની જાય છે.
તો આ સ્થિતિમાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે ગરમીને બહાર કાઢીને શરીરને અંદરથી ઠંડક આપે અને સ્વાસ્થ્ય પણ રાખે છે. તો આજે અમે તમને આ વિશે જણાવીશું કે ઉનાળામાં શું ખાવું જોઈએ જેથી કરીને શરીરમાં પાણીની કમી પણ ના થાય અને તમને ઠંડા પણ રાખે.
1. ઠંડી છાશ : છાશમાં આપણે દહીં અને ફુદીનાના પાન જેવી ઔષધિઓ ઉમેરીએ છીએ જે શરીરના તાપમાન સામે તરત ઠંડક આપે છે અને તેથી તેને ઉનાળાનું એક અમૃત કહેવાય છે. ઉનાળામાં તમે તેનો ઉપયોગ નાના બાળકો માટે પણ કરી શકો છો. તેનું સેવન કરવાથી શરીરને ગરમી નથી લાગતી અને શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે કારણ કે તેમાં 85% પાણી હોય છે.
2.ફાઈબરથી ભરપૂર તરબૂચ : ઉનાળામાં બજારમાં જોતા જ તરબૂચ ખાવાનું મન થાય છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે ગરમી માટે જરૂરી છે. કારણ કે તરબૂચમાં પોટેશિયમ, સોડિયમ અને વિટામિન બી હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ ખુબ વધારે હોય છે, તેથી તેને ખાવાથી તમારા શરીરને ઠંડક મળે છે. આ ફળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને ઓછી કેલરી હોય છે અને તમામ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.
3. કાકડી : ઉનાળામાં તમારે કાકડીની જેમ ઠંડુ રહેવાની જરૂર છે. આ એટલા માટે છે કારણ કે કાકડીમાં ઘણું પાણી હોય છે જે તમને ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે અને પાણીની ઉણપ પણ દૂર કરે છે. ઉનાળાના દિવસોમાં મોટાભાગની મહિલાઓ ગેસ, એસિડિટી, હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થાય છે અને તે માટે કાકડી ફાયદાકારક છે.
4. નાળિયેર પાણી : પોષક તત્વોથી સમૃદ્ધ, ડિહાઇડ્રેશનને રોકવા અને સારવાર કરવામાં નાળિયેર પાણી મદદરૂપ છે. તે પાચનમાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડે છે. નાળિયેર પાણી ઉનાળા માટે શ્રેષ્ઠ પીણું છે કારણ કે તેમાં ક્લોરાઇડ, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે, જે આપણા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે મોટાભાગના લોકોની ઉનાળાની સમસ્યાઓ જેમ કે અનિદ્રા, તણાવ, માથાનો દુખાવો અને શરીરમાં પાણીની કમી વગેરેને દૂર કરે છે.
5. ફુદીનાના પાંદડા : આ એક ઠંડક આપનારી આયુર્વેદિક વનસ્પતિ છે જે ઉનાળામાં ખાવી જ જોઈએ. તેને લેવા માટે તમારે માત્ર એક ગ્લાસ ઠંડા પાણીમાં કેટલાક ફુદીનાના પાન, લીંબુનો રસ અને થોડું મધ મિક્સ કરીને આ પીણું પીવાનું છે. તમને એકદમ ફ્રેશ બનાવે છે.
6. કોકમ : આપણા પૂર્વજો પણ કોકમનું સેવન ઘણી પેઢીઓથી કરતા આવ્યા છે. કોકમનો રસને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવાથી ઠંડીનો અહેસાસ થાય છે. તે તમારી તરસ છિપાવે છે અને ગરમીને કારણે થતા ડિહાઇડ્રેશન અને સન સ્ટ્રોકને પણ અટકાવે છે. તેમાં રહેલું હાઇડ્રોસિટ્રિક એસિડ પેટ ફૂલવું, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
આ વસ્તુઓનું સેવન ગરમીને અંદરથી હરાવીને શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં તમારા શરીરને ઠંડુ રાખવું ખૂબ જ જરૂરી છે નહીંતર તમને લૂ ની સમસ્યા થઇ શકે છે. તો આ ઉનાળામાં આ વસ્તુઓને તમારા રૂટીન ડાયટમાં સામેલ કરો અને પછી જુઓ સારા પરિણામ.