ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં સૌથી વધુ આપણા શરીરનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી બની જાય છે કારણકે ઉનાળો ઘણીવાર રોગોની સાથે-સાથે ડિહાઇડ્રેશનનું જોખમ પણ વધારે છે, જે આપણા શરીરને અસ્વસ્થ બનાવવાનું કામ કરે છે.

ઉનાળામાં, લોકો ઘરની બહાર ઓછું નીકળે છે કારણકે બહાર ગરમીના કારણે વાતાવરણ ગરમ હોય છે, જે ત્વચાની ઉપરની ચામડીને નુકશાન પહોંચાડે છે. ઉનાળાની ઋતુમાં લોકો ઘણીવાર ખૂબ જ ઝડપથી બીમાર પડી જાય છે, પરંતુ કેટલાક એવા ઉપાય છે, જેને અનુસરીને તમે તમારા શરીરને સુરક્ષિત રાખી શકો છો.

તો ચાલો જાણીએ એવી ચાર રીત વિષે જે તમને ઉનાળામાં રક્ષણ આપી શકે છે. સ્વસ્થ અને હલકું ખાવું: ઉનાળાની શરૂઆત થતા જ તમારે નિયમિતપણે હળવો અને આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ અને ચરબીયુક્ત ખોરાક શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન કરવાનું કામ કરે છે.

ઉનાળામાં તમારે પાણીથી ભરપૂર તાજા ફળો અને શાકભાજી, જેમ કે નારંગી, તરબૂચ, ટામેટાં જેવા ખોરાકને વધુ મહત્વ આપવું જોઈએ. પાચન સબંધિત સમસ્યાઓ ટાળવા માટે તમને તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ.

બહાર જવાનું ટાળો: ઉનાળામાં બપોરનો સૂર્યપ્રકાશ તમારી ત્વચાને બાળી શકે છે, જેના કારણે તમે ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓનો શિકાર બનો છો. તમારી ત્વચાને સ્વસ્થ રાખવા અને સનબર્નથી બચવા માટે, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવો.

ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ એસપીએફ વાળી સનસ્ક્રીન લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે સૂર્યના સંપર્કમાં આવવાને કારણે સોજો, બળતરા અથવા અન્ય કોઈપણ પ્રકારની ત્વચાની સમસ્યા અનુભવતા હોવ તો તમારે ચોક્કસ ડૉક્ટરને મળવું જોઈએ.

વધુ પાણી પીવો: ઉનાળામાં ઘરની બહાર નીકળતા જ ગરમીથી તમને વધુ પરસેવો થવા લાગે છે, જે તમારા શરીરને ડીહાઇડ્રેટ કરે છે. ઉનાળામાં શરીરમાં નાની મોટી બીમારીઓ જેવી કે તાવ અને શરદી થવાની શક્યતા વધી જાય છે.

તમારી શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો. ઉનાળામાં તરસ અને ડીહાઈડ્રેશન ન લાગે તે માટે હર્બલ ટી, સાદું પાણી, નાળિયેર પાણી , લીંબુ અને કાકડીના ટુકડા સાથેનું પાણી વગેરે જેવા પીણાં પીવો.

પૂરતો આરામ કરો: શિયાળા ના દિવસ કરતા ઉનાળાનો દિવસ ખુબજ લાંબો હોય છે જે ઘણા લોકો માટે કંટાળાજનક હોય છે. કારણ કે ઉનાળા દરમિયાન તમારી દિનચર્યા બદલાઈ શકે છે. આથી મહત્વનું બની જાય છે કે તમારા થાકને ટાળવા માટે તમને પૂરતો આરામ મળે.

તમારે દરરોજ રાત્રે 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ સાથે તમારે રાત્રિભોજનમાં હળવો ખોરાક લેવો જોઈએ જે ઝડપથી પછી જાય અને તમારી ઊંઘમાં કોઈ સમસ્યા ન થવા દે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *