આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતા જ આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. ખાસ કરીને ઉનાળામાં આપણે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોઈએ છીએ પરંતુ તમારે આ બધાથી બચીને રહેવું જોઈએ.

ઉનાળાની ઋતુમાં આવી વસ્તુઓનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચટપટું અથવા તો ભારે ખોરાક ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. તો અહીંયા તમને જણાવીશું કે આપણે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ કે જેના સેવનથી સ્વાસ્થ્ય સારું રહે છે.

મગનો ઉપયોગ: ઉનાળામાં મગનો શરીરને ઠંડક આપે છે. ઉનાળાની ગરમીમાં અડદની દાળ અને રાજમાનું સેવન વધારે ન કરવું જોઈએ કારણકે તેનાથી તમારા શરીરમાં ગરમી વધે છે જે તમારા શરીરને નુકશાન પહોંચાડે છે. ઉનાળામાં તમે સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો કારણકે સ્પ્રાઉટની તાસીર ઠંડી હોય છે.

ઘી અને તેલ: ઉનાળાની ગરમીમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઉનાળામાં દેશી ઘી, વનસ્પતિ ઘી સિવાય સરસિયાનું તેલ અને ઓલિલ ઓઈલનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. ઉનાળામાં રાઈસ બ્રેન, નાળિયેર, સોયાબીન, વગેરે તેલ તમે ખાઈ શકો છો.

આઈસક્રીમ: ખાસ કરીને ઉનાળામાં આઈસક્રીમ વધુ ખાવામાં આવે છે. ઉનાળાની ઋતુની કલ્પના આઈસક્રીમ વિના અધુરી છે. આઈસક્રીમ માં હાઈ કેલરી, હાઈ શુગર હોવાથી આઈસક્રીમ ઓછી માત્રામાં ખાવી જોઈએ. તમારે અઠવાડિયામાં બે થી વધારે વાર આઈસ્ક્રીમ ન ખાવી જોઈએ.

ભારે ખોરાક ન ખાવો: ભારે ખોરાકને પચવામાં ખુબજ વધુ તકલીફ પડે છે અને ખાસ કરીને ઉનાળામાં ભારે ખોરાક તમારા શરીરમાં સમસ્યા કરી શકે છે. ઉનાળામાં તમારે દુધી, કોબીજ, ટિંડોળા, સીતાફળ નું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તમારે લંચ અને ડિનરમાં પણ હલકો ખોરાક ખાવો જોઈએ.

લિક્વિડ ફાયદારૂપ છે: ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીર પર થતા વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. આવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 9 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ફ્રીજના પાણી કરતા માટલાનું પાણી પીવું વધારે ફાયદાકારી છે. વધારે પડતું ઠંડુ પાણી પીવાથી પાચનશક્તિ ખરાબ થાય છે.

કુદરતી ડ્રિક્સ: ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં લીંબુ પાણી પીવું જોઈએ. લીંબુ પાણી સાથે ઉનાળામાં છાશ, નાળિયેર પાણી, ઠંડાઈ, વેજિટેબલ જ્યુસ, ફ્રુટ જ્યુસ વગેરે પી શકો છો. ઉનાળામાં પ્રિઝર્વ કરીને રાખેલું જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ઉનાળામાં ખાસ આ વસ્તુઓ લો: ઉનાળાની ઋતુમાં બપોરે દહીં જરુર ખાઓ. દહીં ખાવાથી શરીરને ઠંડક મળે છે. દહીં ઉપરાંત ઉનાળામાં ફુદીનાની ચટની પણ પાચન માટે ફાયદાકારક છે. આ સાથે ધ્યાન રાખવું જોઈએ કે ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવુ જોઈએ. આ ઉપરાંત ખાલી પેટ બિલકુલ ન રહેવું કારણકે તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે.

આ વસ્તુઓનું સેવન ન કરવું: ઉનાળાની ઋતુમાં વધારે તીખું કે તળેલું ન ખાવું જોઈએ. ઉનાળામાં લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ગરમીમાં ચા-કોફી પીવાનું ઓછું કરવું જોઈએ કારણકે તેનાથી બોડી ડી-હાઈડ્રેટેડ થાય છે. ગ્રીન-ટી વધારે પીવી અને સ્મોકિંગ ઓછું કરવું.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *