આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં દરેક લોકો પ્રખર સૂર્ય પ્રકાશનો સામનો કરી રહ્યા છે. પ્રબળ સુર્યપપ્રકાશને કારણે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ખુબજ વધારો થાય છે. આ સાથે ઉનાળામાં હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવાની સમસ્યાઓ ઉભી થાય છે જેનાથી દરેક લોકો પરેશાન થઇ જાય છે.

જો તમે પણ હીટ સ્ટ્રોક અથવા લૂથી પ્રભાવિત છો, તો તમે લાંબા સમય સુધી બીમાર પડી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું મુખ્ય કારણ શું છે? જો ના, તો તમારે જણાવીએ કે તેનું મુખ્ય કારણ ‘ડિહાઈડ્રેશન’ છે. જો તમારું શરીર યોગ્ય રીતે હાઇડ્રેટેડ નથી, તો જ્યારે તમે તડકામાં બહાર હોવ ત્યારે તમને લૂ લાગી શકે છે.

લૂથી ત્યારેજક બચી શકાય જ્યારે તમે પૂરતું પાણી પીઓ અને પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ મેળવો. ઉનાળામાં પૌષ્ટિક ખોરાકની સાથે તમારે પૌષ્ટિક અને શક્તિ આપનારા પીણાંનું પણ સેવન કરવું જોઈએ આ ઉપરાંત વધુમાં વધુ ફળો ખાવા જોઈએ, કારણ કે તેમના દ્વારા પોષક તત્વો તમારા શરીર સુધી પહોંચે છે.

તો ચાલો તમને તમને જણાવીએ કે ઉનાળામાં લૂથી બચવા માટે તમારે કયો ટેસ્ટી અને હેલ્ધી જ્યુસ પીવું જોઈએ.

કોકમનો રસ પીવો: લૂથી બચવા માટે કોકમનો રસ ખુબજ ફાયદાકારક છે. ગોવા અને ગુજરાતમાં જોવા મળતું ફળ કોકમ તમારા માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઉનાળામાં લૂથી બચવા માટે આ એક સારું અને પૌષ્ટિક પીણું છે. ઉનાળામાં પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોવાથી તેનું સેવન કરવું જોઈએ. તે પાચનતંત્રને ઠીક કરે છે.

કોકમમાં વિટામિન-એ અને સી, વિટામિન બી3, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેનો રસ શરીરને ઠંડક આપે છે અને શરીરની ગરમી ઘટાડે છે. તમે તેને સવારના નાસ્તામાં અથવા મધ્ય-બપોરના સમયે લઈ શકો છો.

શેરડીનો રસ પીવો: ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને શેરડીનો રસ બજારોમાં ન દેખાય તેવું બની જ ન શકે. શેરડીનો રસ તમને ઉનાળામાં હાઈડ્રેટ કરે છે એટલું જ નહીં શરીરને તાજગી આપવામાં પણ મદદ કરે છે. તે કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત હોવાથી ઉનાળામાં તેને પીવાથી શરીરમાં એનર્જી પણ જળવાઈ રહે છે.

શેરડીનો રસ પીતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તે તાજો હોય ત્યારે જ તેનું સેવન કરવું જોઈએ. શેરડીનો રસ લીવરને મજબુત બનાવે છે અને તેથી કમળા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે. માટે લૂથી બચવા માટે શેરડીના રસનું સેવન કરવું પણ ફાયદાકારક છે.

તરબૂચનો રસ પીવો: તરબૂચમાં આશરે 92 % પાણી હોય છે આ ઉપરાંત તેમાં ફાઈબર નું પ્રમાણ વધુ હોય છે, જે અપચો, કબજિયાત અને પાચન તંત્રની અન્ય સમસ્યાઓથી પીડિત લોકો માટે તે એક ઉત્તમ રસ છે. તેમાં વિટામિન-સી પણ વધુ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટ કરવા માટે તરબૂચનો રસ નિયમિતપણે પીવો જોઈએ . તે શરીરને ઠંડક પણ આપે છે અને ગરમીથી બચાવે છે.

હીટસ્ટ્રોકથી બચવા માટે, આ ઉનાળાના પીણાંને તમારા આહારમાં સામેલ કરો અને હાઇડ્રેટેડ રહો. આ પૌષ્ટિક રસ/શરબત તમારા શરીરની ગરમી ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. અમે આશા રાખીએ છીએ કે આ પીણાં તમને ગરમીથી બચવામાં મદદ કરશે. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય, તો જરૂર તમારા મિત્રોને જણાવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *