ઉનાળામાં ગરમીથી ત્રસ્ત લોકો ગરમી સામે લડવા માટે જાતજાતના પ્રયોગ કરે છે પરંતુ સૂરજદાદા વધુને વધુ ઉગ્ર બનતા જાય છે. ચહેરાને સંપૂર્ણ રીતે કવર કરીએ તો હાથ બળી જાય, હાથને પણ કવર કરીએ તો પગ બળી જાય, તો પછી કરવું તો કરવું શું એ પ્રશ્ન આવીને ઉભો થઇ જાય છે.
ઘણા લોકો ચાર મહિના જ સહન કરવાનું માનીને ત્વચાની સમસ્યાને ટાળી દે છે. શરીરનાં આંતરિક અંગોમાં જરાક પણ સોજો આવે કે અલ્સર થાય તો હાલત ઘણી ખરાબ થઈ જાય છે અને એનો ઇલાજ કરાવીએ છીએ તો પછી આપણે આપણી ત્વચાનું ધ્યાન કેમ ન રાખીએ.
ભારતીય ત્વચા ઘણી પ્રકારની હોય છે ગોરી ત્વચાને સનબર્ન થાય છે અને ગૌવર્ણી કે ડાર્ક ત્વચા ટેન થઇ જાય છે. ડાર્ક ત્વચા પર વધારે સૂર્યપ્રકાશ પડે એટલે શરીરમાંથી આપો આપ મેલેનિનનો સ્ત્રાવ થાય છે. ત્વચા કાળી પડી એનું કારણ એ છે કે ત્વચાના રક્ષણ માટે મેલેનીન નું કવચ બની ગયું છે.
તાપમાં નીકળતાં પહેલાં તમે સનસ્ક્રીન લગાવવું એ પણ સારું છે જેથી આજે આપણે આ આર્ટિકલમાં સનબર્ન થી બચવા માટે અથવા સનબર્ન થયું હોય તો તેના ઘરેલુ ઉપાય વિષે જોઈએ.
1) જ્યારે તાપમા પરસેવાથી તરબતર થઈ જાઓ ત્યારે ઠંડા પાણી કરતાં સામાન્ય પાણીથી પરસેવો સાફ કરવો એ તમને વધુ રાહત પહોંચાડશે. 2) સનબર્ન પર તમે બરફ લગાવી શકો છો. આ ઉપરાંત ગુલાબજળ અને મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો.
3) તમારી ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝર રાખવી, કારણ કે સનસ્ક્રીન જો બેસ્ટ છે તો એને ટકાવી રાખવા માટે મોઇશ્ચરાઇઝર અનિવાર્ય છે. 4) સનબર્ન એલોવેરા નો ઉપયોગ કરી શકો છો. એની પેસ્ટ અને મુલતાની માટી સાથે મિક્સ કરીને સનબર્ન પર લગાવી શકો છો.
5) પાણી ઉકાળો એમાં ચાના પાન નાખો. જયારે પાણીનો રંગ બદલે ત્યારે એમાં ફુદીનો નાખો અને થોડીવાર ઉકળવા દો. બે મિનિટ પછી એને ગાળી લો. આ પાણીને ફ્રીઝમાં મૂકો ને એકદમ ઠંડુ થવા દો. જ્યારે પ્રવાહી એકદમ ઠંડુ થઈ જાય ત્યારે એને સનબર્ન પર લગાવો અને ફર્ક જુઓ.
6) બટાટા અને પપૈયાનો રસ પણ બહુ જ સારો રહેશે. આ રસને ચહેરા પર ત્રણ શેર લેયર કરવી. સૌથી પહેલા ચહેરા બટાકા કે પપૈયાનો રસ લગાવો અને સુકાઈ જાય એટલે ફરીથી એક લેયર કરો. હવે તે સુકાય ત્યાર બાદ ત્રીજી લેયર લગાવો. આવી રીતે ત્રણ લેયરને 20 મિનિટ રાખ્યા બાદ સાદા પાણીથી ચહેરાને ધોઇ નાખો.
7) દુધના પાવડરમાં મધ નાખીને પેસ્ટ બનાવી, તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દેવું અને ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આટલું કરો તો ત્વચા ને ઘણી રાહત રહેશે.
8) ઠંડા દૂધમાં કોટનનું કપડું બોળો અને એને નિચોવી નાખો. સનબર્ન થયું હોય ત્યાં આ કોટનનું કપડું મૂકો. કપડું જ્યારે ઠંડક આપતું બંધ થાય ત્યારે એને લઈ લો. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યા કરો તેનાથી તમારી ત્વચાને રાહત રહેશે.
9) સનબર્ન માં બેકિંગ સોડા પણ રાહત આપી શકે છે. આ માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને સનબર્ન થયું હોય ત્યાં લગાવો. ત્વચા પર થતી બળતરા અને ખંજવાળ ઓછી થઈ જશે. 10) સનબર્ન માટે દહીં અકસીર ઈલાજ છે. દહીંથી થોડીવાર મસાજ કરવાથી ત્વચાને ઠંડક મળશે.