સૂર્ય નમસ્કાર વિષે તો બધા લોકો જાણે છે પરંતુ સૂર્ય નમસ્કાર ઘણા ઓછા લોકો કરતા હોય છે. સૂર્ય નમસ્કાર 12 યોગ આસનોથી બનેલો છે. દરેક આસનનું પોતાનું મહત્વ છે. સૂર્ય નમસ્કાર કરનાર વ્યક્તિની રક્તવાહિનીથી સ્વાસ્થ્ય સારું છે.

આ સાથે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. સૂર્ય નમસ્કારના માધ્યમથી તમે તમારા તણાવને ઓછું કરી શકો છો અને તે શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર ના 12 સ્ટેપ વિષે.

પ્રણામ આસન: સૌ પ્રથમ આસાન પાથલી લો. પાથરેલા આસનોની કિનારી ઉપર બંને પગ એક સાથે જોડેલા રાખીને સંપૂર્ણ શરીરના વજન અને સમતોલ રાખીને ઊભા રહેવું. ત્યારબાદ ખભા પાસે થી બંને હાથ ધીરે ધીરે શ્વાસ લેતાં લેતાં છાતી પાસે લાવવા અને શ્વાસ છોડતા બંને હથેળીઓને ભેગી કરી પ્રણામની મુદ્રામાં આવવું.

હસ્ત ઉત્તાનાસન: હાથ જોડેલી મુદ્રામાં થી ધીરે ધીરે શ્વાસ લેતા-લેતા બંને હાથોને ધીમે-ધીમે ઉપરની બાજુ લઈ જવા અને સાવચેતી પૂર્વક પાછળ તરફ ધકેલવાં. ધ્યાન રાખો કે હાથ જોડેલી મુદ્રામાં જ પાછળ રાખવા. તમારું માથું બંને હાથની વચ્ચે સ્થિર રાખવું આ સાથે શરીરને ટટ્ટાર ખેંચીને રાખો. ધ્યાન રાખો કે તમારે કમરમાંથી પાછળની તરફ ઝૂકવાનું નથી.

હસ્તપાદાસન: હસ્તઉત્થાનઆસનની મુદ્રા માંથી હસ્તપાદાસન તરફ આવવું. શ્વાસ છોડતાં છોડતાં ઉપર લઈ ગયેલા બંને હાથ ધીરે ધીરે નીચે લઈ આવવા અને સંપૂર્ણપણે બંને પગ ની બાજુમાં હથેળીઓ જમીનને અડાડવી. ત્યારબાદ કમરમાથી વાંકા વળી ધીરે ધીરે માથું ઢીચને અડાડવાનો પ્રયત્ન કરવો.

અશ્વસંચાલન આસન : શ્વાસ અંદર લેતાં લેતાં, તમારો જમણો પગ પાછળની તરફ ખેંચો. જમણા ઘૂંટણને જમીન પર ટેકવો અને ઉપરની તરફ જોવું.. ડાબો પગ બંને હથેળીઓની વચ્ચે બરાબર છે તેની ખાતરી જરૂર કરવી.

દંડાસન:શ્વાસ અંદર ની તરફ લેતાં લેતાં તમારો ડાબો પગ પાછળ લેવો અને આખું શરીર એક રેખામાં કરવું. તમારા બંને હાથ જમીન સાથે કાટખૂણે રાખો.

અસ્ટાંગાસન: શ્વાસ હળવેથી બહાર કાઢતાં તમારા ઘૂંટણ જમીન તરફ લાવવા. કૂલા ઊંચા લાવી આગળની તરફ સરકવું. તમારી છાતી અને માથું જમીન પર ટેકવવા. તમારું શરીર પેટના ભાગથી થોડુ ઊંચક્વુ. બે હાથ, બે પગ, બે ઘૂંટણ, છાતી અને માથું ભૂમીને સ્પર્શ થશે.

ભુજંગાસન: ભૂમી ઉપર આગળ સરકી છાતી ઉપર કરીને સર્પની જેમ શરીરની સ્થિતી કરો. એ સ્થિતિમાં તમે કોણી વાળી શકો છો, ખભા કાન થી દૂર રાખીને ઉપર જોવું. જો તમારાઠી શક્ય હોય, તો એડીઓને જમીન ઉપર સ્થિર રાખી પીઠના હાડકાને હળવેથી ઉપર ઉઠાવવાનો હળવો પ્રયાસ કરો

પર્વતાસન: શ્વાસ બહાર કાઢતાં કાઢતાં નિતંબ અને પીઠના હાડકાને ત્રિકોણ બને તે રીતે ઉપર ઉઠાવી, છાતી નીચે તરફ એક પર્વતની, મુદ્રામાં શરીર રાખવું. જમણો પગ બરાબર બે હાથની વચ્ચે મુકવો અને જમણી પીંડી કાટખુણે જમીન ઉપર રાખવી.

અશ્વસંચાલાનાસન: શ્વાસ અંદર લેતાં લેતાં, જમણો પગ બે હાથની વચ્ચે લેવો, ડાબો ઘૂંટણ જમીન ઉપર રહેશે, નિતંબનો ભાગ નીચે દબાવવો અને ઉપર તરફ જોવું. જમણોપગ બરાબર બે હાથની વચ્ચે મુકવો અને જમણી પીંડી કાટખુણે જમીન ઉપર રાખવી. આ સ્થિતીમાં, નિતંબને જમીન તરફ ધકેલવાનો નો હળવો પ્રયાસ કરવો.

હસ્તપાદાસન: શ્વાસ અંદર લેતાં લેતાં, ડાબો પગ આગળ લો. હથેલીઓ ભૂમી ઉપર રાખવી અને જરૂર પડે તો તમે ઘુંટણ વાળી શકો છો. ધીમેધીમે ઘૂંટણ સીધા કરવા અને ઘૂંટણ ને તમારા નાકથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. શ્વાસ લેવાનું ચાલુ રાખો

હસ્તઉત્તાનાસન: શ્વાસ અંદર લેતાં લેતાં કરોડરજ્જુ ને સમેટીને, બંને હાથ ઉપર કરીને પાછળની તરફ થોડા વળવું. તમારા બંને હાથની બાજુઓ- બાવડા- તમારા કાનની બાજુમાં અડકેલાં છે તેની ખાતરી કરવી. આ આસનનું મહત્વ શરીરને પાછળ ખેંચવાની બદલે ઉપર ખેંચવામાં છે.

તાડાસન: શ્વાસ બહાર કાઢતાં કાઢતાં, શરીરને સીધું કરવું અને પછી બંને હાથ નીચે લાવવા. આ સ્થિતિમા આરામ કરવો. પોતાના. સંવેદનાનું અવલોકન કરવું. સૂર્યનમષ્કાર બાદશરીરને આરામ આપવા સવાસન કરવું.

સૂર્ય નમસ્કાર કોણે ના કરવું જોઈએ? ઘણા લોકોને સૂર્ય નમસ્કાર ન કરવાની અથવા તો સલાહ લીધા પછી સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થાના ત્રીજા મહિના પછી સૂર્ય નમસ્કાર કરવાનું બંધ કરવું જોઈએ. આ સાથે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને અને પીઠના દુખાવાથી પીડિત લોકોએ સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી જ જોઇએ

જો તમને સૂર્ય નમસ્કાર વિષે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો જેથી તેઓ પણ આ માહિતી વાંચી શકે. આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *