આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય વિટામિન મળે તે જરૂરી છે. પરંતુ અત્યારના સમયમાં ઘણા લોકો બહારનો વિટામિન અને પોષક તત્વો વગરનું આહાર લેવાનું વઘારે પસંદ કરે છે. જેના કારણે તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળતા નથી. જેના કારણે તે વ્યક્તિ ઘણી વખત બીમાર પણ પડે છે.
અત્યારે યુવા પેઢીને લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવાનું પસંદ હોતું નથી. તે વ્યક્તિ બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે જેવું કે દાબેલી, પીઝા, પફ એ બધું ખાવાની તેમને મજા આવે છે. જેના કારણે શરીરમાં વિટામિન ની ઉણપ થાય છે અને શરીર કમજોર પણ થવા લાગે છે.
ઘઉં, જવ, કઠોળ, લીલા શાકભાજી, ખજૂર, માખણ, મલાઈ, માછલી વગેરે માંથી વિટામિન-ઈ મળી આવે છે. માટે આજે અમે તમને વિટામિન-ઈ ની ઉણપના લક્ષણો અને તેનાથી બચવાના ફાયદા વિશે જણાવીશું. આ ઉપરાંત વિટામિન-ઈ થી થતા ફાયદા વિશે જણાવીશું.
લક્ષણો: 1. આંખોનું તેજ ઓછું થવું: જો શરીરમાં વિટામિન-ઈ ની ઉણપ સર્જાય તો આખો જાનકી પડી જાય છે. જેથી રાત્રીના સમયે તેની અસર જોવા મળશે. 2. રક્તમાં ઘટાડો: જો શરીરમાં રક્તમાં વઘારો ઘટાડો જોવા મળતો હોય તો તે વિટામિન-ઈ ની ઉણપનું કારણ હોઈ શકે છે.
3. સાંઘામાં ખેંચતાણ: જો શરીરમાં વિટામિન-ઈ ની ઉણપ થાય તો તેના થી સાંધામાં ખેંચતાણ થાય, વારે ઘડીયે ખાલડી ચડી જવી જેવી સમસ્યા થઈ શકે છે.
4. ઈમ્યુનીટીમાં બદલાવ: જો શરીરમાં જરૂરિયાત અનુસાર વિટામીન-ઈની ઉણપ હોય તો ઈમ્યુનિટી સિસ્ટમને હાનિ પહોંચાડી શકે છે. જેથી શરીરમાં કમજોરી નો અનુભવ થાય છે.
ફાયદા: 1.સ્કિન માટે: સ્કિન ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે વિટામિન-ઈ જરૂરી છે. માટે દરરોજ વિટામિન-ઈ વાળા આહારનું સેવન કરે તો સ્કિન ને લગતી સમસ્યા કયારેય થશે નહિ.
2.લોહીની ઉણપમા રાહત: જો શરીરમાં રક્તમાં વઘારો ઘટાડો થતો હોય તો લીલા શાકભાજી, ખજૂર અને ફળોનું સેવન કરવાથી રક્તનું પ્રમાણ જળવાઈ રહે છે. જો તમે વિટામિન-ઈ ની ગોળી લો તેના કરતા પ્રાકૃતિક રીતે એટલેકે લીલા શાકભાજીનું સેવન કરવાથી ઝડપથી વિટામિન-ઈ ની ઉણપ દૂર થાય છે.
3.વાળને ખરતા અટકાવે: અત્યારના સમયમાં દરેક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન થઈ ગઈ છે. માટે આ સમસ્યામાં રાહત મેળવા માટે યોગ્ય વિટામિન-ઈ યુક્ત આહારનું સેવન કરવાથી વિટામિન-ઈ ની ઉણપ દૂર થાય છે અને વાળ ખરતા અટકી જાય છે અને વાળ મજબૂત કરવામાં મદદ મળે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.