આપણા શરીરમાં જુદા જુદા વિટામિન્સ, મિનરલ્સ, અને પોષકતત્વો પૂરતા પ્રમાણમાં હોવા ખુબજ જરૂરી છે. કોઈ પણ એક વસ્તુની ઉણપ શરીરમાં નાની મોટી સમસ્યા ઉભી કરી શકે છે. આજે આપણે વિટામિન B-12 વિશે વાત કરીશું. વિટામિન B ના 8 પ્રકાર છે, જેમાં B1, B2, B3, B5, B6, B7, B9 અને B12નો સમાવેશ થાય છે.
વિટામિન B-12 આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા ખતરનાક રોગો સામે રક્ષણ માટે શરીરમાં વિટામિન B-12ની જરૂર માત્રા હોવી ખુબજ જરૂરી છે. વિટામિન B-12 ની ઉણપ મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. વિટામિન B-12 શરીરમાં લાલ રક્તકણોની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિટામિન B-12 શરીરમાં ફોલિક એસિડના પરિવહનમાં પણ મદદ કરે છે. જો વિટામિન B-12 ની ઉણપ શરીરમાં હોય તો તમને ઘણી નાની મોટી સમસ્યાઓ થઇ શકે છે. તમને માનસિક સમસ્યાઓ, હાડકા અને સાંધાની સમસ્યાઓ અને એનિમિયાનું જોખમ પણ વધી શકે છે. તમે આહારમાં વિટામિન B-12 થી ભરપૂર ખોરાકનું સેવન કરીને વિટામિન B-12 ની ઉણપને પુરી કરી શકો છો.
વિટામિન B-12ની ઉણપ ના લક્ષણો: શરીરમાં વિટામિન B-12ની ઉણપ છે જે નહીં તે તમે તેના લક્ષણો પરથી જાણી શકો છો. શરીરમાં વિટામિન B-12ની ઉણપ હોય તો ત્વચા પીળી પડી જાય છે, જીભ પર ફોલ્લીઓ અથવા લાલાશ થઇ જાય છે, મોઢામાં ફોલ્લાઓની સમસ્યા અથવા તો ચાંદા પડી જાય છે
વિટામિન B-12ની ઉણપ ના લક્ષણોમાં આંખોમાં ઓછું દેખાવાની સમસ્યા થાય છે, હતાશા, નબળાઇ અને સુસ્તીનો અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, માથાનો દુખાવો થવો વગેરે વિટામિન B-12ની ઉણપ ના લક્ષણો છે.
વિટામિન B-12ની ઉણપ દૂર કરવા શું કરવું: દહીં: ભારતીય ભોજનમાં બપોરે દહીં ખાવાની ટેવ હોય છે. તમને જણાવીએ કે દહીંમાં વિટામિન B2, B1 અને B12 મળી આવે છે. શરીરમાં વિટામિન B-12ની ઉણપને દૂર કરવા માટે તમે ઓછી ચરબીવાળા દહીંને તમારા આહારમાં સામેલ કરી શકો છો.
પનીર: વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે પનીરનું સેવન કરી શકો છો કારણકે પનીરમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. કોટેજ ચીઝમાં વિટામિન બી પણ જોવા મળે છે. શાકાહારી લોકો માટે પનીરનું સેવન વિટામિન B12 માટે એક સારો વિકલ્પ છે.
બ્રોકોલી: વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમારે ભોજનમાં બ્રોકોલીનો સમાવેશ કરવો જ જોઈએ કારણકે બ્રોકોલીમાં વિટામિન B12 સાથે ફોલેટ એટલે કે ફોલિક એસિડ પણ હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.
ઈંડા: વિટામિન B12 ની ઉણપ સરળતાથી પૂરી કરવા માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. ઈંડાના સેવનથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ સરળતાથી પૂરી થઈ શકે છે. વિટામિન B-12 ની દૈનિક જરૂરિયાતના લગભગ 46 ટકા રોજના 2 ઈંડા ખાવાથી પૂરી થઈ શકે છે.
સોયાબીન: વિટામીન B12 સોયાબીનમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે સોયા મિલ્ક કે ટોફુ ખાઈ શકો છો. ઓટ્સ : ઓટ્સ ખાવાથી શરીરને ફાઈબર અને વિટામિન્સ મળે છે. ઓટ્સ વિટામિન B12 થી ભરપૂર હોય છે જે તમને સ્વસ્થ રાખે છે.
જો તમારા શરીરમાં પણ વિટામીન B12ની ઉણપ હોય તો અહીંયા જણાવેલી વસ્તુઓ ખાવાની શરુ કરી દો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો.