આજનો માણસ ઘણી બધી બીમારીઓથી ઘેરાયેલો છે. દરેક વ્યક્તિમાં કોઈના કોઈ બીમારી જોવા મળે છે. અહીંયા તમને જે લોકો ડાયાબિટીસ અને અનિંદ્રા તેમજ બીજી કેટલીક ગંભીર બીમારીથી ઘેરાયેલા છે અથવા તો આવી કોઈ બીમારીની ઝપેટમાં છો તો તમને એક છોડ વિષે જણાવીશું.
અહીંયા બતાવેલા છોડના પાંદડા સળગાવી દેવામાં આવે તો તમારી ઘણી બધી મુશ્કેલી ઓછી થઈ શકે છે. આપણી આ ધરતી પર એવા હજારો- લખો ફૂલ-છોડ છે, જેમાં જુદા જુદા ઔષધિય ગુણ જોવા જોવા મળે છે. આ ઔષધીય ગુણધર્મોના કારણકે તેમનો ઉપયોગ ઘણી દવાઓ અને પારંપરિક ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે.
આવો જ એક છોડ છે જે જબરદસ્ત અને અગણિત ગુણોથી ભરપૂર છોડ છે. આ છોડનું નામ છે તમાલપત્ર. તમાલપત્રનો ઉપયોગ દરેક લોકો રસોઈ બનાવવામાં કરે છે. તમાલપત્રનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવાની સાથે તે પોષકતત્વોથી ભરપૂર છે. માલપત્રમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે
એટલા માટે વર્ષોથી તેનો ઉપયોગ પ્રાકૃતિક ચિકિત્સામાં કરવામાં આવે છે આ ઉપરાંત આ જડીબુટ્ટીના પાંદડા અને તેના તેલનો ઔષધિ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવીએ કે તમાલપત્રની તાસીર ગરમ હોય છે આથી તે, કફ અને વાત દોષોને શાંત કરનાર છે, જ્યારે તે પિત્ત દોષને વધારનાર છે.
તમાલપત્રનો ઉપયોગ ડાયાબિટીસ, કેન્સર, પેટની સમસ્યાઓ, શરીરમાં દુખાવો જેવી ઘણી બધી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે તમાલપત્રથી બનેલી ચા પીવાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, તમાલપત્રને સળગાવીને તેની સુગંધ લેવાથી પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે.
મગજને શાંત કરે: ઘણા લોકો આખો દિવસ ખુબજ ચિંતામાં જોવા મળતા હોય છે પરંતુ તમને જણાવીએ કે તમાલપત્રમાં લીનાલુલ હોય છે જે યૌગિક ચિંતાનો ઈલાજ કરવા માટે ઓળખાય છે. ફક્ત 5 થી 8 મિનિટ સુધી તમાલપત્રને સૂંઘવાથી તમને તરત જ સારો અનુભવ થવા લાગે છે. તે મગજને શાંત કરવાનું પણ કામ કરે છે. આથી જો તમે વધુ ચિંતામાં રહો છો તો તમે તમાલપત્રની સુગંધ લઈ શકો છો.
હૃદય માટે: તમાલપત્રનો ઉપયોગ કરીને હૃદયને સ્વસ્થ્ય રાખી શકાય છે કારણકે તમાલપત્રમાં રતીન અને કૈફિક એસિડ જેવા યૌગિક જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ યૌગિક હૃદયની દિવાલોને મજબૂત કરીને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે
અનિંદ્રા : ઊંઘ ન આવવી એટલે કે અનિંદ્રા એ એક ગંભીર બીમારી કહી શકાય છે પરંતુ તમાલપત્ર નો ઉપયોગ કરીને આ બીમારીથી છુટકાળો મેળવી શકાય છે. જો તમે પણ અનિંદ્રાની તકલીફથી પરેશાન છો, તો તમે સૂતા પહેલા પોતાના રૂમમાં 5 તમાલપત્ર સળગાવી દો અને પછી સુઈ જાઓ. થોડાજ સમયમાં તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે.
ડાયાબિટીસ: આજના સમયમાં ખાસ કરીને ડાયાબિટીસની બીમારી બીજી બધી બીમારીઓ કરતા વધુ જોવા મળે છે. ઘણા લોકોને ડાયાબિટીસના ઈલાજ માટે એક ઘરેલું ઉપચારના રૂપમાં તમાલપત્ર કામ કરે છે. તમાલપત્ર ટાઈપ 2 ડાયાબિટિસને કંટ્રોલ કરવામાં અસરકારક માનવામાં આવે છે.
તમાલપત્રનું સેવન કરવાથી તમારું શુગર લેવલ ઘટી શકે છે આ સાથે સાથે તમારા હૃદયના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો આવી શકે છે. ઇમ્યુનિટી : જે લોકોની ઈમ્યુન સિસ્ટમ નબળી છે તેવા લોકો માટે તમાલપત્રનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ શકે છે. કારણ કે તમાલપત્ર વિટામિન સીથી ભરપૂર હોય છે જે મજબૂત ઈમ્યુન સિસ્ટમ માટે જરૂરી હોય છે.
આ સાથે તેમાં ઝીંક પણ રહેલું હોય છે જે તમારી આંખ, નાક, ગળા અને પાચનતંત્ર માટે સારું હોય છે. જે લોકોને પેટની સમસ્યા વારંવાર થતી હોય છે એટલે કે પેટથી જોડાયેલા ગંભીર રોગથી લડવામાં પણ ખુબ જ અસરકારક હોય શકે છે.