આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ફળોનું સેવન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. હાલમાં ચાલી રહેલ ગરમીમાં આપણે એવા કેટલાક ફળોનું સેવન કરવું જોઈએ આપણા શરીરએ ઠંડક પણ આપે. તેવું ફળ એટલેકે તરબૂચ. જે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે.
તરબૂચનું સેવન મોટાભાગે નાનાથી લઈને મોટા દરેક વ્યકતિ કરતા હોય છે. જે ખાવામાં ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાયબર, વિટામિન-સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે.
આ ઉપરાંત તેમાં બીટા કેરોટીન નામનું તત્વ મળી આવે છે. જે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તરબૂચમાં સારી માત્રામાં પાણીનો સ્ત્રોત હોય છે જે ઉનાળાની ગરમીમાં પાણીની ઉણપને પૂર્ણ કરી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
તરબૂચનું સેવન રોજે કરવાથી બ્રેસ્ટ કેન્સર, ફેફસાનું કેન્સર, લોહીની કમી પૂર્ણ કરવા, હૃદયને સ્વસ્થ રાખવા, મગજના સારા સ્વાસ્થ્ય માટે, ત્વચા માટે તરબૂચનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે. હવે તરબૂચનું સેવન કરવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ત્વચા સુંદર બનાવે: તરબૂચમાં કોલેજન નામનું તત્વ મળી આવે છે. જે ત્વચાને સુંદર અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. માટે ઉનાળાની ગરમીમાં ચહેરાને સૂર્યપ્રકાશના કિરણો સામે રક્ષણ મેળવવા તરબૂચનું સેવન કરવું જોઈએ.
કેન્સર સામે રક્ષણ આપે: તરબૂચનું સેવન કેન્સર પીડિત દર્દી માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તરબૂચ બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સરના કોષોને રોકીને તેને નષ્ટ કરવામાં મદદ કરે છે. તરબૂચ નું સેવન કરવાથી આ બધા કેન્સર થવાનું જોખમ નહિવત થઈ જાય છે.
ઉર્જા પ્રદાન કરે: ઉનાળામાં ગરમીમાં કારણે આપણા શરીરમાં ખુબ જ પરસેવો થતો હોય છે તેવા સમયે આપણી કામ કરવાની શક્તિ ઘટી જાય છે. માટે ત્યારે તરબૂચનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં ભરપૂર એનર્જી મળી આવે છે તેમાં રહેલ વિટામિન-સી, પોટેશિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ જેવા પોષક તત્વોના કારણે કોઈ પણ કરવામાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય છે. માટે ઉર્જા મેળવવામાં માટે તરબૂચનું સેવન કરવું જોઈએ.
ગરમીને બહાર નીકાળે: તરબૂચ એક ઠંડુ ફળ છે જેનું સેવન કરવાથી શરીરમાં રહેલ આંતરિક ગરમીને દૂર કરી શકાય છે. તરબૂચનું સેવન કરવાથી શરીરમાં સારી માત્રામાં પાણી મળી આવે છે જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને ગરમીને દૂર કરે છે.
લોહીના પ્રવાહને વધારે: આપણા શરીરમાં લોહીનું પરિવહન સારું અને યોગ્ય માત્રામાં રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે રોજે તરબૂચનું સેવન કરવું જોઈએ જેથી લોહી ગંઠાઈ જવાની સમસ્યા રહેતી નથી.
હૃદયને સ્વસ્થ રાખે: આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે તરબૂચ ખુબ જ સારું માનવામાં આવે છે. તરબૂચનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. જેથી હૃદયને લગતી બીમારીનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. માટે હૃદયના સારા સ્વાસ્થ્ય માટે તરબૂચનું સેવન જરૂર કરવું જોઈએ.
મગજને શાંત કરે: તણાવ અને ડિપ્રેશનની સ્થતિમાં આપણું મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી, તેવામાં તરબૂચનું સેવન કરવાથી મગજ શાંત થાય છે જેથી તણાવમાં થી મુક્તિ મળે છે. આ ઉપરાંત તરબૂચના બીજે પીસીને માથા પર તેનો લેપ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
તરબૂચમાં 90%થી પણ વબધું પાણી મળી આવે છે. જે શરીરને હાઈડ્રેટ રાખે છે. માટે કુદરતી રીતે મળી આવતું આ ફળનું સેવન કરવું જોઈએ. જે ગરમીમાં પણ શરીરને ઠંડુ રાખીને ગરમીથી બચાવે છે. તરબૂચનું સેવન કરવાથી આપણા શરીરના દરેક સ્નાયુઓ મજબૂત રહે છે.
જેમને વજન ઓછું કરવું હોય તેમના માટે પણ તરબૂચનું સેવન ખુબ જ સારું છે. એમાં ખુબ જ ઓછી કેલરી મળી આવે છે. જે મેટાબોલિઝમ રેટમાં વઘારો કરે છે. જેથી પેટની ચરબી ઓછી થાય છે, અને વજન પણ ઘટવા લાગે છે.