ઉનાળાની ઋતુમાં શરીરને અંદરથી ઠંડુ કરવા માટે આપણે ઠંડુ પાણી પીવાનું વધુ પસંદ કરીએ છીએ. ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે, લોકો લિક્વિડ ડ્રિંક્સનું સેવન કરે છે, જેમાં સામાન્ય પાણીની સાથે-સાથે લોકો લસ્સી, જ્યુસ અને નારિયેળ પાણી સહિત વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે.

નિષ્ણાતોના મતે હાઇડ્રેટ રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછું આઠથી 10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પાણી પીતી વખતે યોગ્ય તાપમાન હોવું પણ જરૂરી છે. પાણીનું તાપમાન આરોગ્ય પર અસર કરે છે. ઉનાળામાં લોકો ઠંડુ પાણી પીવાની ઈચ્છા સાથે ફ્રીજનું પાણી પીવે છે.

તરસ છીપાવવા અને થાક દૂર કરવા માટે લોકો ગમે ત્યારે ઠંડુ પાણી પીવે છે, પરંતુ તમને જણાવીએ કે ઠંડુ પાણી ભલે તે થોડા સમય માટે ગરમીથી રાહત આપે છે, પરંતુ તેનાથી ઘણું નુકસાન પણ થાય છે. આયુર્વેદમાં ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યા છે. ખાસ કરીને ફ્રીજનું ઠંડુ કરેલું પાણી બિલકુલ ન પીવું જોઈએ.

બહાર ગરમીમાંથી આવીને, કસરત કરીને કે ખાવાના તુરંત પછી તરત ઠંડુ પાણી પીવું શરીર માટે ખુબજ નુકશાનકારક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ કે શરીરને શું નુકશાન થઇ શકે છે.

હાર્ટ રેટ પર અસર: ઠંડા પાણીનું સેવન તમારા શરીરના ધબકારા પણ ઘટાડી શકે છે. એક અભ્યાસ મુજબ, ફ્રિજનું વધુ ઠંડુ પાણી પીવાથી દસમી ક્રેનિયલ નર્વ (વેગસ નર્વ) ઉત્તેજિત થાય છે. ચેતા શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. નીચા તાપમાનના પાણીની અસર સીધી વેગસ નર્વ પર પડે છે, જે હૃદયના ધબકારા ઘટાડે છે.

ગળામાં દુખાવોઃ ઘણીવાર ગળું ખરાબ થાય કે અવાજ બદલાય ત્યારે વડીલો કહે છે કે ઠંડુ પાણી પીધું જ હશે. આ વાત પણ સાચી છે, ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો થાય છે. ફ્રીજમાંથી ઠંડુ પાણી બહાર કાઢી, પીધા પછી આવી સમસ્યા થવી સામાન્ય વાત છે. આ સાથે સાથે જો તમે જમ્યા પછી ઠંડુ પાણી પીવો છો, તો લાળ બનવા લાગે છે અને શ્વાસ લેવાનો રસ્તો બ્લોક થઈ જાય છે. તેનાથી ગળામાં ખરાશ, લાળ, શરદી અને ગળામાં સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

માથાનો દુખાવો: જો તમે તડકામાંથી આવ્યા પછી તરત જ ખૂબ ઠંડુ પાણી અથવા બરફનું પાણી પીઓ છો, તો મગજ સ્થિર થઈ શકે છે. ઠંડા પાણીનું સેવન કરવાથી તમારી કરોડરજ્જુની ઘણી ચેતાઓ ઠંડી પડી શકે છે, જે મગજને અસર કરે છે અને માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિ સાઇનસની સમસ્યાથી પીડિત લોકો માટે મુશ્કેલી વધારી શકે છે.

પાચન પર અસર: શરીર કોઈપણ પદાર્થને તેના તાપમાન પર લાવે છે, જેને તે વધુ પાચન માટે આગળ મોકલે છે, પરંતુ ખૂબ જ ઓછા તાપમાનની વસ્તુઓ ખાવાથી, શરીર તેને તેના તાપમાનમાં ગોઠવવાનું શરૂ કરે છે, જેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને અપચોની સમસ્યા થાય છે. પેટમાં ઠંડુ પાણી પાચનતંત્રને અસર કરે છે. સંશોધન મુજબ, ઠંડુ પાણી રક્ત વાહિનીઓને સંકુચિત કરે છે, જે પાચનની સમસ્યાઓ તરફ દોરી જાય છે.
જાહેરાત

વજન ઘટાડવામાં પ્રોબ્લેમ: જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે ઠંડા પાણીનું સેવન ન કરવું જોઈએ. ઠંડા પાણીના કારણે શરીરમાં રહેલી ચરબીને બર્ન કરવી મુશ્કેલ બની જાય છે. ફ્રિજનું પાણી શરીરની ચરબીને સખત બનાવે છે, જેના કારણે ચરબી ઘટાડવામાં સમસ્યા થાય છે અને વજન ઓછું થતું નથી.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *