આપણું શરીર આપણા માટે ભગવાને આપેલ અમૂલ્ય ભેટ છે. મોટાભાગે દરેક વ્યકતિ સવારે ઉઠીને એક કે બે ગ્લાસ પાણી પીતા હોય છે. આયુર્વેદ પણ કહે છે કે દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી મોટાભાગની ઘણી બઘી બીમારીઓ દૂર થઈ જાય છે.

જો તમે પાણી સાથે આ એક દેશી વસ્તુ ખાઈ લેશો તો તમે આજીવન માટે ઘણા રોગોથી દૂર રહી શકશો. આ વસ્તુને સવારે ઉઠીને ખાઈ લેવાની છે ત્યાર પછી પાણી પી જવાનું છે. જો તમે આ રીતે દરરોજ કરશો તો તમારા શરીરમાં જન્મેલી બીમારીઓનો નાશ થશે.

માટે આજે જે વસ્તુનું સવારે ઉઠીને સેવન કરવાનું છે તે વસ્તુ નું નામ છે દેશી બ્રાઉન ગોળ. સફેદ ગોળનો ઉપયોગ ના કરવો. હા જો તમે દરરોજ સવારે ખાલી પેટ એક ટુકડો દેશી ગોળનું સેવન કરીને તેના ઉપર હૂંફાળું ગરમ પાણી પી જશો તો ઘણા રોગો આપણા થી દૂર રહે છે.

આ માટે સવારે તમે ઉઠો ત્યારે એક ટુકડો દેશી બ્રાઉન ગોળ લઈ ને ખાઈ જવાનો છે. ત્યાર પછી હૂંફાળું પાણી ગરમ કરીને તેની ઉપર પી જવાનું છે. જો તમે આવી રીતે દરરોજ કરશો તો સ્વાસ્થ્ય એ અનેક ફાયદા થશે.

તમે બઘા જાણતા હશો કે ગામડામાં મોટા ભાગે રોટલીને ગોળનું સેવન કરતા જેથી તેમનું શરીર ખુબ જ મજબૂત અને અડીખમ રહેતું હતું. તેનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર શક્તિ મળી રહેતી હતી. જેથી તે ઘણા રોગોથી દૂર રહેતા હતા. પરંતુ અત્યારની નવી જનરેશન ગોળનું સેવન કરવાનું જ ભૂલી ગઈ છે. માટે તેમના માટે આ એક ઉપાય ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

ગોળનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનમાં વઘારો થશે. જેથી લોહી ઉણપ સર્જાશે નહીં. ખાસ કરીને મહિલામાં લોહીની ઉણપ સર્જાતી હોય છે તેમના માટે ગોળનું સેવન કરવું વરદાન થી ઓછું નથી. માટે દરરોજ ગોળનું સેવન કરીને પીવાથી લોહી શુદ્ધ પણ થશે અને ખરાબ લોહીને દૂર કરશે.

આ ઉપરાંત સારા લોહીને બનાવામાં મદદ પણ કરશે. લોહીમાં વઘારો થવાથી દરેક સેલમાં પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી રહેશે જેથી શરીરમાં ઈમ્યુનિટી પણ વઘશે. માટે દરરોજ સવારે ભૂખ્યા પેટે ગોળ અને પાણીનું સેવન કરવું.

ગોળનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહેશે. આ ઉપરાંત ગોળનું સેવન કરવાથી આપણી લાંબી ઉમર થાય ત્યાર સુઘી આપણા શરીરના જેટલા પણ હાડકા છે તે દરેક હાડકા મજબૂત રહેશે. તમે ઘણી વખત જોયું હશે કે હાલત ચાલતા ઘણા લોકોના હાડકા ભાંગી જતા હોય છે.

જો શરીરમાં હાડકા નબળા હશે તો તમને હાડકા ક્રેક થવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા જરૂરી તત્વો મળી આવે છે હાડકાને અંદરથી મજબૂત બનાવાનું કામ કરે છે. માટે મોટી ઉંમરે પણ હાડકાને મજબૂત બનાવી રાખવા હોય તો દરરોજ સવારે ભૂખ્યા પેટે દેશી ગોળ ખાઈ લો.

જો તમે દરરોજ આ ગોળ અને હૂંફાળા પાણીનું સેવન કરો છો તો તમારી ત્વચા પણ સારી રહે છે ચહેરાની નિખાર પણલાવી દેશે. માટે જો તમે નેચરલી ચહેરાની ગ્લો લાવવા માંગતા હોય તો દરરોજ ખાલી પેટ એક દેશી બ્રાઉન ગોળ નો ટૂકડો ખાઈ ને ઉપરથી હૂંફાળું પાણી પી લેશો તો ઉંમર વધશે પણ તમને જવાન બનાવી રાખશે.

મોટાભાગે દરેક વ્યક્તિના ઘરે સફેદ ગોળ સરળતાથી મળી રહે છે. પરંતુ તેમને પણ વિનંતી છે કે દાળ, શાક જેવા રસોઈમાં પણ સફેદ ગોળનો ઉપયોગ ના કરવો જોઈએ. તેની જગ્યાએ દરેક રસોઈમાં કે ખાવામાં બ્રાઉન દેશી ગોળનો જ ઉપયોગ કરવો જોઈએ. જેના તમને અનેક ફાયદા પણ જોવા મળશે.

જો તમે દરરોજ સવારે નરણાકાંઠે ઉઠીને પાણી પીવાની આદત છે તો તેના પહેલા એક દેશી બ્રાઉન ગોળનો ટુકડો ખાઈ ને પછી પાણી પીજો પછી જોવો તેના કેટલા બધા અદભુત ફાયદા થાય છે. એક વખત દરેક વ્યક્તિએ આ ઉપાય અપનાવો જોઈએ. મહિલાઓએ તો ખાસ અપનાવવો જોઈએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *