હળદર એક આયુર્વેદિક ઔષઘી નો રાજા કહેવાય છે. તેમાં અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. માટે આપણા રોજિંદા ભોજનમાં લીલી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

લીલી હળદરમાં વિટામિન-એ, આયર્ન, વિટામિન-બી, પોટેશિયમ, વિટામિન-સી, ફાયબર અને ઝીંક ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. સૂકી હળદર કરતા લીલી હળદરમાં વઘારે પોષક તત્વો હોવાથી તે વધુ ગુણકારી છે. આજે અમે તમને લીલી હળદર ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

શરદી અને ઉઘરસ: શરદી અને ઉઘરસમાં લીલી હળદર ખુબજ અસરકારક છે. એક ચમચી લીલી હળદરનો રસ, એક ચમચી મઘ અને બે ટીપા લીંબુના રસ આ બઘાને મિક્સ કરીને ચાટવાથી ગળામાં કફ અને ઉઘરસમાં રાહત થાય છે.

પાચનક્રિયા સુઘારે: લીલી હળદર પાહનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. લીલી હળદરને જમવા સાથે ખાવાથી પાચનને સુઘારે છે. જમ્યા બાદ પેટમાં દુખાવો થતો હોય તો તેને મટાડે છે.

લોહીને શુદ્ધ કરે: લીલી હળદર, ગાજર, આમળા, અને બીટનો જ્યુસ બનાવીને પીવાથી લોહી માં રહેલા ઝહેરી બેક્ટેરિયાને દૂર કરીને લીહોને શુદ્ધ કરે છે. આ ઉપરાંત લીવરમાં જામેલા કચરાને દૂર કરીને લીવર ને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

સોજો કે દુખાવો: શરીરમાં કોઈ પણ જગ્યાએ આવેલ સોજા કે દુખાવાને દૂર કરવામાં લીલી હળદર મદદ કરે છે. માટે સોજો આવ્યો હોય તો લીલી હળદરને પીસીને ગરમ દૂધમાં નાખીને પીવાથી સોજામાં થતો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત હળદરને પીસીને તેમાં મીઠું નાખીને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે.

ચામડીના રોગ: આજના સમયમ ઘણા લોકોને દાદર, ખંજવાળ, ખસ, ખરજવું જેવા ચામડીના રોગ થાય છે. આ રોગો સામે રક્ષણ મેળવા માટે લીલી હળદરનું સેવન આહારમાં કરવું જોઈએ. જે ચામડીના રોગથી બચવામાં મદદ કરે છે.

ત્વચા માટે: ચહેરાને નિખારવા માટે ખુબ જ ફાયદા કારક છે. માટે એક કે બે લવિંગને શેકીને તેનો પાવડર બનાવી, અને તેટલા જ પ્રમાણમાં લીલી હળદરનો રસ લો, તેમાં ત્રણ ટીપા દૂઘ મિક્સ કરીને ચહેરા પર લગાવાથી ચહેરા પરના ડાઘ, ખીલ, કરચલી દૂર થાય છે.

બાળકો માટે: એક કપ દૂઘમાં એક કે બે ટુકડા લીલી હળદર ને પીસીને દૂઘ માં નાખો, ત્યારબાદ દૂધને ઉકાળો અને તે દૂઘ ને ગાળીને બાળકોને સવારે અથવા સાંજે પીવડાવાથી તેમનો મગજનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વઘારીને શરદી, ઉઘરસ સામે રક્ષણ આપે છે.

ઘા માટે: કોઈ પણ જગ્યા એ વાઘેલા ઘા પર લીલી હળદરનો રસ લગાવાથી લોહી બંઘ થઈ જાય છે અને ઝડપથી રૂઝ આવે છે. આનાથી ઈન્ફેક્શન નથી થતું. ચહેરાને નિખારવા: ચણા ના લોટમાં લીલી હળદરનો રસ અને ઘી મિક્સ કરીને ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ગોરો અને મુલાયમ થાય છે.

માટે અઠવાડિયામાં 2-3 વાર લગાવાથી જલ્દી ફરક જોવા મળશે. લીલી હળદરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભો થાય છે. માટે લીલી હળદર ને શિયાળામાં ખાઈ લેવી જોઈએ જેથી તેના અનેક ફાયદા તમને થશે. લીલી હળદર શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *