લીંબુ એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે. નાના દેખાતા આ લીંબુના ઘણા બઘા ફાયદા જોવા મળે છે. મોટાભાગે દરેકના ઘરે રસોઈનો સ્વાદ વઘારવા માટે લીંબુનો ઉપયોગ થતો હોય છે.
લીંબુમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય અને આંખો માટે ખુબ જ ફાયદાકારક છે આ ઉપરાંત લીંબુના અનેક આરોગ્યને લગતા સ્વાસ્થ્ય લાભો પણ છે. લીંબુમાં કેલ્શિયમ, વિટામિન-સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાયબર, ફોલિક એસિડ, બીટા કેરોટીન, ફાયબર જેવા પોશાક તતવો ભરપૂર માત્રામાં મળી આવે છે.
લીંબુના રસના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આજના સમયમાં ભાગદોડ ભરી જીવન શૈલીમાં માથાનો દુખાવો થવો એક આમ સમસ્યા છે. માટે આ સમસ્યાથી રાહત મેળવવા માટે લીંબુના એક ટુકડાને કાપીને સૂવાની જગ્યાએ ઓશિકા જોડે મૂકી દો. જેથી માથાના દુખાવામાં રાહત મળશે.
માનસિક તણાવના કારણે ઘણા લોકોને ઊંઘ આવતી નથી. માટે સારી ઊંઘ લાવવા માટે લીંબુના ટુકડાને કાપીને તેને સુંગી ને ઊંડો શ્વાસ લેવાથી ઊંઘ આવે છે. લીંબુમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ મગજ ને શાંત રાખવામાં મદદ કરે છે જેથી ખુબ જ સારી ઊંઘ આવે છે.
ઘણા લોકો કામના ટેન્શનના કારણે ઘણા ડિપ્રેશનમાં રહેતા હોય છે. જેના કારણે તેમને ઊંઘ આવતી નથી. માટે તેમને સુતા પહેલા લીંબુના ટુકડા કરીને ઓશિકા આગળ મૂકીને સુતા સુતા સુંગવાથી ઊંઘ આવી જાય છે અને બેચેની, ગભરાહટ વગેરે દૂર થઈ જાય છે.
ઊંઘ આવતી હોય અને મચ્છર પરેશાન કરતા હોય તો સારી ઊંઘ લાવવા માટે લીંબુ ખુબ જ ફાયદાકારક છે. માટે રાત્રે સુતા પહેલા લીંબુને કાપીને સુવાની જગ્યાએ મુકવાથી તેની સુવાસથી આસપાસ મચ્છર અને જીવજંતુ આવતા નથી. જેથી ખુબ જ સારી ઊંઘ આવે છે.
લીંબુના ટુકડાને કાપીને રાત્રે સુતા પહેલા બાજુમાં રાખીને સુંઘવાથી બ્લડ સરક્યુંલેશન સારું થાય છે. આ ઉપરાંત લીંબુના ટુકડા કરીને ઊંડો શ્વાસ લેવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે. માટે બ્લડ પ્રેશર દર્દી માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
જો શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો લીંબુના ટુકડા કરીને સુંઘવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ ઉપરાંત મગજને યોગ્ય રીતે કામ કરવામાં પ્રેરિત કરે છે. શરદીથી છુટકાળો મેળવવા માટે પણ લીંબુના ટુકડાને સુંઘવાથી નાક ખુલી જાય છે અને શરદીમાં રાહત મળે છે.
લીંબુમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત અસ્થમા પીડિત દર્દી માટે પણ શ્વાસ નળીને ખોલવા માટે લીંબુના ટુકડા નું સુગંઘ ફાયદાકારક માનવામાં આવે છે.