શિયાળામા ઘણા લોકો વહેલી સવારે ચાલવા જતા હોય છે. વહેલી સવારે ચાલવાના ઘણા બઘા ફાયદા થાય છે. કારણકે વહેલી સવારે પ્રદુષણ ખુબ જ ઓછું હોય છે. માટે વહેલી સવારે ચાલવાથી આપણે જરૂરી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. દરરોજ સવારે ચાલવાથી આખો દિવસ ફ્રેશ રહે છે.
શિયાળામાં સવારે ઉઠીને ચાલવા જવું દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે. શિયાળામાં વહેલી સવારે ચાલવાથી હદય સ્વસ્થ રહે છે આ ઉપરાંત શુદ્ધ ઓક્સિજન મળવાથી ફેફસા પણ મજબૂત બને છે. માટે આજે અમે તમને શિયાળામાં વહેલી સવારે ચાલવાના ફાયદા વિશે જણાવીશું.
1.હદય રોગથી બચાવે: દરરોજ સવારે વહેલા ઉઠીને ચાલવા જવાથી હદયને લગતી સમસ્યા ખુબ જ નહિવત થઈ જાય છે. આ ઉપરાંત હદય રોગના દર્દી એ સવારે ઉઠીને ચલાવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેથી હાર્ટ અટેક જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે.
2.ફેફસાને મજબૂત કરે: દરરોજ નિયમિત ચાલવાથી ફેફસા મજબૂત થાય છે. આ ઉપરાંત સવારે શુદ્ધ ઓક્સીઝન મળવાથી ફેફસા સાફ રહે છે. આ ઉપરાંત ફેફસા ની પ્રતિરોઘક શક્તિમાં વઘારો થાય છે. માટે કસરત કરવાથી થાકનો અનુભવ થતો નથી.
3.બ્લડ પ્રેશર કંટ્રોલ કરે: અત્યારના સમયમાં નાની ઉંમરમાં ઘણા લોકો બ્લડપ્રેશરની બીમારીના શિકાર થઈ જાય છે. માટે આ સમસ્યાથી બચવા માટે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વહેલી સવારે ચાલવું જોઈએ. જેથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે.
4.વજન ઘટાડવા માટે: વજન ઘટાડવા માટે પણ એક ઉત્તમ વિકલ્પ છે. માટે વજન ઘટાડવા માટે કોઈ પણ ડાયટ ફોલો કર્યા વગર વહેલી સવારે 30 મિનિટ ફાસ્ટ ચાલવું જોઈએ. જેથી વજન પ ઝડપથી ઉતરવા લાગશે.
5.આંખો માટે: વહેલી સવારે ગાર્ડનમાં ચાલવાથી આંખોની રોશની માં વૃદ્ધિ થાય છે. માટે દરરોજ વહેલી સવારે ગાર્ડનના લીલા ઘાસમાં ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવું જોઈએ. જેથી આંખોના નંબર માં પણ ઘટાડો થવા લાગે છે. માટે નિયમિત પણે ચલાવું ખુબ જ ફાયદાકારક છે.
6.રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે: અત્યારના સમયમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખુબ જ જરૂરી છે. માટે ઘણા લોકો દરરોજ સવારે મોર્નિંગ વોક કરવા જતા હોય છે. માટે દરરોજ સવારે ચાલવું જોઈએ. ચાલવાથી અનેક બીમારીમાં ખુબ જ ફાયદો થાય છે.
દરરોજ વહેલી સવારે ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જ જોઈએ. જેથી સ્વસ્થ પણ સારું રહે. દરરોજ મોર્નિંગ વોક કરવું ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક છે. વહેલી સવારે ચાલવાથી બ્લડસુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
શિયાળામાં જો વધુ ઠંડી હોય તો એક કે બે કિલોમીટર જ ચાલવું જોઈએ. દરરોજ વહેલી સવારે ચાલવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે અને આખો દિવસ ફ્રેશ અને ઉર્જાવાન રહે છે. આ ઉપરાંત અનિદ્રાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.