આજે અમે તમને આ આર્ટિકલમાં દરરોજ સવારે ખાલી પેટ કિસમિસ નું પાણી બનાવવવા ની રીત અને તેને પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. અત્યારે લોકોને સ્વાસ્થ્ય સબંધિત અનેક બીમારીનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણા રોજિંદા વ્યસ્ત જીવન શૈલી અને ખાણી-પીણી ના કારણે ઘણા લોકો કોઈ ને કોઈ બીમારીથી પરેશાન રહે છે.
કિસમિસ ખુબ જ ઉપયોગી ડ્રાયફૂટ માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને કેલ્શિયમની માત્રા રહેલ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે કિસમિસ તો ખાધી જ હશે પણ તેનું પાણી પીવાના ફાયદા વિશે અજાણ હશો. માટે અમે તમને કિસમિસના પાણી પીવાથી થતા ફાયદા વિશે વધુ માહિતી આપીશું.
ફાયદા : 1. કિસમિસ માં રહેલ હાજર પોષક તત્વો પેટના રોગો માટે ફાયદાકારક છે. કિસમિસ ના પાણીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે કબજિયાત, ગેસ, એસીડીટી, અપચો જેવી પેટને લગતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને પેટ સાફ રહે છે.
2. કિસમિસનું પાણી પીવાથી શરીરમાં ચરબી ને દૂર કરે છે અને વજને ઘટાડવામાં મદદ કરે છે. તેના પાણીમાં વિટામિન-એ, અને વિટામિન-સી નું ખુબ જ વધુ માત્રા મળી આવે છે. જે ચયાપચયને વેગ આપવાનું કાર્ય કરે છે. જેથી વજન ઝડપ થી ઉતરે છે. 3. કિસમિસ નું પાણી પીવાથી યકૃત મજબૂત થાય છે. અને ખાઘેલા ખોરાકને યોગ્ય રીતે પચે છે.
આ સિવાય ખોરાકમાંથી બહાર આવતા પોષક તત્વો શરીર ને યોગ્ય રીતે મળી રહે છે. 4. લોહીમાં રહેલ ખરાબ તત્વોને દૂર કરીને લોહીને શુદ્ધ કરવામા કિસમિસ નું પાણી ફાયદાકારક છે. તેની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તેનું પાણી પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.
5. તમારે આખો દિવસ શરીરમાં એનર્જી રાખવી હોય તો દરરોજ સવારે કિસમિસનું પાણી પીવું જોઈએ. ગ્લુકોઝ અને ફુક્ટોઝ કિસમિસના પાણીમાં ખુબ જ વઘારે પ્રમાણમાં જોવા મળે છે. જે શરીરને શક્તિશાળી બનાવે છે. જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
6. અત્યારના સમયમાં હાડકા નબળા થવાની સમસ્યા ખુબ જ વઘી ગઈ છે. હાલમાં નાની ઉંમરના લોકોમાં પણ કેલ્શિયમની ઉણપ હોય છે. જેના કારણે નાની ઉંમરમાં જ કોઈ બાળક પડી જાય તો તરતજ ફેક્ચર થવાની શક્યતા વઘી જાય છે. નાની અને મોટી ઉંમરના દરેક લોકોએ આ કિસમિસના પાણીનું સેવન કરવું જોઈએ જેથી વૃદ્ધ થઈ એ તો પણ કેલ્શિયમ ની ઉણપ થશે નહીં.
કિસમિસનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા તો એક કપ પાણીમાં 75 ગ્રામ કિસમિસ લેવાની છે. હવે પાણીને ગરમ કરો અને ત્યારપછી તેમાં કિસમિસ નાખી દો. હવે તે પાણીને આખી રાત એમના એમ રહેવા દો. સવારે ઉઠો ત્યારે તે પાણીને ગાળીને ઘીમા ગેસ પર ગરમ કરો. ત્યારપછી તે પાણીને સવારે ખાલી પેટ પીવાનું છે.
આ પાણી પીઘા પછી અડઘો કલાક સુઘી કઈ ખાવાનું નથી. તમે આ પાણીના ખુબ જ સારા પરિણામ મેળવવા માંગતા હોય તો દરરોજ સવારે ખાલીપેટ આ પાણીનું નિયમિત સેવન કરવું જોઈએ. આ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. આયુર્વેદ અનુસાર દરરોજ ડ્રાયફૂટનુ સેવન કરવું જોઈએ.