આપણે બઘાએ ઘણી બઘી દાળનું સેવન કર્યું જ હશે. માટે આજે આ આર્ટિકલમાં મસુળની દાળ ખાવાના ફાયદા વિશે જણાવીશું. મસુળની દાળનું સેવન કરવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. માટે નિયમિત પાને મસૂર ની દાળનું સેવન કરવું જોઈએ.
મસૂરની દાળનું સેવન પુરુષો માટે અમૃત સમાન માનવામાં આવે છે. કારણકે આ દાળનું સેવન કરવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટમાં વઘારો કરે છે. મસૂરની દાળમાં ખુબ શક્તિ શાળી માનવામાં આવે છે. જે પુરોષોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
મસૂરની દાળમાં ફાયબર, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તેમાં પ્રીબાયોટિક કાર્બોહાઈડ્રેટ્સ પણ મળી આવે છે જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
ઘણા પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટવાની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે ઘણા લોકો બજારમાં મળતી કેટલીક મોંઘી દવાનો ઉપયોગ કરતા હોય છે. તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારનો ફેર પડતી નથી. બહારની દવાનો ઉપયોગ કરવાથી લાંબા સમયે નુકસાન થાય છે.
આપનો આહાર અને આપણી જીવનશૈલી ના કારણે આપણા સ્પર્મ કાઉન્ટ ઘટવા લાગે છે. જો તમે પણ શારીરિક નબળાઈના શિકાર છો તો આ દાળનું સેવન નિતમિત કરવું જોઈએ જેથી ઘણો ફાયદો થશે.
મસૂરની એક કપ દાળમાં 240 કેલરી, 16 ગ્રામ ડાયેટરી ફાયબર અને 18 ગ્રામ પ્રોટીન મળી આવે છે. આ મસૂરની દાળમાં પ્રોટીન અને ફાયબર નો સ્ત્રોત હોવાથી ખુબ જ ફાયદાકારક છે. માટે દાળના લાભ લેવા હોય તો તેને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
શારીરિક નબળાઈ: મસૂરની દાળનું સેવન કરવાથી શરીરમાં શારીરિક નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત લોહીને વઘારવામાં પણ મદદ કરે છે. માટે શરીરમાં લોહીની ઉણપ કે નબળાઈ હોય તો આ મસૂરની દાળનું સેવન નિયમિત કરવું જોઈએ.
શુક્રાણુ ની માત્રા વઘારે: આ દાળમાં ફોલિક એસિડ આવેલ હોય છે જે પુરુષમાં પ્રજનન ક્રિયાને સક્રિય કરવાનું કામ કરે છે. જેથી શુક્રાણુ ની સંખ્યામાં વઘારો થાય છે. આ દાળને રાત્રે પલાળીને ઢાંકી દેવાની અને સવારે તેનું પાણી પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ થાય છે.
ત્વચા માટે: જો ચહેરા પર ફોલ્લીઓ હોય કે કોઈ ડાઘા હોય તો તેને દૂર કરવા માટે મસૂરની દાળ અને તેમાં દૂઘ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવાથી ફોલ્લી, ડાઘા અને કરચલી દૂર થાય છે.
પીઠના દુખાવામાં રાહત: નિયમિત પણે મસુળની દાળનું સેવન કરવાથી પીઠ અને કમરના દુખાવામાં રાહત થાય છે. માટે મસૂરની દાળને પહેલા પીસી દો, ત્યારબાદ તેને ગરમ કરીને કમર અને પીઠ માં લગાવી દો. આમ કરવાથી દુખાવામાં રાહત થશે.