અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિની લાઈફસ્ટાઈલ અને કેટલીક ખાણી-પીણી ને કારણે પણ આજના સમયમાં લોકો સ્વાસ્થ્યની સમસ્યા અને બ્યુટીની સમસ્યાથી પરેશાન હોય છે.

આજના યુગમાં મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા, વાળમાં ખોડો થવા જથી ઘણી પરેશાન થઈ જાય છે. આ ઉપરાંત આજની યુવાન છોકરીઓને વાળ લાંબા, સિલ્કી અને ભરાવદાર રહે તેવી ઈચ્છા હોય છે.

જેના કારણે છોકરીઓ બજારમાં મળતી કેમિકલવાળી અનેક બ્યુટી હેર પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ ઘણી વખત આ કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ ને ફાયદો થવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.

મહિલાઓ અને યુવાન છોકરીઓ માટે આજે અમે આમળાના તેલ લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી વાળ લાંબા, સિલ્કી અને ભરાવદાર બનાવી શકો છો. આ ઉપરાંત આમળાનું તેલ બનાવાની રીત પણ જણાવીશું.

આમળામાં કેલ્શિયમ, વિટામિન-સી , આયર્ન, વિટામિન-બી, ફાયબર, કેરોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે વાળને ખરતા અટકાવે છે અને તેની સાથે વાળને લાંબા પણ બનાવવામાં મદદ કરશે.

બજારમાં ખુબ જ આસાનીથી આમળાનું તેલ મળી આવે છે પરંતુ તેનાથી ફાયદો થશે નહિ. માટે તમે ઘરે જ આમળાનું તેલ બનાવી શકો છો. જેનો ઉપયોગ કરવાથી તમને થોડા જ દિવસમાં ફરક જોઈ શકશો.

આમળાનું તેલ બનાવવાની રીત: સૌથી પહેલા પાંચ આમળા લઈ લો, તે આમળાને ચોખા પાણીથી ઘોઈને ત્યારબાદ આમળાના ટુકડા કરીને તેના ઠળિયા બહાર કાઠી દો, ત્યાર પછી ટુકડા કરેલ આમળાને મિક્સરમાં પીસીને જ્યુસ બનાવો. ત્યાર પછી તેમાં નારિયેળ તેલ મિક્સ કરીને બરાબર હલાવો.

ત્યાર બાદ તેને ગેસ પર મૂકીને 15 મિનિટ ઉકાળવા દો, ત્યાર પછી તેનો રંગ બ્રાઉન થઈ જાય પછી તેને ગેસ પર થી ઉતારી ને એક દમ ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય ત્યારે તેને એક કાચની બોટલમાં ભરી દો. આ તેલનો ઉપયોગ વાળ ઘોવાના 30 મિનિટ પહેલા વાળના મૂળમાં અને વાળ પર લગાવી દો.

આ તેલનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસમાં ફરક જોવા મળશે. આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. જેથી તમારા વાળ ખરતા અટકી જશે, ખોડો દૂર થશે અને વાળ લાંબા, મુલાયમ અને સિલ્કી બની જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *