આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો યુરિક એસીડ એ શરીરમાં બનતું એક ઝેર છે જે આપણા બધાના શરીરમાં બને છે અને કિડની તેમને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા સરળતાથી શરીરની બહાર કાઢી નાખે છે. ખોરાકમાં પ્યુરીનયુક્ત ખોરાકના વધુ પડતા સેવનથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે.

જ્યારે કિડની શરીરમાં ઉત્પન્ન થતા આ ઝેરને દૂર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે આ ઝેર સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં એકઠા થવા લાગે છે, જેના કારણે હાઈપર્યુરિસેમિયા નામની સ્થિતિ સર્જાય છે, જે ગાઉટનું કારણ છે.

યુરિક એસિડ વધવાથી હાથ અને પગના સાંધામાં દુખાવો અને સોજો આવે છે. જો યુરિક એસિડની સારવાર ન કરવામાં આવે તો તે હાડકાં, સાંધા અને પેશીઓને નુકસાન પહોંચાડે છે. યુરિક એસિડને કંટ્રોલ કરવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. વધુ ને વધુ પાણી પીઓ અને પ્યુરીનથી ભરપૂર ખોરાક ટાળો.

AIIMSના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, આહારમાં અમુક ખોરાક લેવાથી, કિડનીને યુરિક એસિડ દૂર કરવા માટે વધુ સંઘર્ષ કરવો પડશે નહી . અમુક ખોરાક સરળતાથી યુરિક એસિડને બહાર કાઢી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે કયા ખોરાક યુરિક એસિડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

વિટામિન C નું સેવન કરો, યુરિક એસિડ રહેશે નિયંત્રણ : વિટામિન C ના સેવનથી યુરિક એસિડને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમારે વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. ખોરાકમાં ચેરીનું સેવન કરો, લીંબુ, કીવી, સ્ટ્રોબેરી, બ્રોકોલી અને ટામેટાનું સેવન કરો, યુરિક એસિડ કંટ્રોલ રહેશે.

આહારમાં ફાઈબરનો સમાવેશ કરો: જે લોકોના યુરિક એસિડ વધી ગયા છે તેમણે તેમના આહારમાં ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ. ફાઈબરથી ભરપૂર ખોરાક યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ફાઈબરથી ભરપૂર આહારમાં ઓટ્સ, આખા અનાજ, બ્રોકોલી અને શાકભાજીનો સમાવેશ કરો. આ તમામ ખોરાક યુરિક એસિડને મૂળમાંથી ખતમ કરી દેશે.

પાણીનું વધુ સેવન કરવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા દૂર થાય છે : જે લોકોમાં યુરિક એસિડ વધુ રહે છે તેમણે વધુ પાણીનું સેવન કરવું જોઈએ. યુરિક એસિડને બહાર કાઢવામાં પાણી ખૂબ જ મદદરૂપ છે. તમે જેટલું વધુ પાણી પીશો, કિડની માટે યુરિક એસિડનું ઉત્સર્જન કરવું તેટલું સરળ બનશે.

આ વસ્તુઓ ટાળો, યુરિક એસિડ સરળતાથી પેશાબમાંથી નીકળી જશે : જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે તેમના આહારમાં માંસાહારી ખોરાક ટાળવો જોઈએ. લાલ માંસ, માછલી, ઓર્ગન મીટ, મરઘાં યુરિક એસિડનું સ્તર ઝડપથી વધારે છે. બીયર અને વાઇનના સેવનથી પણ યુરિક એસિડના સ્તરમાં ઝડપી વધારો થઈ શકે છે.

જો તમે પણ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલી વસ્તુઓનું વધુ સેવન કરો અને જે વસ્તુઓનું સેવન ટાળવાનું કહ્યું છે તે ખાવાનું બંધ કરો. તમારું યુરિક એસિડ રહેશે કંટ્રોલ

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *