શરીરને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી ઘણા ચેપી રોગો આપણા શરીરથી દૂર રહે છે. એટલા માટે જ કોરોનામાં રોગપ્રતિકારક મજબુત કરવા પર વઘારે ભાર મુકવામાં આવ્યો હતો. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો કેન્સર જેવી ભયંકર બીમારી નું જોખમ ઓછું થઈ જાય છે.
આપણા જીવનમાં રોજિંદી જીવનની ઘણી આદતો અને આપની ખાણી-પીણી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી દે છે. માટે રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટે આપણે આહારમાં પૌષ્ટિક આહાર નો સમાવેશ કરીને તેની સાથે રોજિંદા જીવન શૈલી માં કસરત અને યોગા ને પણ સ્થાન આપવું જોઈએ.
આપણી એવી ખરાબ આદતો છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ને નબળી પાડી શકે છે. તો ચાલો જાણીએ આપણી કઈ આદતો છે જેને આપણે સુઘારવી જોઈએ અને રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરી શકીયે.
આલ્કોહોલ અને સ્મોકિંગ ના કરો : આલ્કોહોલ અને સ્મોકિંગ બંને આપણા સ્વાસ્થ્ય ને ખરાબ કરી શકે છે. આલ્કોહોલ અને ઘૂમ્રપાન કરે છે તે વ્યકતી ની રોગપ્રતિકારક શક્તિ અન્ય વ્યક્તિ કરતા ખુબ જ નબળી હોય છે. જેના કારણે બીજાની તુલનામાં ઇન્ફેક્શન અને બીજી અન્ય બીમારીના શિકાર પણ હોય શકે છે.
વધુ ખાંડનું સેવન કરવાનું ટાળો : જે લોકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમને ફક્ત ડાયબિટીસ એકલું નથી હોતું તેના સાથે રોગપ્રતિકારક ને લગતી અન્ય સમસ્યા ના શિકાર પણ હોઈ છે. વધુ પડતી ખાંડ નું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે. ખાંડનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વઘે છે. તે હાડકાને અસર કરે છે માટે વઘારે ખાંડનો ઉપયોગ કરવાનું ટાળવું શરીર માટે હિતકારક છે.
વ્યાયામ કે કસરત કરવાની આદત ના છોડો : શરીરને રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે આ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શરીરને સક્રિય રાખવા માટે જરૂરી છે. માટે દરરોજ ઓછામાં ઓછી 15-20 મિનિટ નો ટાઈમ કાઠીને પણ વ્યાયામ અને કસરત કરવી જોઈએ. જેથી તમે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.
વઘારે પડતું મીઠુનો ઉપયોગ ના કરવો : ભોજનનો સ્વાદ વઘારવા માટે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ જો વઘારે પડતું મીઠું શરીરને નુકશાન કરી શકે છે. જેથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. માટે મીઠાનું ઓછું મિતુ વાપરવાનો આગ્રહ રાખવો.
આપણે જાણીએ છીએ કે આપણી ખરાબ આદતો આપણા શરીર માટે કેટલી બઘી તકલીફ લાવી શકે છે માટે તમે તમારી ખરાબ આદત ને સુઘારીને સ્વસ્થ અને લાબું જીવન જીવી શકો છો. અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.