આજે આપણે જાણીશુ આપણે કેટલા કલાક સૂવું જોઈએ. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે આપણે પૂરતા કલાક ઊગવું જરૂરી છે. મન થી સ્વસ્થ રહેવા 24 કલાક માંથી 7 થી 8 કલાક સૂવું જોઈએ. ઊંગ માં માણસ સંપૂર્ણ રીતે આરામ માં હોય છે અને પોતાની શક્તિ નો સંગ્રહ કરે છે. આ સમય દરમિયાન આપણી બોડી માં લોહી નું ભ્રમણ, મગજ, શ્વાસ લેવા ની પ્રકિયા સામાન્ય કરતા ધીમી હોય છે.
જેથી, દિવસ દરમિયાન થાકેલી બોડી ને આરામ આપી, બીજા દિવસે નવી ઊર્જ સાથે કાર્યરત થઇ શકે છે. એક સર્વે અનુસાર આપણે આપણા જીવન નો ત્રીજો ભાગ ઉગવા માં પસાર કરીયે છીએ. માણસ નો તેના જીવન નો વધારે સમય ઉંગવામાં જાય છે. જો વ્યક્તિ પૂરતો સમય આરામ નથી કરતો તો, તેને કામ કરવા માં ગણી મુસીબતો નો સામનો કરવો પડે છે, અને કોઈક વાર બીમારી નો ભોગ પણ બનવું પડે છે.
ચાલો હું તમને જાણવું ઉમર પ્રમાણે કેટલા કલાક સૂવું જોઈએ: બે થી ત્રણ વર્ષ ના બાળક ને 16 થી 17 કલાક સુવે છે. કારણકે, તે સમય વખતે બાળક ની બોડી માં કેટલાક પ્રકારના બદલાવ થતા હોય છે અને તે દરમિયાન બાળક ના હોર્મોન્સ પણ બનતા હોય છે, જે શરીર ને મજબૂત અને બાળક નો સર્વાંગી વિકાસ કરે છે.
8 થી 10 વર્ષ અને દશ થી વીસ વર્ષ ના બાળકે 24 કલાક માંથી 9 થી 10 કલાક સૂવું જોઈએ. વીસ થી પચીસ વર્ષ ના વ્યક્તિ એ ઓછા માં ઓછું 8 થી 9 કલાક સૂવું જોઈએ. જયારે માણસ ની 35 વર્ષ કે તેથી વધારે વય નો હોય તો તેમને 7 થી 8 કલાક ની ઉંગ લેવી જોઈએ. જો માણસ ને નક્કી કરેલા સમય જેટલી ઉંગ નથી આવતી તો તે વ્યક્તિ કોઈ ના કોઈ બીમારો નો સામનો કરી રહ્યો હોય છે.
સારી રીતે સુવા માટે આ આદતો છોડી દો: આપણે મોડી રાત સુધી મોબાઇલ નો ઉપયોગ કરવા નું ટાળવું જોઈએ. રાત્રે મિત્રો જોડે બેસી સિગારેટ અને દારૂ નું સેવન બંધ કરવું જોઈએ. મોડી રાત સુધી અન્ય વ્યક્તિ જોડે મોબાઈલ માં વાતો કરવી જોઈએ નહિ. અડઘી રાત્રે કોઈ નવું કાર્ય કરવું નહિ. શક્ય હોય તો બીજા દિવસે સવારમાં જ કરવું.
જો તમે આ પ્રવુતિ કરશો, તો તમને સારી ઉંગ આવામાં મદદ રૂપ થશે: રાત્રે સુતા પહેલા શક્ય હોય તો સ્નાન કરવું જોઈએ. જો સ્નાન કરવું શક્ય ના હોય તો હાથ અને પગ ધોવા જોઈએ. શક્ય હોય તો પગ ના નીચે ના ભાગ માં ગાય નું ઘી લગાડો. સુવો ત્યારે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. સવારે અને સાંજે નક્કી કરેલા સમયે ચાલવાનું રાખો.
ઉંગ માટે ની દવા લઇ ને તમારું જીવન જોખમ માં ના નાખો: જયારે કોઈ વ્યક્તિ સુવા માટે ની દવા નું સેવન વધારે પ્રમાણ માં કરે છે, ત્યારે તે વ્યક્તિ ભર ઉંગ માં જતો રે છે. જે જેના શ્વાસ લેવા ની નોર્મલ સ્પીડ ને ધીમી કરી દે છે. આવી પરિસ્થિત માં આવા વ્યક્તિ ને એકલા સુવા દેવું નઈ, કારણકે જો તે વ્યક્તિ ના મોં માંથી વોમિટ કે થુંક નીકળે તો પાછું શ્વસન માર્ગ માં ના જાય. જો પાછું શ્વસનમાર્ગ માં જાય તો વ્યક્તિ નું મૃત્યુ પણ થઇ શકે છે. આ સમયે, વ્યક્તિ ને ઝડપ થી નજીક ના હોસ્પિટલ માં સારવાર આપવી જોઈએ.