સામાન્ય રીતે રોક સોલ્ટનો (સિંધવ મીઠું) ઉપયોગ ફાસ્ટિંગ ફૂડમાં કરવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો તે ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. હા, સામાન્ય મીઠા કરતાં સિંધવ મીઠુંમાં વધુ મિનરલ્સ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તમને જણાવીએ કે સિંધવ મીઠામાં એવા ગુણો રહેલાં છે જે વજન ઓછું કરવાની સાથે બોડીને ડિટોક્સ પણ કરે છે. સિંધવ મીઠું શુદ્ધ હોય છે કારણ કે તેમાં કોઈપણ કેમિકલ અથવા કોઈ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવતી નથી. તો આવો જાણીએ સિંધવ મીઠાના ફાયદા.
1. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક: જે લોકોને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા રહે છે, તેઓએ સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાની સાથે તે હાર્ટ સંબંધિત બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.
2. ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ : સિંધવ મીઠુંમાં રહેલા ગુણો ગળાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદરૂપ છે. આ માટે તમે ગરમ પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરીને ગાર્ગલ કરી શકો છો.
3. તણાવ ઘટાડવામાં મદદરૂપ : સિંધવ મીઠું તણાવ સામે લડવામાં મદદ કરે છે. તેમાં હાજર સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
4. સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ : સિંધવ મીઠુંમાં હાજર ગુણધર્મો સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે સાંધાના દુખાવામાં પણ તે મદદરૂપ છે.
5. પાચન સુધારે છે : સિંધવ મીઠુંમાં રહેલા મિનરલ્સ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેઓ કબજિયાત, એસિડિટી અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરે છે. સિંધવ મીઠું મોંમાં લાળવાળી ગ્રંથિને એક્ટિવ કરવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક પચાવવાની પ્રક્રિયા વધુ સારી થાય છે
6. ચમકતી ત્વચા માટે : તમે સ્ક્રબ તરીકે સિંધવ મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે, જેથી તમે ચમકતી ત્વચા મેળવી શકો.
7. અનિદ્રા : ઘણાં લોકોને તણાવને કારણે રાતે બરાબર ઊંઘ એટલે કે ઘાઢ ઊંઘ આવતી નથી. સિંધવ મીઠાવાળું પાણી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછાં થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થાય છે.