જો તમને વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય તો તમે પણ વાળમાં આ રીતે તેલથી મસાજ કરો. આ રીતે તેલથી માલિશ કરવાથી તમારા વાળ એકદમ મજબૂત, મસ્ત અને સિલ્કી થઈ જશે. તમારા વાળમાં તેલ લગાવ્યા પછી તમારી આ ભૂલના કારણે વાળ ખરવાનું કારણ બની શકે છે.
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતો પૌષ્ટિક આહાર અને આપણી દેખરેખ કઈ રીતે રાખવી તે આપણા પર નિર્ભર છે. તેવી જ રીતે વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પોષણ ની જરૂર પડે છે. જયારે આપણા વાળને પૂરતું પોષણ મળે છે ત્યારે આપણા વાળ લાંબા, ચમકદાર, અને વાળનો ગ્રોથ વઘારવા લાગે છે.
અત્યારના સમયમાં વઘારે પ્રદુષણ ના કારણે પણ આપણા વાળ ખરાબ થઈ રહ્યા છે. અત્યારના સમયમાં વાળને જાળવી રાખવું ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે નાની ઉંમરે વાળ સફેદ થવા, વાળમાં ડેન્ડ્રફ, વાળ ખરવા જેવી સમસ્યા વઘી રહી છે.
વાળને ફક્ત સારા શેમ્પુથી ઘોવા યોગ્ય નથી પરંતુ વાળને મજબૂત કરવા માટે માથાની ચામડીની માલિશ કરવી પણ એટલી જ જરૂરી છે. એટલા માટે વાળને સારા તેલથી માથામાં લગાવી ને હળવેથી માલિશ કરવી જોઈએ. માથામાં વાળની માલિશ કરવાથી વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પરંતુ માથામાં વાળમાં તેલ લગાવ્યા પછી કેટલીક બાબતો નું ઘ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને આ આર્ટિકલમાં વાળમાં તેલ લગાવ્યા પછી શું ઘ્યાનમાં રાખવું જેથી તમારા વાળ મજબૂત બનાવી શકાય તેના વિશે જણાવીશું. વાળમાં એક જ વખતમાં વઘારે તેલ ના નાખવું જોઈએ.
હાલની વ્યસ્ત જીવન શૈલીના કારણે ઘણા લોકોને પોતાના માટે પૂરતો સમય નથી હોતો. તેમના માટે શાંતિથી બેસીને વાળમાં તેલથી માલિશ કરવી ખુબ જ મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં જયારે સમય મળે છે ત્યારે તે એક જ સમય માં વઘારે તેલ લગાવે છે. અમે તમને જણાવી દઈએ કે જેટલું વઘારે તેલ લગાવશો તેટલું જ શેમ્પુનો ઉપયોગ વાળ સાફ કરવામાં વઘારે લાગશે.
આમ કરવાથી તમારા વાળનું કુદરતી ભેજનો નાશ થઈ શકે છે. જેથી વાળ ઘોયા પછી સૂકા વઘારે લાગે છે. વાળમાં તેલ લગાવ્યા પછી વાળને ખેંચીને ફિટ બાંઘવા ના જોઈએ. કારણકે વાળમાં તેલ લગાવ્યા પછી વાળ નરમ થઈ જાય છે. જેથી ખેંચીને ફિટ બાંઘવાથી વાળ તૂટવાની શક્યતા વઘી જાય છે. માટે વાળને ખુલ્લા રાખી શકો અથવા તમે વાળને ચોટલી બનાવી ને છોડી શકો છો.
ઘણા લોકો એવું માને છે કે વાળમાં જેટલો વઘારે સમય તેલ લગાવી રાખવું સારું છે. પરંતુ એ ખુબ જ ખોટી ઘારણા છે. વઘારે સમય વાળમાં તેલ રહેવાથી વાળ ચીકણા થઈ જાય છે. વાળમાં તેલ હોવાથી ધૂળ કે માટી ચોંટવાથી વાળને વધુ નુકશાન થઈ શકે છે. માટે માથામાં તેલની માલિશ કર્યા પછી તરત જ વાળમાં કાંસકો ના વાપરવો જોઈએ.
માથાની ચામડીમાં અને વાળમાં માલિશ કર્યા પછી વાળ ખુબ જ નરમ થઈ જાય છે. માટે ચામડીને યોગ્ય રીતે પોષણ મળી રહે તે માટે માલિશ કર્યા પછી વાળ ને એમના એમ છોડી દેવા જોઈએ. તેલથી માલિશ કર્યા પછી વાળને કાંસકાથી ઓળવવાના બદલે ઘીમે હાથે થી ઓળાવી દો.
હેર માલિશ કર્યા પછી વાળમાં કોઈ પણ ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. વાળમાં શેમ્પુ લગાવ્યા પછી જ તેલથી માલિશ કરવી જોઈએ. જેથી તમારા વાળ મજબૂત, લાંબા અને ચમકદાર બનાવવામાં મદદ કરશે