સારી ઊંઘ દરેક મનુષ્ય માટે ખુબજ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી આખો દિવસ શરીર ઊર્જાવાન રહે છે. સાથે સાથે તન અને મન તાજગી રહે છે. પરંતુ વ્યસ્ત જીવન અને તણાવને કારણે મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
કેટલાક લોકો ઊંઘ માટે દવાનો ઉપયોગ કરે છે. જયારે કેટલાક લોકોને ઊંઘની ગોળીઓ લીધા પછી પણ ઊંઘ આવતી નથી. સારી ઊંઘ અને સુખદ ઊંઘ માટે શાસ્ત્રોમાં કેટલાક મંત્રો જણાવવામાં આવ્યા છે. સૂતી વખતે આ મંત્રોનો જાપ કરવાથી તમને સુખદ ઉંઘનો આનંદ મળે છે. તો ચાલો જાણીએ સારી ઊંઘ માટેના મંત્રો.
સારી ઊંઘ માટેના ઉપાય-1: જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો સૂતા પહેલા સૌથી પહેલા હાથ-પગ ધોઈ લો. આ પછી દરરોજ આ મંત્રનો જાપ કરો. મંત્ર છે- “अगस्तिर्माघवशचैव मुचुकुन्दे महाबल:, कपिलो मुनिरास्तीक: पंचैते सुखशाायिन:”. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમને સારી ઊંઘ આવવા લાગશે.
સારી ઊંઘ માટેના ઉપાય-2: ઘણા લોકો ક્યારેક ખરાબ સપના ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા સારી રીતે હાથ-પગ ધોઈ લો અને આ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે: “वाराणस्यां दक्षिणे तु कुक्कुटो नाम वै द्विज:, तस्य स्मरणमात्रेण दु:स्वपन: सुखदो भवेत्”. આ મંત્રનો જાપ કરવાની સાથે જ તમને ઊંઘ આવી જશે.
સારી ઊંઘ માટે ઉપાય-3: કેટલીકવાર બીમાર વ્યક્તિ રોગને કારણે ઝડપથી ઊંઘી શકતો નથી અને વારંવાર વિચાર્યા કરે છે. આવા લોકો આખી રાત પલંગ પર પાસા બદલતા રહે છે પરંતુ ઊંઘતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટે આ શ્લોકનો પાઠ કરવાથી ફાયદો થાય છે.
આ મંત્ર છે:’अच्युताय नम:, अनंताय नम:, गोविंदाय नम:’. આ ઉપરાંત “अच्युतानन्त गोविन्द नामोच्चारणभेषजात्, नश्यन्ति सकला: रोगा: सत्यं सत्यं वदाम्यहम्”, આ મંત્રનો જાપ કરવાથી પણ સારી ઊંઘ પણ આવે છે.
જો તમે પણ અનિદ્રાની ગોળીઓ લઈને સુવાનું પસંદ કરો છો તો તમારે ગોળીઓ બંધ કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમને આ માહિતી પસંદ આવી તો તમારા મિત્રોને જણાવો.