આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા રોજિંદા લાઈફમાં કેટલાક બદલાવ લાવવા જરૂરી છે. જેથી આપણે હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રહી શકીયે. માટે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ.
જેને તમે રોજિંદા જીવન શૈલી માં અપનાવશો તો શરીર ફિટ અને હેલ્ધી રહેશે. 1. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સવારે ઉઠીને દરરોજ સૂર્યના સામે 10 થી 15 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. જેથી મન શાંત થાય છે.
2. દરરોજ સવારે નરણાકોઠે ઉઠીને 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. જેથી શરીરમાં રહેલ ઝેરી બેક્ટેરિયાને દૂર કરે છે. નવશેકું પાણી પીવાથી ગળામાં જામેલ કફ અને ઈન્ફેકશનને દૂર કરે છે.
3. આપણે દરરોજ સવારે લીંબુનો રસ પીવો જોઈએ. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. જેથી શરીરમાં થાક અને નબળાઈ લગતી નથી. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
4. દરરોજ સવારે અને સાંજે ચાલવાની આદત રાખવી જોઈએ. સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે દરરોજ ચાલવું જોઈએ. રાત્રે જમ્યા પછી ચાલવાથી ખાઘેલ ખોરાકને પચાવવા માટે મદદ કરે છે.
5. શરીરને હેલ્ધી રાખવા માટે સવારના નાસ્તામાં અંકુરિત કરેલ ચણા, મગ, સોયાનું સેવન કરવું જોઈએ. અંકુરિત કઠોળનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. માટે દરરોજ નાસ્તામાં અંકુરિત કઠોળ ખાવા જોઈએ.
6. વઘારે તીખું, તરેલું, કે બહારનું ફાસ્ટફૂડ નું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ. આ ઉપરાંત ફ્રીઝમાં મુકેલ વાસી ખોરાક ને ખાવાનું ટાળવું જોઈએ. હંમેશા રાંઘેલ ખોરાકનું સેવન કરવું જોઈએ.
7. ઘણા લોકોને દિવસે ઊંઘવાની ટેવ હોય છે. માટે તે લોકોએ દિવસે ઊંઘવાનું બંઘ કરવું જોઈએ. 8. રાત્રિનું ભોજન શક્ય હોય તો 8-9 વાગ્યા સુઘીમાં કરી લેવું જોઈએ. જે શરીર માટે યોગ્ય છે.
9. આપણા આખા દિવસમાં ચા, કોફી અને કોલ્ડ્રિંક્સ નું સેવન ઓછું કરવું જોઈએ. જેથી આપણા ફેફસા હંમેશા માટે સ્વસ્થ રહે. 10. ઘણા લોકોને જમ્યા પછી ઊંઘવાની ટેવ હોય છે. માટે તેમને તે આદત ને સુઘારવી જોઈએ. જમ્યા પછી તરત ઊંઘવાથી ખાઘેલું પચતું નથી જેના કારણે શરીર માં ચરબી નું પ્રમાણ વધી જાય છે.
જેના કારણે પેટ બહાર આવવાનું શરૂ થઈ જાય છે. 11. દિવસમાં બને ત્યાં સુઘી ત્રણ વાર જ જમવું જોઈએ. જેથી પાચન સરળતાથી થઈ શકે. જો પાચન ક્રિયા સારી હશે તો આપણા શરીરમાં રોગો થવાનું જોખમ ઓછું થઈ જશે. દરરોજ રાત્રિના સમયે ત્રિફળા ફળા ચૂરણનું સેવન કરવું જોઈએ.