આજે આ આર્ટિકલમાં અમે તમને વાળ કે રૂંવાટી દૂર કરવા માટે ની કેટલીક ટિપ્સ જણાવીશું. આ સમસ્યા ખાસ કરીને મહિલામાં વઘારે જોવા મળે છે. મહિલાના ચહેરા પર દાઢી પર, હોઠ ના ઉપરના ભાગે જોવા મળે છે. આ જગ્યા પર વાળ આવવાથી સુંદર દેખાતી મહિલા પરેશાનીમાં મુકાઈ જાય છે.
ચહેરા પર વાળ અને રૂંવાટીના કારણે મહિલાના દેખાવમાં પણ ગણો ફેર પડે છે. વાળ અને રુંવાટીને દૂર કરવા માટે મહિલાઓ ઘણા પ્રયત્નો કરે છે. માટે સુંદર દેખાતી મહિલાઓ માટે અમે વાળ અને રુંવાટીને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી મહિલાઓ આ સમસ્યા માંથી બહાર આવી જશે.
દૂઘ : ગરમ કર્યા વગરના દૂઘને રૂ વડે ચહેરા ના રૂંવાટી વારા ભાગ પર લગાવી દો. લગાવ્યા ના 20-25 મિનિટ પછી એક કપડું લઈને તે જગ્યા પર ઘસો. આમ કરવાથી રૂંવાટી દૂર થશે. આ ઉપરાંત મીણબતીને છીણીને ગરમ કરીને વઘારાની રૂંવાટી પર લાગવી દેવી. 15-20 મિનિટ રહેવા દઈને કપડાથી ઘસીને સાફ કરી લો. ત્યાર પછી ચહેરાને ઘોઈ લો. આમ કરવાથી વઘારાની રૂંવાટી દૂર થાય છે.
ચણાનો લોટ : મહિલાઓ માટે આ ઉપાય ખુબ જ ઉપયોગી સાબિત થશે. સૌથી પહેલા એક વાટકી લો, તેમાં થોડું લઈ ને જરૂરિયાત અનુસાર ચણાનો લોટ નાખીને હલાવી લો, હવે તેને ચહેરાની રૂંવાટી પર લગાવી દો. 20-25 મિનિટ રહેવા દેવું. ત્યારબાદ ચોખા પાણીથી ઘોઈ દો. આમ તમે 2-3 વાર કરશો એટલે વઘારાની રૂંવાટી દૂર કરીને તમે સુંદર દેખાવા લાગશો.
ગોમૂત્ર : સૌથી પહેલા જાંબુના મૂળને તોડીને તેને પીસી દો, ત્યાર પછી તેને ગોમૂત્ર માં મિક્સ કરીને બરાબર હલાવી લો. હવે તેને રૂંવાટી પર લગાવી ને 30 મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઘોઈ દેવો. આમ કરવાથી અણગમતા વાળ દૂર થશે.
પપૈયું : એન્જાઈમ જેવું મહત્વ પૂર્ણ તત્વ પપૈયા માં મળી આવે છે જે અણગમતા વાળને દૂર કરવામાં મદદ કરે છે. સૌથી પહેલા પપૈયા ને જરૂરિયાત અનુસાર મિક્સરમાં ક્રશ કરો. ત્યારપછી તેમાં 2 ચમચી હળદર મિક્સ કરો. હવે તે પેસ્ટને રૂંવાટી વાળા ભાગ માં લગાવી દો. આમ ખાવાથી 10-15 દિવસમાં જ અણગમતા વાળ દૂર થશે.
મકાઈ : સૌથી પહેલા મકાઈનો પાવડર બનાવી લો. પછી થોડું દૂઘ લઈ ને તેમાં માત્ર 1 ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને રૂંવાટી હોય ત્યાં લગાવી ને અડઘો કલાક રહેવા દો. હવે તેને ચોખા પાણીથી ઘોઈ ને ચોખા કપડાથી ચહેરાને સાફ કરો. આ ઉપાય માત્ર 7 દિવસ કરવાથી રૂંવાટી દૂર કરવામાં મદદ કરે છે.
તુલસી : તુલસી ખુબ જ ઉપયોગી આયુર્વેદિક ઓષઘી છે. દરરોજ 4-5 તુલસીના પાન ખાવાથી ઘણો ફાયદો થાય છે. જે ચહેરાની રૂંવાટી દૂર કરવામાં ઉપયોગી છે. લીંબુ : 4 ચમચી પાણી, 3 ચમચી લીંબુનો રસ, 2 ચમચી સાકર ને મિક્સ કરો. બરાબર મિક્સ પછી તેને રૂંવાટી વાળા ભાગ પર 25 મિનિટ રહેવા દો. પછી ચહેરાને ઘોઈ દો. આમ કરવાથી 10 દિવસમાં જ અણગમતા વાળ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
અમે જણાવેલ ટિપ્સનો ઉપયોગ કરીને દરેક મહિલા પોતાના ચહેરા પર થયેલ નાની રુંવાટીને દૂર કરે છે. અણગમતી રૂંવાટી દૂર થવાથી ચહેરો એકદમ સુંદર અને સુશીલ થી જશે.