આજના સમયમાં મોટાભાગની બીમારીઓ આપણી મેદસ્વીતા વધારે હોવાના કારણે થતી હોય છે. જે આપણી કેટલીક ખાવાની ખરાબ કુટેવ અને અનિયમિત આહાર લેવાના કારણે થતી જોવા મળતી હોય છે. જે આજના સમયમાં 25-35 વર્ષની ઉંમરે વધુ જોવા મળી રહી છે.
આજના ટેક્નોલોજી યુગમાં આપણે બધા કામ ખુબ જ આસાનીથી પુરા કરી લઈએ છીએ જેના કારણે આપણું જીવન ખુબ જ બેઠાળુ બની ગયું છે, તેવામાં કમરની ચરબી અને પેટની ચરબી પણ વધતી હોય છે, આપણું જીવન બેઠાળુ હોવાના કારણે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તે ખુબ જ આસાનીથી પચતો નથી.
આ ઉપરાંત આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવ મેદસ્વીતા વધવાનું કારણ બની જાય છે, પેટમાં ચરબી જમા થવાના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયનો રોગ જેવી બીમારીઓ થતી હોય છે. આ માટે બેલી ફેટને ઘટાડવું ખુબ જ જરૂરી બની જાય છે.
શરીરમાં વિકસિત થયેલ ચરબી નારી આંખો દેખાતી હોઈય છે. જે શરીરના અંગો વચ્ચે ગાદી બનાવે છે. જે ચરબી ખુબ જ જોખમી બની જાય છે, શરીરમાં વધારે ચરબીના થર જામી જવાના કારણે ટાઈપ-2 ડાયાબિટીસ, ડિમેન્શિયા, સ્તન અને આંતરડાના કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે.
શરીરની ચરબીને ઘટવા માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી ચરબીને ઓગાળી વજન ને ઓછું કરી શકાય છે, તો ચાલો જાણીએ કેટલીક ચરબી ધટાડવાની ટિપ્સ વિષે.
કસરત કરવી: શરીરની ચરબીને ધટાડવા માટે કસરત કરવી ખુબ જ જરૂરી છે, આ માટે રોજિંદા જીવનમાં કસરતને સમાવેશ કરવો જોઈએ. માટે રોજે સવારે વહેલા ઉઠીને 30 મિનિટ હળવી કસરત કરવી જોઈએ. આ સાથે વોકિંગ અને જોગિંગનો પણ સમાવેશ કરવો જોઈએ. કસરત અને જોગિંગમાં પરસેવો નીકળવો જોઈએ.
ખોરાક પર ઘ્યાન આપવું: પેટની ચરબીને ધટાડવા માટે આહારમાં ડાયટનો કરવો જોઈએ. આ માટે ફાયબરથી ભરપૂર હોય એવો ખોરાક ખાવો જોઈએ. આ માટે તમે ડાયટમાં સફરજન, કેળા. બીટ, ગાજર, કોબી વગેરે ખાઈ શકાય છે, ખોરાકમાં રેસાવાળા ખોરાક ખાવાથી ચરબી ને ઘટાડીને વજન ને ઓછું કરી શકાય છે.
પૂરતી ઊંઘ લેવી: પૂરતી ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે ઊંઘવાથી ચરબી ઘટે છે, પરંતુ તે વાત એકદમ સાચી છે, માટે રાત્રે ઓછામાં ઓછી 7 કલાક ની ઊંઘ ધસધસાટ લેવી જોઈએ જેથી પેટની ચરબીને ધટાડવામાં મદદ મેળવી શકાશે. પરંતુ ઘ્યાન માં રાખવું કે ભોજ પછી 2 કલાક પછી જ સૂવું જોઈએ.
સ્ટ્રેસ ઓછો કરવો: દરેક વ્યક્તિ કામના ટેન્શન ના કારણે ઘણા બધા ટેંશન અને તણાવમાં રહેતા હોય છે, આ માટે તણાવને ઓછો કરવા માટે રોજે 10 મિનિટ યોગા અને મેડિટેશન કરવા જોઈએ જેથી આખા દિવસનો થાક અને તણાવને દૂર કરી શકાય છે. માનસિક રીતે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે સ્ટ્રેસ ને દૂર કરવો ખુબ જ જરૂરી છે જે આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.